________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૮ )
આત્માને ન લાવી આપે ?
ઉ- : જેને લાવવો હોય તેને લાવી આપે, બીજાને નહિ. ‘પંચવસ્તુ' શાસ્ત્રમાં આજ શાસ્ત્રકારે દ્રવ્યશ્રુત-દ્રવ્યક્રિયાનું ગૌરવ ગાયું છે. કહ્યું છે, કોઇએ આક્ષેપ કર્યો કે – ‘‘દ્રવ્યશ્રુત અનંતવાર સેવ્યું, છતાં હજુ ભાવશ્રુત આવ્યું છે ? ના, માટે કહો કે દ્રવ્યશ્રુત કામનું નથી, ભાવશ્રુત જ કામનું છે.'' ત્યારે તેને આ શાસ્ત્રકાર ઉત્તર આપે છે કે ‘તારી વાત અર્ધસત્ય છે. અનંતવારની દ્રવ્યક્રિયા નકામી ગઇ, તે અમે માનીએ છીએ. પણ એ સમજજે કે જયારે ભાવશ્રુત મળશે ત્યારે તે દ્રવ્યશ્રુતની સહાયથી જ મળશે. ભાવ વિનાની ક્રિયા નકામી એનો અર્થ એ નથી કે ક્રિયા નકામી. જમીન અને વરસાદ છતાં પાક કેમ નહિ ? કેમકે બીજ નહોતું વાવ્યું. તો પાક માટે બીજ કામનું અને વરસાદ નકામો એમ ? ના, એ તો પાછો જયારે જમીનમાંથી ? પાક થશે ત્યારે બીજ અને વરસાદ સિવાય નહિ જ. ભાવશ્રુતનું લક્ષ્ય ન રાખ્યું, તેથી અનંતવાર દ્રવ્યશ્રુત નકામા ગયા. પણ જયારે ભાવશ્રુત મળશે ત્યારે દ્રવ્યશ્રુત જ તે મેળવી આપશે. ભાવનું ધ્યેય રાખીને ક્રિયા કરતાં કરતાં, સાચા ભાવ અને ભાવક્રિયા પ્રગટશે. માટે તો સમકિત વિનાની દાનાદિ ક્રિયાને નકામી કહેનાર જ્ઞાનીઓએ જ સમકિત પામવાના સાધન તરીકે પાછા દાન, વ્રત, તપસ્યાદિને બતાવ્યા છે. કેમકે આ દાનાદિ ક્રિયા રૂપી દ્રવ્યશ્રુત સમકિત ભાવશ્રુતને પ્રગટ કરે છે.
ભાવ બે પ્રકારના છે. આજે ઉપવાસ કર્યો, મનને થાય, ‘આજે કોઇ આહારની ગુલામી નહિ, કોઇ આહારની વિચારણા નહિ. આહારની લપમાંથી છૂટયા, આ છૂટયાનો મહાતોષ, એ ઉત્તમ ભાવ છે. હવે આ જેમ ભાવ છે, તેમ એ ભાવના ધ્યેયને પામવા માટે હ્રદયમાં જે ઇચ્છા થાય છે તે પણ ભાવ કહેવાય છે. અર્થાત્ છતી ભૂખે ન ખાતાં આહારની ગુલામીમાંથી છૂટયાનો તોષ પામવાની સાચી તમન્ના એ પણ ભાવ છે. ઉચ્ચ કોટિના ભાવ લાવવાના હૈયાના ભાવને પણ ભાવ કહેવાય છે. એ રાખીએ તો દ્રવ્યક્રિયા નકામી નહિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
આપણાં વ્રત-પચ્ચક્ખાણ અને અભિગ્રહોમાં કેવો અદ્ભૂત ચમત્કાર છે. એ ખૂબ ખૂબ સેવતાં કોઇક દિવસે ઊંચી કોટિના ભાવ જોવાનો સમય આવશે. પણ જેણે એ રાખ્યું જ નથી તેને તો આહાર - વિષયની બારે ભાગોળ ખુલ્લી ! એટલે ભાવ એ અંગેના મલિન ને મલિન જ આવ્યા કરવાના. પૂર્વ પુરુષોના ચરિત્રો જુઓ, વિચારો. એમાં વ્રત તપ વગેરે સેવતાં સેવતાં ઉત્તરોત્તર શુભ ભાવની ચઢતી થયાનું ઠામ ઠામ દેખાઇ આવશે.
ધર્મક્રિયાની ઇચ્છા શા માટે?
કહો કે જીવનનો સાર જ ધર્મક્રિયા છે ! જીવનની સફળતા જ આમાં છે ! કથીરના સંયોગમાંથી સુવર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની સાધના ધર્મક્રિયામાં છે ! વિનાશી, અપવિત્ર અને પર એવી કાયામાંથી અવિનાશી, પવિત્ર ને સ્વકીય કલ્યાણ સાધવાનું કાર્ય આમાં છે ! નાસ્તિકને પણ કાયાના આ ધર્મો કબૂલ કર્યા વિના છૂટકો નહિ. સ્વ-૫૨ના ભેદ જગતમાં નિર્ણીત થઇ ગયેલા છે. તો કહો, કાયા દાસ ? કે આત્મા દાસ ?
આસ્તિકનું ડહાપણ : નાસ્તિક ભલેને આત્માને મંજુર ન કરતો હોય, પણ કાયા પર એ શું એવો દાવો, સંતોષ કે ખુમારી ધરી શકે એમ છે કે ‘આપણું કહ્યું કાયા માને જ? આપણી ઇચ્છા મુજબ જ કાયા વર્તે ? આપણા કબજામાં જ એ રહે ?' ના, ત્યારે તું એ જો ‘તારું ધાર્યું તે કરે ? કે તું એનું ધાર્યું કરે ? તારા હુકમ એ પાળે, કે એના હુકમ તું પાળે ? બધું ઊંધું ! આપણે એનું કહ્યું માનવાનું ! તેથી જ આસ્તિક આત્મા એમ વિચારે છે કે, ‘એવી પણ આ કાયામાંથી જો હું ધર્મનો ઇચ્છાયોગ સાધું, જો હું ઇચ્છાયોગથી પણ ધર્મ સેવી લઉં, તો મારા આત્માનું અવિનાશીપદ, સાચી પવિત્રતા, ને સાચું સત્ત્વ હું સાધી શકું એમ છું. આટલા માટે મારે આ ધર્મક્રિયા કરવી છે.' આવી ઇચ્છા આપણને ઇચ્છાયોગનાઅધિકારી બનાવે છે.
For Private and Personal Use Only