________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધર્મક્રિયાની સફળતા શામા? )
પડે, કે ‘ભાઇ, હું આટલાં દેવદર્શન-પૂજા- સાધુસેવા -નવકાર જાપ તથા તપ-દાન-શીલ કરે જાઉં છું, છતાં તેનું કેમ કોઇ ફલ દેખાતું નથી ? અથવા મને બધું નિરાશા જેવું કેમ લાગે છે ?'' આવું જે થઇ જાય છે, તેના કરતાં જો એ સમજતો હોય કે ધર્મક્રિયાની સફળતા (૧) આત્માના દોષોની શુદ્ધિમાં છે, (૨) જડની પરાધીનતામાંથી આત્માની ક્રમશઃ મુકિતમાં છે, અને (૩) આત્માના ગુણવૈભવનો ઉત્તરોત્તર વિકાસ કરી મોક્ષની નજીક જવામાં છે,' તો નિરાશા નહિ લાગે. કેમકે એ ફળ તો શુદ્ધ ધર્મક્રિયાની સધાઇ જ રહ્યું છે.
આત્માની શુદ્ધિમાં શું આવે?
એ કે જે મિથ્યાત્વાદિ દોષો અને અવિનયાદિ દુર્ગુણોથી તથા કુવાસના-કુસંસકારોથી આત્મા કલુષિત હતો, તે તે હવે ઓછા ઓછા થતા આવે, હ ાસ પામતા જાય.
મુક્તિ એટલે ?
આત્માને જે સંસાર અને ઉપાધિઓ બાંધીને ગુલામીમાં રાખે છે, મોહ- મમત્તાની ગુલામી, મારે આટલો ગુસ્સો, આટલું સ્વાભિમાન વગેરે રાખવું જ જોઇએ' એવી કષાયોની ગુલામી, તેમજ અસત્ કલ્પનાઓ ખોટાં ગણિત દા.ત., ‘દિવસમાં ચાર વાર ખાઇએ તો સુખી રહીએ,'ની ગુલામી, તેમાંથી મુક્તિ, અર્થાત્ તેની પરાધીનતા પર કાપ. આત્માની સમૃદ્ધિની નજીક જવું એટલે
શું?
એટલે કે આત્માની પોતાની જે નિર્મળ જ્ઞાનમય દશા છે, નિવૃત્તિના ઘરના સુખની દશા છે, સ્વરૂપે મહાસત્વ ને વીર્યની દશા છે, એનો અલ્પાંશે પણ .અનુભવ કરતા જવું, ઝાંખી કરતા જવું, એટલે આત્મ-સમૃદ્ધિની નજીક જવાય. આમ ધર્મક્રિયાથી આ સાધવાનું છે, – (૧) આત્મશુદ્ધિ - ભાવવિશુદ્ધિ (૨) બંધનોથી મુક્તિ અને (૩) આત્મસમૃદ્ધિ-જ્ઞાન ક્ષમાદિ ગુણવૈભવ. આ શુદ્ધિ-મુકિત-સમૃદ્ધિ માટે શુદ્ધ ધર્મ સાધવાની વાસ્તવિક ઇચ્છા કરે ત્યારે ઇચ્છાયોગના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૭
ઘરની ક્રિયામાં આવે. આ રીતે ધર્મક્રિયાઓ હવે વિચારો.
ફરી વિચારો ક્રિયાના ઉદ્દેશ ઃ
સામાયિક શા માટે ?' પાપમાંથી બચવાનો એ માર્ગ છે. આટલો પ્રભુની મૂર્તિને ઠાઠ શા માટે ?' પ્રભુ પ્રત્યે દિલ ચોંટાડી રાખવા માટે. ‘આ આંગી અને આ થાળ ભરી ભરીને ફૂલ, ફળ, નૈવેદ્ય આ બધું શા માટે ?' પાપમાં તણાતી લક્ષ્મીને યોગ્ય પાત્ર અર્પવી જ જોઇએ એ માટે. પરમાત્મા જેટલા ઊંચા, એટલા ઊંચા દ્રવ્યથી એમનો સત્કાર-બહુમાન કરી જ લેવા જોઇએ. પરમાત્મા ફરી નહિ મળે ! જો એ નહિ મળ્યા હોય ને હીરા-માણેક પણ મળ્યા હશે, તો તે શું કરવાના ?' આ ઇચ્છાયોગથી પૂજા કરનારો કેવોક ઉદાર હોય એમાં પૂછવાનું શું? ઇચ્છાયોગમાં શુદ્ધ ધર્મલેશ્યા જોઇએ છે. એ આવી, પછી તો આત્મામાં અપૂર્વ જોમ આવે છે.
ઇચ્છાયોગ એક સમર્થ યોગ ઃ
ઇચ્છાયોગ તો માત્ર નામથી ઇચ્છાયોગ છે, બાકી તો એ મહાન સમર્થ યોગ છે ! સાતમે ગુણઠાણે અપ્રમત્ત ભાવ સુધી લઇ જનાર એ ઇચ્છાયોગ છે ! અલબત્ શાસ્ત્રયોગનું લક્ષ રહેવું જોઇએ. બાકી ઇચ્છાયોગ એક સમર્થ યોગ છે એમાં શંકા નથી. ત્યારે કોઇ સામર્થ્યયોગ એમ ને એમ નથી ઊતરી પડતો ! અનંતી દ્રવ્યક્રિયા પછી ભાવક્રિયા આવે છે ! એ ભાવક્રિયાના નક્કર અભ્યાસ પછી શાસ્ત્રયોગ સામર્થ્યયોગ, શુકલધ્યાન, ક્ષપકશ્રેણિ, ને કેવળજ્ઞાન આવે છે. આ અભ્યાસની દશામાં, એટલે કે આ ભાવક્રિયાની નિશાળે ભણવાની અવસ્થામાં કઈ ક્રિયા લાવવાની?ઇચ્છાયોગના ઘરની,પણ એ ઇચ્છાયોગના ઘરની જે ક્રિયા આપણને ઊંચે લઇ જવા સમર્થ છે, જો તેને શાસ્ત્ર કહે છે એ પ્રમાણે ન બનાવીએ તો ત્યાંના ત્યાં ઊભા રહીએ !
ન
દ્રવ્યક્રિયાની મહત્તા :
પ્ર૦- અનિચ્છાએ કરેલો ધર્મ ઇચ્છાયોગમાં
For Private and Personal Use Only