________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરિણતિઃ આંતરવૃત્તિ
મિથ્યાત્વરૂપ મોહનો નાશ તો કરવાનો જ છે, પરંતુ આસક્તિ કરાવનાર મોહનો પણ નાશ કરવાનો છે, તેથી ‘સંપ્રત્યય’ હૃદયમાં સચોટ પ્રતીતિ-ખાતરીરૂપ શ્રદ્ધા ઊભી થાય.
સંપ્રત્યયાત્મક શ્રદ્ધાનો ઉપાય ઃ
પ્રારંભમાં પાપ-ત્યાગ, તપ, ક્ષમા, અહિંસા, દયા વગેરે તથા દેવદર્શનાદિ ધર્મનાં અનુષ્ઠાનો કરાય તે જિનેન્દ્ર ભગવાનના વચન પરની શ્રદ્ધાથી કરાય. એ જિનવચન પરની શ્રદ્ધાથી પાપત્યાગ વગેરે ધર્મ પર શ્રદ્ધા થાય છે, શ્રદ્ધાથી એનું આચરણ થાય છે. હવે એ શ્રદ્ધાપૂર્વકનું આચરણ એવું થતું જાય કે એ ત્યાગ વગેરે ધર્મ અંતરાત્માની પરિણતિમાં- આંતરવૃત્તિમાં ઊતરતો જાય. અર્થાત્ દા.ત. અત્યાર સુધી અંતરાત્મામાં વિષયભોગ, ક્રોધ, હિંસા વગેરે ભાવ સહેજે ઊઠતા, ભરપૂર ઊઠતા, તે હવે જિનવચનના આલંબને વિષય-ત્યાગના, ક્ષમાદિના તથા અહિંસા વગેરેના ભાવ ઊઠતા થાય. આમ ભલે અભ્યાસ-દશામાં જિનાજ્ઞાની શ્રદ્ધાથી એ ત્યાગ-અહિંસા- ક્ષમાદિ પર શ્રદ્ધા થઇને એના ભાવ અંતરમાં ઊઠતા, પરંતુ એમ પણ સહી, કિન્તુ હવે આંતર પરિણતિ પૂર્વની જેમ રંગરાગ-ભોગાદિની નહીં કિન્તુ ત્યાગાદિની બનાવતા રહેવાય તે જિનાજ્ઞાને આધારે. એ ત્યાગ-ક્ષમા-અહિંસાદિની આંતર પરિણતિ-આંતરવૃત્તિ બનાવતા રહેવાય, તો એક દિવસ એવો આવે કે તેવા પ્રકારના મોહના નાશથી એ ત્યાગાદિની પરિણતિ સહજ સ્વભાવની બની જાય; ને ત્યારે ‘ભગવાન કહે છે માટે આ ત્યાગાદિ કરવા જોઇએ' એ હિસાબ નહીં, કિન્તુ સહજ રીતે ‘વિષયભોગ-હિંસા-ક્રોધ વગેરે પાપો કરાય જ નહિ, પણ ત્યાગ-અહિંસા-ક્ષમા જ કરાય'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭
એવી આંતર પરિણતિ ઊભી થઇ જાય. દિલને ભોગ-ક્રોધ-હિંસક ભાવ માફક જ ન આવે, દિલને સંગત જ ન થાય. સંગત થાય ત્યાગ-ક્ષમાદિ ભાવ; પછી ત્યાં એ ત્યાગ-ક્ષમા-અહિંસાદિની શ્રદ્ધા આંતર સંવેદનાત્મક સ્વ-સંપ્રત્યયાત્મક બની જાય. આવી સંપ્રત્યયાત્મક શ્રદ્ધા શાસ્ત્રયોગ માટે જરૂરી છે. એટલે આવી શ્રદ્ધા માટે ખાસ જરૂરી શું બન્યું ? ત્યાગ-ક્ષમાદિની બાહ્ય સાધના કરતાં કરતાં એની આંતર પરિણતિ ઊભી કરતા જવું એ જરૂરી; આંતરવૃત્તિ બનાવવી જરૂરી.
જૈન શાસનમાં આરાધનાનું માપ આંતર પરિણતિ પર છે. જિનશાસનની દ્દષ્ટિએ આરાધના કેટલી અને કેવી થઇ એનું માપ કોરી ઘસડપટ્ટીની ક્રિયા પર નથી, તેમ કોરી વિદ્વત્તા કે કોરા કષ્ટ ઉપાડવા પર નથી, કિન્તુ સાથોસાથ હ્દયની પરિણતિ કેવી બને છે, એના પર છે. પછી જો બાહ્ય સાધના સમાન છતાં શિષ્યની આંતરિક પરિણતિ વધી જાય ને ગુરુની પરિણતિ એવી ન વધે, તો શિષ્ય કેવળજ્ઞાનના આસમાનમાં ઊડે ! ને ગુરુ છદ્મસ્થતાની ધરતી પર ઊભા હોય !
આ પરિણતિનું વિજ્ઞાન (સાયન્સ) આપણને આશ્વાસન આપે છે કે
For Private and Personal Use Only
'કદાચ આપણામાં મહાપુરુષો જેટલું જ્ઞાન ન હોય, યા તેટલી કષ્ટમય સાધના ન હોય, છતાં આંતરિક પરિણતિ-આંતરવૃત્તિ વધારે નિર્મળ બનાવીએ તો આપણો ઉદય વધુ સતેજ બનશે,’ અને ઇચ્છાયોગની-ધર્મસાધનાની શ્રદ્ધામાંથી શાસ્ત્રયોગની સાધનાની સંપ્રત્યયાત્મક શ્રદ્ધામાં જવા માટે આ આંતરિક શ્રદ્ધામય પરિણતિ-અંતરાત્માની વૃત્તિ બહુ જરૂરી પણ છે.