Book Title: Yogdrushti Samucchay Part 01
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 270
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આંતરગુણની રક્ષાના ઉપાય ) (૧) દિલના પરિણામમાં દિલમાં સંકલેશ ન થાય, (૨) પાપકર્મ બંધાતા અટકી પુણ્યકર્મની ભરતી થાય. વળી (૩) આગળ અહિંસાનો વિકાસ પણ સધાય, નાની અહિંસામાંથી મોટી અહિંસામાં જવાય, સ્થૂલમાંથી સૂક્ષ્મ અહિંસા કેળવવાનું મન થાય. ખપી મુનિમાં આવું બનતું દેખાય છે. માટે પૂર્વના મહાપુરુષોના અહિંસામય જીવન અને એથી એમના ઊંચા વિકાસ પર ચિંતન કરાય. એમ સામે હિંસાના દુ:ખદ પરિણામ વિચારાય, દા.ત. ‘હિંસાથી (૧) દિલમાં અતિ રૌદ્ર ભાવો જાગે; (૨) બીજાઓ સાથે વૈર ઊભા થાય; (૩) આપણા મનના પરિણામ નિષ્ઠુર બની જાય; એથી (૪) ભવાંતર માટે તીવ્ર અશુભ અનુબંધો ઊભા થાય, જેથી દીર્ઘકાળ ભવોના ભવો સુધી પાપિષ્ઠ બુદ્ધિ જ ચાલ્યા કરે... એનાં દૃષ્ટાન્ત વિચારાય. ગુણનાં સુખદ પરિણામોના વિચારથી મનને ગુણનું મમત્વ-મહત્વ વધે, એમ દોષના દુ:ખદ પરિણામો જોઇ એના પ્રત્યે હાઉ ઊભો થાય. મનને એમ થાય કે ‘ભાઇ ! દોષ ન સેવવામાં તાત્કાલિક કષ્ટ હોય તો ભલે સહી લઇશ, પણ દોષોના પરલોકના ભયંકર દુ:ખદ પરિણામો તો ભોગવવાનું આપણું ગજુ નથી.' (૫) પાંચમો ઉપાય સુંદર બતાવ્યો : ‘તીર્થંકર ભગવાનની ભક્તિ' ખૂબ કરવી. એથી વીતરાગ ભગવાનની વધુને વધુ નિકટ રહેવાય, અને આપણા મન પર પ્રભુના ઉત્કૃષ્ટ ગુણોની ઘેરી અસર પડતી રહે. પૂછો, પ્રભુ-ભક્તિથી મન પર ઘેરી અસર કેમ પડે?ઃ પ્ર~ તો પછી પ્રભુની ભક્તિમાં અમારા મન ૫૨ પ્રભુના ગુણોની કેમ એવી ઘેરી અસર પડતી નથી દેખાતી? ઉ← અસર તો પડતી જ હશે, પણ અવ્યક્ત; તેથી અનુભવ ન થાય, છતાં માનો કે અસર નથી પડતી, તો એનું કારણ એ છે કે, પહેલું તો આ જ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૭ નક્કી નથી કર્યું કે, ‘મારે બીજા સરાગી દેવને નહિ ને આ વીતરાગ દેવને શા માટે ભજવાના ?' કદાચ ઓધથી નક્કી કર્યું હશે તો આટલું જ, કે ‘ભગવાનને ભજવાથી આપણું કલ્યાણ થાય....' પરંતુ પછી આગળ વિચાર નથી કે 'કલ્યાણ' એટલે શું જોઇએ છે? વીતરાગને જ કેમ ભજવાના ? : ખરી રીતે વીતરાગ ભગવાનને ભજવાના તે એ સમજીને કે ‘એ ભગવાનમાં એક પણ રાગાદિ દોષ નથી, અને ક્ષમા-મૈત્રી-કરુણા ગંભીરતા-ઉદારતા આદિ અનંત ગુણ છે, તેથી એમને ભજું એટલે મારી નજર સામે ને નજર સામે આ નીતરતા ગુણોનો જ આદર્શ દેખાયા કરે. તો મને એની પ્રેરણા મળ્યા કરે.'' વીતરાગ તીર્થંકર ભગવાનની ભક્તિ કરવામાં જો આ સમજ હોય તો બહુ ભક્તિમાં પ્રભુની બહુ વાર નિકટતા રહેવાથી પ્રભુના ગુણોની આપણા મન પર ઘેરી અસર પડે એ સહજ છે. અલબત્ આ ભક્તિમાં તનનો, એમ ધનનો અને મનનો પણ સારો ભોગ આપવો જોઇએ. વીતરાગની ભક્તિમાં તન-મન-ધનનો સારો ભોગ આપીએ તો આપણને તન-મનધન કરતાં વીતરાગ વધારે ગમ્યા ગણાય. વીતરાગ દેવાધિદેવ ખાતર એ કિંમતી પણ તન-મન-ધનનો ભોગ આપવા જતાં એ તન-મનધનને બહુ મૂલ્યવાન ન લેખવાથી એની સામે સહેજે પેલા આપણા બહુ મૂલ્યવાન માનેલા સમ્યક્ત્વવિરતિ-બોધ આદિ ગુણોનું સંરક્ષણ સારું રહે. વળી પ્રભુભક્તિમાં બહુ રોકાયા રહેવાથી બીજી કેટલીય એવી અસત્ પ્રવૃત્તિઓ બંધ થઇ જાય કે જે ગુણની બાધક હતી, ગુણને જોખમાવનારી હતી. માટે પણ પ્રભુભક્તિથી ગુણનું જતન થાય. (૬) ગુણરક્ષા માટે છઠ્ઠો ઉપાય સુસાધુ જનોની ઉપાસના છે. આમાં તો સહેજે ગુણરક્ષા થાય એ સમજાય એવું છે; કેમકે (૧) પહેલું તો સાધુજનોનાં જીવન અને ચર્યાનાં દર્શનથી જ આપણા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282