________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૦)
ભગવાન જુએ કે ઇન્દ્રભૂતિજીને સર્વવિરતિના ભાવ થઇ ગયા છે, એટલે તમારા મતે તો ભગવાનને કહેવું જોઇએ બેસો, હવે દીક્ષા લેવાની જરૂર નથી. ક્ષપકશ્રેણિ પણ એમ જ ભાવથી થઇ જશે.' આમ આખો દીક્ષા આપવાનો વ્યવહાર બંધ, એટલે પછી શાસન જેવું શું રહ્યું ?
એકલા ભાવ પર યાને નિશ્ચયનય પર મદાર બાંધી બાહ્ય વ્યવહારનો નાશ કરનારા એ તો શાસનનો વિચ્છેદ કરનારા છે.
કેમકે એમને તો બાહ્ય વેશ, બાહ્ય સાધુચર્યા, અને ગૃહસ્થોથી જુદી પડતી સાધુસંસ્થા વગેરે બાહ્ય પદાર્થ જરૂરી ન રહ્યા ! કારણ, ભાવ ન હોય તો એ બધું બાહ્ય નકામું ! અને ભાવ હોય તો પછી બધું બિનજરૂરી !
જયારે, અહીં દ્રવ્ય અને ભાવ, નિશ્ચય ને વ્યવહાર, બંને નય માનનારા અમારે તો વૈરાગ્ય અને વ્રતપાલનની દ્દઢતા,' ઓછામાં ઓછા આ બે લક્ષણ જોઇ સાધુ વેશ યાને દીક્ષા આપવાનું માનનારાને આ સુલભ છે કે એ દીક્ષિતમાં સાધ્વાચારનું પાલન થતું રહેવાનું પછી દીક્ષા લેતી વખતે એ જીવમાં કદાચ ભાવ ન હોય તો ય ભાવની ઇચ્છાથી સન્માર્ગનું પાલન કરતા કરતા એને ભાવ આવી જવાના, અને આત્મા આગળ વધી જવાનો. એમ અનંત આત્મા ઠેઠ મોક્ષે પહોચી ગયા છે,અર્થાત્ સમ્યગ્ વ્યવહારનું પાલન કરતા કરતા નિશ્ચય પામી ગયા છે. અરે ! એ જુઓ કે
વિરતિ ને વિરાગમાં ફેર છે. ‘વિરતિ'માં ‘તિ’ એટલે આસક્તિ, આકર્ષણ, ‘વિરતિ' એટલે જેમાંથી આસક્તિ-આકર્ષણનો ભાવ નીકળી ગયો છે તે; આ વિરતિ છે. હવે વૈરાગ્ય એટલે ? વૈરાગ્યમાં રાગ શબ્દ છે, આ રાગ એટલે જગતના પદાર્થો વિષે સુખકારી-હિતકારીપણાની બુદ્ધિ રહે અને એ પદાર્થો
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
ખુદ જિનેશ્વરદેવના જીવનમાં વ્યવહાર વિના નિશ્ચય નહિ ઃ
વિરતિ એટલે ? વિરાગ એટલે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર પ્રભુએ જયારે ‘કરેમિ સામાઇઅં’ ઉચ્ચર્યું, ત્યારે જ સર્વવિરતિના ભાવ (પરિણામ) આવ્યા; પણ તે પહેલાં ઘર ત્યજીને વરઘોડે નીકળ્યા ત્યારથી નહિ. જોકે દીક્ષા લેવા માટે નીકળ્યા, ત્યારે અંતથી બધુ સાચેસાચ ત્યજી તો દીધું જ છે, પણ ત્યાં સુધી સર્વવિરતિ-પરિણામ નહિ ! વસ્ત્રાદિ બધું ઉતારીને આપી દીધું ત્યાં સુધી પરિણામ નહીં ! અરે લોચ કર્યો ત્યાં સુધી પણ નહીં ! કિન્તુ કરેમિ સામાઇઅં' પ્રતિજ્ઞા ઉચ્ચરતી વખતે સર્વવિરતિની ભાવ-સર્વવિરતિ-પરિણામ પ્રગટ થયા,અને ત્યાં જ મન:પર્યાય જ્ઞાન પ્રગટયું. મન:પર્યાય જ્ઞાન ૭મે ગુણસ્થાનકે મુનિને જ પ્રગટ થાય. ભગવાનને મન:પર્યાય જ્ઞાન દીક્ષા લેતાં થાય જ એવો નિયમ છે.‘‘જયાં સુધી ‘કરેમિ સામાઇઅં’ ઉચ્ચર્યું નહીં, ત્યાં સુધી ૭મું ‘અપ્રમત્ત' ગુણસ્થાનક આવ્યું નહી; ને મન:પર્યાય જ્ઞાન પણ પ્રગટયું નહીં,'' એ બતાવે છે કે મુનિપણું અને દીક્ષાના પરિણામ યાને ભાવ ઘરત્યાગ વગેરે ક્રિયાના અંતે કરાતી ‘કરેમિ સામાઇઅં' ઉચ્ચરણની ક્રિયા વખતે આવ્યા. સંસારનો ત્યાગ, પાછી એની પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ, એનું પાલન, વગેરે બધો વ્યવહાર છે. એ વ્યવહાર આદર્યો એટલે જગતના પદાર્થો પર વિશ્કત ભાવ યાને વૈરાગ્યનો પરિણામ અમલી થયો, અને તે વિરતિમાં પરિણમ્યો.
ઉપાદેય-ગ્રાહ્ય-આદરણીય લાગ્યા કરે. હવે જો હૃદયમાંથી એ ઉપાદેય-ભાવ ઊડી ગયો, તો વિરાગ આવ્યો. માટે સંસારી ગૃહસ્થ-આત્મા વિરાગી હોઇ શકે છે, હૈયામાં સંસાર પર, સંસારના પદાર્થો પર એને સુખકારી-હિતકારીપણાનો ભાવ નથી. વિરાગી એમ નથી સમજતો કે ‘સંસાર હિતકારી છે, કે
For Private and Personal Use Only