________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨)
(યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
યોગ્ય. “અભવ્ય' એટલે મુકત થવા યાને મોક્ષ પામવાને અયોગ્ય. ભવ્યમાં ભવ્યત્વ હોય. અભવ્યમાં અભવ્યત્વ. આ ભવ્ય-અભવ્ય અનાદિ કાળથી હોય એટલે ભવ્ય એ કદી અભવ્ય ન થાય, અભવ્ય કદી ભવ્ય ન થાય. “આપણો જીવ ભવ્ય ? કે અભવ્ય”? આપણો મોક્ષ થશે કે નહિ ? આવી જો શંકા પણ પડે તો નિશ્ચિતપણે આપણે ભવ્ય છીએ. અભવ્ય કદી મોક્ષ તત્ત્વ જ ન માને, એટલે એને “મારો મોક્ષ થશે કે નહિ' એવી શંકા પણ ઊઠે નહિ; એને ભવ અર્થાત્ સંસાર સિવાય કાંઈ માનવાનું છે જ નહિ. એટલે “મારે ભવમાં જ રખડવું પડશે'?-એવો ભય પણ થાય જ નહિ. “હું અભવી તો નહિ હોઉ? શું મારે ભવમાં જ ભટકયા કરવાનું ?' આવો ભય ભવીને જ થાય. એવા ભવમાં-ભવ્યમાં ભવ્યત્વ હોય એટલે કે મોક્ષ પામવાની લાયકાત હોય....
હવે ભવ્યત્વ સઘળા ભવ્ય જીવોમાં આમ તો મોક્ષની લાયકાત રૂપે એક જાતનું છે, છતાં બધા જ ભવ્ય એક સરખા નિમિત્તથી કે એક જ કાળે મોક્ષસાધક નથી બનતા; પરંતુ કોઇ કેવા નિમિત્ત પામી કેવા કાળે મોક્ષમાર્ગ આરાધે છે, અને કેવા કાળે મોક્ષ પામે છે. તો બીજા વળી બીજા જ નિમિત્ત પામી અને બીજા જ કાળે સાધક બની મોક્ષ પામે છે. આ સૂચવે છે કે ભવ્ય છતાં અન્યાન્ય સાધનાથી અને અન્યાન્ય કાળે મોક્ષ થાય છે, માટે એના મૂળમાં કારણભૂત યોગ્યતા યાને ભવ્યત્વ વ્યકિતદીઠ જુદું જુદું માનવું જ પડે. એને “તથાભવ્યત્વ' કહે છે. એ પણ સઘળા ભવ્યોને અનાદિથી જ ચાલુ છે. એ ભવ્યોમાં જે ભવિષ્યમાં તીર્થંકર બનનાર ભવ્યાત્માઓ હોય છે, એમનામાં વળી વિશિષ્ટ કોટિનું તથાભવ્યત્વ હોય છે; કેમકે એમની સાધનાઓ, નિમિત્તો વગેરે જુદી જ કક્ષાના હોય છે.
અહીં એક વસ્તુ ખાસ ધ્યાન દેવા યોગ્ય છે કે આ ભવ્યત્વ તથાભવ્યત્વ કે વિશિષ્ટ તથાભવ્યત્વ અનાદિ સિદ્ધ હોવા છતાં જીવ મોક્ષ પામતાં એ નષ્ટ થઈ જાય
છે. મોક્ષમાં ભવ્યત્વ ન રહે. દૂધમાં દૂધપાક નથી બિન્યો ત્યાં સુધી દુધપાક બનવાની યોગ્યતા કહેવાય.
પરંતુ દુધપાક બની ગયે “આ દૂધપાકમાં દૂધપાક બનવાની યોગ્યતા છે' એમ ન કહેવાય.
મોક્ષમાં ભવ્યત્વનો નાશ કેવી રીતે? -
પ્ર- કર્મસંયોગ ભલે અનાદિથી ચાલુ છે, પરંતુ તે તો પ્રવાહથી અનાદિ છે, બાકી તો આત્મા પર કોઈ કર્મ અનાદિના ચોટેલા હોતા નથી જ. દરેક કર્મ નવાં જ ચોટે છે. નવાં જ બંધાય છે, ને એ ઉદય પામતાં ભોગવાઇને નષ્ટ થાય છે. એટલે છેલ્લે અયોગ-અવસ્થામાં યોગ નથી એટલે નવાં કર્મ બાંધવાના જ નથી, અને જુનાં કર્મ બધાં જ ભોગવાઇ જઈ નષ્ટ થવાનાં છે; તેથી હવે કર્મસંયોગ સર્વથા નષ્ટ થયો કહેવાય. પરંતુ તથાભવ્યત્વ તો કર્મસંયોગની જેમ પ્રવાહથી અનાદિનું નથી, કિન્તુ આત્માના અનાદિ સ્વભાવરૂપ છે, તો જેમ જ્ઞાન, જીવત્વ વગેરે આત્માના અનાદિ સ્વભાવરૂપ હોઇ એનો મોક્ષમાં નાશ નથી થતો, તો પછી આત્માના અનાદિ સ્વભાવરૂપ આ તથાભવ્યત્વનો નાશ કેમ થાય?
ઉ- અહીં બંને વચ્ચે ફરક સમજવાનો છે, જ્ઞાન, જીવત્વ વગેરે એ યોગ્યતારૂપ નથી, કિન્તુ આત્માનું સ્વરૂપ છે; જયારે ભવ્યત્વ તથાભવ્યત્વ એ મોક્ષ પામવાની યોગ્યતારૂપ છે. જેમ કાષ્ઠમાંથી કે પાષાણમાંથી શિલ્પી પ્રતિમા બનાવે છે, ત્યાં પહેલાં એ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા જુએ છે. જો યોગ્યતા જુએ તો જ એના પર ઓજાર લગાવી લગાવી એને ઘડી ઘડીને પ્રતિમા બનાવી શકે છે. જયારે કાષ્ઠ કે પાષાણ પ્રતિમારૂપ બની ગયા પછી એમાં કાંઇ પ્રતિમા બનવાની યોગ્યતા નથી કહેવાતી. પૂરી પ્રતિમા બની ગઈ એ કાષ્ટમય કે પાષાણમય હોવા છતાં હવે એમ નથી કહેવાતું કે આ કાષ્ઠ કે પાષાણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે; કેમકે હવે કાંઈ એના પર ઓજાર પ્રયોગથી બીજી નવી પ્રતિમા ઘડી શકાતી નથી, ઘડી શકાય એવું રહ્યું નથી. એ સૂચવે છે કે પ્રતિમા બની ગઈ પછી એનામાં હવે પ્રતિમા બનવાની યોગ્યતા નથી, યોગ્યતા નષ્ટ થઈ ગઈ.
બસ, એ રીતે મૂળ જીવમાંથી જ શિવ થાય છે.
For Private and Personal Use Only