________________
Shri Mahavir Jain Aradhana Kendra
શાસ્ત્રયોગ )
www.kobatirth.org
(૨) શાસ્ત્રયોગનું સ્વરૂપ
હવે શાસ્ત્રયોગ કેવા સ્વરૂપનો હોય તે બતાવે છે, - शास्त्रयोगस्तिवह ज्ञेयो यथाशत्तयप्रमादिनः ।
श्राद्धस्य
तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ ४ ॥ અર્થાત્ અહીં યોગતત્ત્વમાં ‘શાસ્ત્રયોગ’ એટલે કે શાસ્ત્રપ્રધાન ધર્મયોગ (ધર્મવ્યાપાર) તેનો જાણવો
(૧) યથાશક્તિ નિદ્રા-વિકથાદિ પ્રમાદથી રહિત
હોય,
(૨) તેવા પ્રકારના મોહના નાશથી સંપ્રત્યયાત્મક આદિ શ્રદ્ધાથી યુકત હોય, અને (૩-૪) તીવ્રબોધ-પટુબોધથી યોગની આગમોકત અખંડિતતાવાળો હોય. કાળ-મુદ્રાદિ અંગેના દોષો કે સ્ખલનાઓથી બાધિત-ખંડિત થયા વિના અખંડ સાધનાવાળો હોય.
શાસ્ત્રયોગી આ જ લક્ષણવાળો હોય.
આ પટુબોધ વિનાનાને દોષ અતિચારોની ગમ જ ન હોય, તેથી શાસ્ત્રયોગને એ શું સાધી શકે ? તો શાસ્ત્રયોગ માટે શું શું જરૂરી ?
(૧) યથાશક્તિ પ્રમાદ-ત્યાગ,
(૨) સંપ્રત્યયાત્મક શ્રદ્ધા, (૩) તીવ્રબોધ, અને
(૪) અવિકલ યોગ, યાને યોગની અખંડિતતા.
આ ચારની વિચારણા કરવી છે. એ વિચારણા એવી રીતે કરવી છે કે ઇચ્છાયોગની કક્ષાની સાધનામાંથી એવી શાસ્ત્રયોગની સાધનામાં જવા માટે શું શું કરવું જોઇએ એનો ખ્યાલ આવે. આ ખુલાસો એટલા માટે જરૂરી છે કે સાંભળતાં એમ ન લાગે કે આટલા ઊંચા શાસ્ત્રયોગના વર્ણનમાં આવી નીચેની ભૂમિકાની વાત કેમ કરો છો ? નીચેની ભૂમિકાની વાતો એટલા માટે સાથે સાથે જણાવવી જરૂરી છે કે શાસ્ત્રયોગની ભૂમિકાના તે તે ગુણોની દિશામાં જવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫
કેવા કેવા પ્રયત્નો કરવા જોઇએ એની સમજ આવે. અહીં ઇચ્છાયોગમાં ધર્મયોગ વિકલ અર્થાત્ ક્ષતિઓથી ખંડિત હતો, તે હવે શાસ્ત્રયોગમાં અખંડિત યોગસાધના બને છે. એ અખંડિત યોગસાધના માટે અહીં ત્રણ સાધન જરૂરી બતાવે છે, - (૧) અપ્રમાદ (૨) વિશિષ્ટ શ્રદ્ધા, ને (૩) તીવ્રબોધ.
(૧) અપ્રમાદિતા : પ્રમાદરહિતતા ત્યારે હવે એ જોઇએ કે, શાસ્ત્રયોગી કેવા અપ્રમાદી એટલે કે પ્રમાદ વિનાના હોય ?
પ્રમાદ આ છે, નિદ્રા, વ્યસન, વિકથા, કુથલી, રાદ્વેષાદિ કષાય, વિષયાસકિત, સ્મૃતિભ્રંશ, ધર્મક્રિયામાં ભ્રાંતિ, ધર્મમાં અનુત્સાહ, ધર્મ પ્રત્યે અનાદર, વગેરે.
શાસ્ત્રયોગી આમાંના એક પણ પ્રમાદને કયારેય પણ સેવનારા ન હોય શું રાત્રે કે શું દિવસે, શું છ દહાડે કે શું છત્રીસ દહાડે, એકવાર પણ એક પ્રમાદનું ય સેવન નહિ. જિનેશ્વર ભગવાન ચારિત્ર લઇને આવી શાસ્ત્રયોગની કક્ષાની અપ્રમત્ત સંયમની સાધના કરનારા શાસ્ત્રયોગી હોય છે.
For Private and Personal Use Only
શ્રી ઋષભદેવ ભગવાને ચારિત્ર લઇને કેવળજ્ઞાન પામવા પૂર્વે આવા અપ્રમત સંયમની સાધના સળંગ ૧૦૦૦ વર્ષ કરી ! કેવો જંગી કાળ આટલા મોટા કાળમાં શું દહાડે, કે શું રાત્રે, જમીન પર પલાંઠી માંડીને બેસવાની વાત નહિ, તો સૂવાની ને નિરાંતે નિદ્રા લેવાની વાતે ય શી ? તે ય હજારો વર્ષ મૌન રાખ્યું ! એટલે કાંઇ પણ બોલવું જ નથી પછી કોઇની ય સાથેના તો વિકથા, કુથલીને જગા જ કયાં ? ૧.વિકથા - કુથલી - પ્રમાદ
‘વિકા’ એટલે પાપકથા; અર્થાત્ સ્ત્રી-ભકત-દેશ-રાજકથાઃ આ ચાર અને દર્શનભેદિની કથા, ચારિત્રભેદિની કથા વગેરે પાપકથામાંથી એકે ય પ્રકારની વાત નહિ કરવાની. ન સ્ત્રીયો સંબંધી