________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રાતિભજ્ઞાન અંગે સમસ્યા )
જન્મોનાં જન્મો અધિકાધિક પ્રબળ ઇચ્છાયોગની સાધના કરી હોય, ત્યારે શાસ્ત્રયોગ સાધવાની તાકાત ઊભી થાય છે. એ પણ શાસ્ત્રયોગ સારો આરાધવામાં આવે ત્યારે સામર્થ્યયોગ માટેની વિશિષ્ટ શકિત ઊભી થાય છે; પરંતુ એટલું ખરું કે ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગથી સીધું કેવળજ્ઞાન ન મળે; વચમાં સામર્થ્યયોગ પ્રગટ કરવો પડે, અને આ સામર્થ્ય-યોગની આ તાકાત છે કે, વિના વિલંબે અંતર્મુહુર્તમાં કેવળજ્ઞાન સર્વજ્ઞતા પ્રગટ કરી આપે !
એટલું ધ્યાન રાખવાનું છે કે આ સામર્થ્યયોગ એ કંઇ સંયમયોગ, અહિંસાયોગ, તપોયોગ, વગેરેની જેમ કોઇ જુદો યોગ નથી, પરંતુ એ સંયમયોગ વગેરે ધર્મયોગો-ધર્મસાધનાઓની જ ઊંચી કક્ષા એ જ સામર્થ્યયોગ છે. કહો, સર્વોચ્ચ કક્ષાના ધર્મવ્યાપાર એ જ સામર્થ્યયોગ છે. જેમ ઇચ્છાપ્રધાન ધર્મયોગ એ ‘ઇચ્છાયોગ’, અને શાસ્ત્રપ્રધાન યોગ એ ‘શાસ્ત્રયોગ છે. જેમ ઇચ્છાપ્રધાન ધર્મયોગ એ ‘ઇચ્છાયોગ', અને શાસ્ત્રપ્રધાન યોગ એ ‘શાસ્ત્રયોગ,’ એમ વિશિષ્ટ સામર્થ્યપ્રધાન ધર્મયોગ એ ‘સામર્થ્યયોગ'.
સામર્થ્યયોગની કક્ષાના ધર્મયોગમાં અંતરાત્મામાં કેવી કેવી પ્રક્રિયા થાય છે એનું નિર્વચન ન થઇ શકે, માટે એ અનિર્વિચનીય છે, શબ્દ દ્વારા અવાચ્ય છે.. એ તો માત્ર સ્વસંવેદનગમ્ય અને કેવળજ્ઞાનગમ્ય આંતરિક શકિતની ઉત્કટતાવાળો ધર્મયોગ છે, જે સાધે એ પોતે જ સંવેદી શકે કે કેવી પ્રક્રિયા એમાં ચાલી રહી હોય છે. અહીં પ્રશ્ન થાય,
થાય ?
પ્ર૦ – સામર્થ્યયોગ માંડે ત્યારે કોઇ વિશિષ્ટ જ્ઞાન
– હા, ગ્રંથકાર મહર્ષિ કહે છે કે, સામર્થ્યયોગ વખતે એક ‘પ્રાતિભ’ નામનું જ્ઞાન પ્રગટ થાય છે.
પ્રાતિભજ્ઞાન એ માર્ગાનુસારી વિશિષ્ટ ઊહા સ્વરૂપ જ્ઞાન છે. માર્ગાનુસારી એટલે કે સામર્થ્યયોગથી હવે જે સર્વજ્ઞત્વના માર્ગે પ્રયાણ થઇ રહ્યું છે ને અંતર્મુહૂર્તમાં જયાં સર્વજ્ઞતા-કેવળજ્ઞાન પ્રગટ થઇ જવાનું છે, તેને અનકૂળજ્ઞાન એ વિશિષ્ટ ઊહારૂપ જ્ઞાન છે, વિશિષ્ટ સ્ફુરણ રૂપ જ્ઞાન છે. આના અંગે
એક સમસ્યા ઊભી થાય છે કે –
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯
પ્રાતિભજ્ઞાન અંગે સમસ્યા ઃ
‘આ પ્રાતિભજ્ઞાનનો સમાવેશ મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનમાંથી કયા જ્ઞાનમાં સમાવેશ થાય ?'
ઉપલક રીતે જોતાં તો એ શાસ્ત્રયોગથી આગળનું જ્ઞાન હોઇ શ્રુતજ્ઞાનમાં જ સમાવેશ માનવો પડે, નહિતર જો એને એમ સ્વતંત્ર જ્ઞાન માનવામાં આવે, તો તો મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન ઉપર છઠ્ઠું જ્ઞાન હોવાનો પ્રસંગ ઊભો થાય ! જૈન મતે જ્ઞાન તો પાંચ પ્રકારે જ છે. ત્યારે આને કેવળજ્ઞાન સ્વરૂપ તો મનાય નહિ, કેમકે કેવળજ્ઞાન તો સામર્થ્યયોગનું કાર્ય હોઇ સામર્થ્યયોગરૂપી કારણના ઉત્તરકાળમાં થનારું હોય છે, અને આ પ્રાતિભ-જ્ઞાન તો સામર્થ્યયોગની હારોહાર પ્રગટ થનારું હોય છે. અંતતો ગત્વા શ્રુતજ્ઞાનરૂપ કહેવા જતાં એ શાસ્ત્રથી ઉત્પન્ન થનારું માનવું પડે; અને એમ માનવા જતાં પૂર્વે જે નિષેધ કર્યો કે ‘સિદ્ધપદની પ્રાપ્તિના હેતુઓ વિશેષરૂપે શાસ્ત્રથી જ નથી જણાતા' એ ન રહ્યું; પ્રાતિભજ્ઞાનરૂપ કૈવલ્ય-હેતુ શાસ્ત્રથી જ જણાઇ ગયો ! આમ સમસ્યા ઊભી થઇ કે પ્રાતિભજ્ઞાનનો સમાવેશ શ્રુતજ્ઞાનમાં કરવો કે કયાં કરવો?
For Private and Personal Use Only
આનું સમાધાન આ છે કે –
પ્રાતિભજ્ઞાન એ શ્રુતજ્ઞાનરૂપ નથી, કે કેવળજ્ઞાનરૂપ પણ નથી, તેમજ છઠ્ઠું જ્ઞાન પણ નથી, કિન્તુ પ્રભાતના અરુણોદય જેવું જ્ઞાન છે. અરુણોદય થાય એ સમયને રાત્રિ તથા દિવસથી જુદો ભાગ કહેવાય નહિ, તેમજ રાત કે દિવસ બેમાંથી એકરૂપ પણ કહી શકાતો નથી. અરુણોદય થયો એટલે પો ફાટયો. એ વખતે માણસને જગાડવો હોય તો જગાડનાર કહે છે, ‘ઊઠ ભાઇ ! ઊઠ, રાત પૂરી થઇ, અજવાળા નીકળ્યા'. આ હિસાબે અરુણોદયને રાત્રિ રૂપ કહેવાય નહિ. તેમ દિવસ પણ ન કહેવાય કેમકે દિવસ એ અહીં સૂર્યના ઉદય પછીની સૂર્ય-અસ્તિત્વની સ્થિતિ છે. ત્યારે અરુણોદય એ સૂર્ય ઊગ્યા પહેલાની સ્થિતિ છે. આમ અરુણોદયન દિવસ-રાતથી ઉભયથી જુદી સ્વતંત્ર સ્થિતિ નહિ, તેમ એ ન રાત, ન દિવસ,