________________
Shri Mahavir Jain Aradhana Kendra
૮૬ )
www.kobatirth.org
પાપ - વિકલ્પોથી નુકસાનો
અશુભ વિકલ્પ એ જાણે ક્ષયનો જંતુ છે. એ એક મનમાં પેઠો કે –
(૧) બીજા અનેક અશુભ વિકલ્પ-જંતુઓ ઉત્પન્ન કરે છે. એથી વળવાનું કશું જ ન હોય, છતાં એ એટલી ભયંકર સ્થિતિએ પહોંચી જાય છે, કે –
(૨) હૃદયને કાળું મેશ કરી મૂકે,
(૩) મગજને તપાવી દે છે, અને
(૪) રૌદ્ર ધ્યાનમાં ચઢાવી નરકના ભાતાં ભેગા કરાવે ! લ્યો, અશુભ વિકલ્પ કરીને શો સાર કાઢયો ? એથી પ્રસન્નચંદ્ર રાજર્ષિને સાતમી નરકના ભાતાં ભેગા થયા!
(૫) શરીરની ધાતુઓને એ ઉશ્કરી મૂકે છે, તેથી આખું ય ઘડતર ફરી જાય છે.
(૬) પછી તો એ અશુભ વિકલ્પોની આવૃત્તિ ચાલ્યા કરે છે, તે ય સહજભાવે !
(૭) પાપ-વિકલ્પોના કાળ દરમિયાન સારી ભાવનાઓ, તત્ત્વના ચિંતનો, મહાપુરુષના જીવન-સ્મરણો કે માત્ર પ્રભુના નામજાપને પણ અવસર રહેતો નથી. તેથી
(૮) અશુભ વિકલ્પોમાં માનવજીવનનો અમૂલ્ય સમય, વિના સુકૃત કમાણીએ વેડફી નાખવાનું થાય છે.
(૯) બીજું એક નુકસાન એ પણ છે કે સારામાં સારા સ્નેહી માટે પણ એણે આપણું બગાડયું માની જો આપણે ખોટા વિકલ્પમાં ચઢયા, તો એ દુશ્મનરૂપ લાગશે, અને પછીના આપણા એવા વર્તાવ થશે કે ખરેખર એ દુશ્મન બની જાય.
ખરેખર તો ત્યાં આપણા અશુભ કર્મનો ઉદય અને મૈત્રીભાવના વિચારવી જોઇએ; તો એ ખોટા વિકલ્પ નહિ ઊઠે, નહિ લંબાય. ત્યારે, –
અશુભ વિકલ્પોને જો મૂળમાંથી રોકીએ તો કેટલીય સારા પુરુષાર્થની કરણીને અવકાશ રહે છે. માત્ર, આપણા કર્મના ઉદયની વિચારણા અને સામા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
તરફ મૈત્રીભાવના આ બે જાગ્રત જોઇએ; તો વિકલ્પ અટકશે. પછી તો જુઓ કે વિકલ્પ વિનાના મસ્ત મનથી ધર્મની કેવી કમાઇ!
આવા અનેક નુકસાનો લાવનારા ખોટા વિકલ્પોથી બચવા રાજમાર્ગ આ, કે - (૧) ધર્મયોગો વારંવાર આરાધાય, (૨) એમાં દિલ ચોંટાડી-ભેળવી એકરસ કરાય, અને (૩) દિલ એમાં ઠરે એવું કરાય.
પ્રેમાળ, રૂપાળી અને સેવાકારી તથા આજ્ઞાંકિત પત્ની માટે સારી ચીજોની ખરીદી કરવામાં અને એ માટે બે કલાક બજારોમાં ઘુમવામાં પતિનું દિલ કેવુંક ઠરે છે! લોભી વેપારીનું કલાકોભર વેપાર કરવામાં દિલ કેવું ઠરે છે! એવું ધર્મયોગોની સાધનામાં દિલ ઠરવું જોઇએ.
ધર્મમાં દિલ ઠારવા માટે આ વિચારો, કે - (૧) આ ઉચ્ચ ધર્મસાધનાઓ એ માનવભવનો લહાવો છે; માટે ધર્મસાધનામાં મારું દિલ ઠામું. લગ્ન એ સંસારી જીવનનો લહાવો સમજયા પછી લગ્નની લાંબી પણ ક્રિયાઓમાં દિલ કેવુંક ઠરે છે!
(૨) ‘જગતના દુ:ખી જીવો બિચારા ભૂખ-ત્રાસ વગેરે અપાર કષ્ટ સહવા છતાં એમની પાસે ધર્મસમજ જ ન હોવાથી એમને તપ-પરિસહજિનભકિત વગેરે ધર્મનો લહાવો નથી. તો મને ધર્મસમજ મળ્યાથી આ ધર્મનો લહાવો મળ્યા પછી એમાં ઠરવાનું ચૂકું ?
(૩) સંસાર નાશવંત છે, પરાયો છે, અહિતકારી છે; ત્યારે ધર્મ એ અવિનાશી છે, મારો પોતાનો છે, અને હિતકારી છે. ૫૨ભવે એના સંસ્કાર ચાલે છે, પરભવે ધર્મ સુલભ બને છે. તો પછી મારું દિલ સંસારમાં શું કામ ઠરે ? દિલ ધર્મમાં જ ઠરે.’’
For Private and Personal Use Only
ક્ષાયિક સમકિતી રાજા શ્રેણિકનું દિલ એમ જ સંસારમાં નહોતું ઠરતું, પણ પ્રભુભકિતમાં ઠરતું. તેથી