________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સકલસત્ત્વ - · હિતાશય )
એ હિસાબે ગ્રંથ વાંચનારો ગ્રંથકારની શિષ્ટતા સમજે.
(૩) અભિધેય' એટલે ગ્રંથમાં શાનું અભિધાન-કથન કરવું છે એ વિષય. એનો ઉલ્લેખ કરવાથી એના અર્થીનો આ ગ્રંથમાં આદર થાય, પ્રવૃત્તિ થાય.
(૪) ‘સંબંધ' એટલે કે ગ્રંથને (૧) ઇષ્ટસિદ્ધિ સાથે શો સંબંધ છે ? અથવા (૨) પૂર્વના શાસ્ત્રો સાથે શો સંબંધ છે ? એ બતાવવું. એથી વાચકને આ ગ્રંથ પર વિશેષ આદર થાય અને લાગે કે આ ગ્રંથના રચયિતા પોતાની મતિ કલ્પનાનું નથી કહેવાના, પરંતુ પૂર્વના મહર્ષિઓનાં વચનના આધારે કહેવાનાં છે.
આમ અનુબંધ ચતુષ્ટય ગ્રંથ પ્રારંભે કહેવાના. એમાં પહેલાં મંગળની વાત થઇ. હવે પ્રયોજન વગેરે ત્રણની વિચારણા કરવામાં આવે છે. ગ્રંથકાર કહે છે, અહીં યોગને ‘તદ્ દ્દષ્ટિભેદતઃ' અર્થાત્ યોગની દૃષ્ટિના પ્રકાર દ્વારા કહીશ, તાત્પર્ય, આઠ યોગ-દ્દષ્ટિના નિરૂપણથી યોગનું પ્રતિપાદન કરવાનું છે. એટલે પ્રયોજન યોગનિરૂપણ થયું, તે યોગની દૃષ્ટિનિરૂપણ દ્વારા.
ગ્રંથકારનું ગ્રંથરચનાનું પ્રયોજન :
અહીં સંક્ષેપમાં યોગનું કથન એ ગ્રંથકારનું ગ્રંથ રચનામાં પ્રયોજન છે, હેતુ છે. યોગની આઠ પ્રકારની દૃષ્ટિ વર્ણવવાનો હેતુ ય આ છે, કે યોગનું પ્રતિપાદન કરવું. ગ્રંથકારનું આ સાક્ષાત્ પ્રયોજન છે, અને પરંપરાએ પ્રયોજન મોક્ષ છે; કેમકે આ ગ્રંથ રચીને એમને સરવાળે મોક્ષ પ્રાપ્ત કરવો છે. પ્રશ્ન થાય.
પ્ર– શું આ ગ્રંથ રચવાથી મોક્ષ મળે ?
ઉ- હા, ગ્રંથ રચવામાં ગ્રંથકારનો શુદ્ધ આશય છે, કે ‘ભવ્યજીવોને યોગ-યોગદ્દષ્ટિઓનો નિર્મળ બોધ થાય, જેથી એ બોધ પામીને જીવો એમાં પ્રવૃત્ત થાય, અને એથી ક્રમસર ઊંચી ઊંચી પ્રવૃત્તિથી ઊંચી ઊંચી યોગદ્દષ્ટિ પ્રાપ્ત કરતાં કરતાં ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકે.' આ જ આશયથી જીવોને હિતકારી આ ગ્રંથરચનાની પ્રવૃત્તિ કરે છે; માટે આ ગ્રંથ રચવા પાછળનો આશય ખરેખર નિર્મળ છે; અને નિર્મળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭
આશય એ મોક્ષનું અવસ્થ્ય અર્થાત્ નિશ્ચિત સફળ બીજ છે. આ બીજ નિષ્ફળ જાય જ નહિ. એનું કારણ એ છે કે ચારિત્ર સાથે ગ્રંથરચના એ સકલ જીવોના હિતનો વિશિષ્ટ શુભાશયરૂપ છે, ને તેથી મોક્ષમાર્ગ છે. મોક્ષ-સાધક છે.
શ્રી લલિત- વિસ્તરા શાસ્ત્રમાં કહ્યું છે,ચારિત્ર એટલે સકલ સત્ત્વ હિતાશય :‘સકલસત્ત્વ-હિતાશય – લક્ષણઃ ચારિત્રપરિણામ ઃ અહીં ‘સત્ત્વ' એટલે જીવ. ચારિત્રનો ચિત્તપરિણામ સર્વ જીવોના હિતના અધ્યવસાયરૂપ છે. ‘મારે સર્વ જીવોનું અર્થાત્ કોઇ પણ જીવનું અહિત નહિ કરવાનું' એવા દિલના આશય સ્વરૂપ છે. એટલા જ માટે ચારિત્રધારી મુનિનો હાર્દિક ભાવ, પોતાના નિમિત્તે સૂક્ષ્મ-સ્થૂલ કોઇ પણ જીવને દુઃખ ન પહોંચે, એની તકેદારીવાળો હોય છે. આ હાર્દિક ભાવ એ સકલ સત્ત્વના હિતનો આશય છે, એજ ચારિત્રનો ભાવ છે; અને ચારિત્રનો ચિત્ત-પરિણામ એ મોક્ષનું નિશ્રિત કારણ ‘સમ્યગ્દર્શનછે; કેમકે જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ :’ એ સૂત્ર છે.
પ્ર- ચારિત્રનું આ એકલું સકલસત્ત્વ-હિતાશય લક્ષણ કેમ બાંધ્યું ? શું એમાં અહિંસાના આશયની જેમ સત્ય-અસ્તેયાદિના આશય નથી ?
ઉ છે; પરંતુ ચારિત્રમાં અહિંસાદિ પાંચ મહાવ્રત પૈકી મૃષાત્યાગ વગેરે ચાર મહાવ્રત એ પહેલા અહિંસાના મહાવ્રતનું સારું પાલન કરવા માટે છે, જો એ સારું પાળવું હોય તો જૂઠ બોલાય નહિ, ચોરી કરાય નહિ... વગેરે; કેમકે જૂઠ વગેરે સેવવા જતાં જીવોની હિંસા થાય છે. એટલે જે અણીશુદ્ધ અહિંસા-મહાવ્રત પાળે છે, એનામાં મૃષાત્યાગ વગેરે સમાઇ જ ગયા હોય છે. આમ અહિંસા મહાવ્રત એ મુખ્ય મહાવ્રત થયું. ‘એમાં કોઇપણ જીવને દુ:ખ ન પહોંચો' એ હિતાશય છે, કલ્યાણ આશય છે; કેમકે જીવમાત્રને દુ:ખ નથી ગમતું, તો આપણે કોઈ પણ જીવને દુ:ખ ન આપવાનો હાર્દિક ભાવ રાખીએ, એવો આત્મ-પરિણામ બનાવીએ, એ સકલ જીવ પ્રત્યેનો હિતાશય છે, ને એમાં પહેલા મહાવ્રતનો
For Private and Personal Use Only