________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૦)
એય પ્રેમ છે, પણ ઊંચી કક્ષાનો પ્રેમ; તેથી પ્રેમના કાર્ય કરતાં ભકિતનાં કાર્ય ઊંચા હોય છે. દા.ત.
પત્ની કહેશે ‘બજારમાંથી કપડું લેતા આવજો,’ અને માતા પણ કપડું લાવવાનું કહે, ત્યારે કપડાની ખરીદી વખતે જોવામાં ભેદ પડશે. પત્ની માટે કપરું સારું છે ને ? એ જોશે, પરંતુ માતા માટે કપડું લેવામાં ‘વિશેષ સારું છે ને ?' એ જોશે. એમ પાણી પાવાનું હશે તો પત્નીને પ્રેમથી પાણી પાશે, પરંતુ માતાને વિશેષ આદર અને કાળજીથી પાણી પાશે; પત્નીને સામાન્ય પવાલાથીય પાણી પાઇ દેશે, પણ માતાને વિશેષ સારા પવાલામાં પાણી લઇ માતાને ખૂબ માનથી પવાલો આપશે; અને કદાચ કહેશે ‘સારું કર્યું મા ! મને આટલી સેવાનો લાભ આપ્યો.' શું આ ? પ્રેમ ઉપરાંત ભકિતનો પ્રકાર.
બસ, વંદનાદિ ક્રિયા કરાય, તે ત્રીજી યોગદ્દષ્ટિમાં પ્રીતિથી કરાય છે, અને ચોથી યોગદ્દષ્ટિમાં ભકિતથી કરવામાં આવે છે. ધર્મક્રિયા-ધર્મયોગ પર આપણને આવી શુદ્ધ પ્રીતિભકિત આવી હોય તો આપણે આશ્વાસન લઇ શકીએ કે મારે યોગની ત્રીજી-ચોથી દૃષ્ટિ આવી હશે.'
પરંતુ જોજો, આટલા માત્રથી ત્રીજી-ચોથી યોગદ્દષ્ટિમાં આવ્યાનો વિશ્વાસ નથી ધરવાનો; કિન્તુ આગળ યોગદ્દષ્ટિઓનાં વિસ્તારથી વર્ણન ચાલશે ત્યાં એ દરેકનાં જે સ્વરૂપ, જે લક્ષણ, જે ગુણ અને જે દોષત્યાગ વગેરે બતાવવામાં આવશે, એ પણ આપણામાં આવ્યા છે ને ? એ જોવું જોઇશે; અને ન આવ્યાં હોય તો નિરાશ થવાની જરૂર નથી પરંતુ એટલું જાણવા મળ્યા પછી આપણને કર્તવ્ય-રાહ સૂઝશે કે ‘તો પછી મારે હવે શું શું કરવું જોઇએ ?' અને એ સૂઝયા પછી એ લક્ષણ ગુણ વગેરે માટે પ્રયત્ન પુરુષાર્થ સુલભ બનવાનો.
બાકી દીવાના પ્રકાશ જેવો ચોથી દીપ્રા દૃષ્ટિમાં બોધ-પ્રકાશ એટલો બધો તેજસ્વી હોય છે કે આગળ કહેવાના છે કે અહીં જીવને ધર્મની મમતા પ્રાણ કરતાં પણ અધિક ઊભી થાય છે. એટલે અહીં એ ધર્મ માટે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
જરૂર પડયે પ્રાણ છોડવા તૈયાર હોય છે, પણ પ્રાણ બચાવવા માટે ધર્મ છોડવા તૈયાર નહિ. આમ છતાં અહીં એને સર્વજ્ઞ ભગવાનનું શાસન નથી મળ્યું એટલે તત્ત્વોમાં વાસ્તવિક હેય પદાર્થો કયા અને ઉપાદેય કયા, એ વિવેક નથી પ્રગટયો. એ હેય-ઉપાદેયનો પ્રકાશ સર્વ સમસ્ત અતીન્દ્રિય પદાર્થના દ્રષ્ટા અનંતજ્ઞાની વિના બીજું કોણ આપી શકે ? અહીં ભલે અતિ મંદમાં મંદ,પણ મિથ્યાત્વ અવસ્થા હોવાથી આ ખરેખર હેય-ઉપાદેયનો વિવેક નથી મળ્યો, છતાં આત્મદા સમ્યક્ પ્રાપ્તિની અતિ નજીકની અવસ્થા હોવાથી ઉત્તમ પ્રકારની હોય છે. (૫) સ્થિરાદ્દષ્ટિ
( टीका-) स्थिरा तु भिन्नग्रन्थेरेव भवति तद्बोध रत्नप्रभासमान स्तद्भावाऽप्रतिपाति प्रवर्धमानो निरपायो नापरपरितापकृत् परितोषहेतुः प्रायेण प्रणिधानादियोनिरिति ।
અર્થ : સ્થિરા દૃષ્ટિ તો ગ્રંથિ ભેદ કર્યો હોય એને જ હોય છે. એનો બોધ રત્નના પ્રકાશ જેવો હોય છે. એ બોધભાવ અપ્રતિપાતી (અપતનશીલ), વધતો જ જતો, કોઇ જાતના અપાય વિનાનો, બીજાને સંતાપ નહિ કરાવનારો, નિર્દોષ આનંદકારી, અને પ્રાયઃ પ્રણિધાન-પ્રવૃત્તિ આદિનું બીજભૂત હોય છે. વિવેચનઃ
આત્મામાં યોગદ્દષ્ટિનો જેમ જેમ વિકાસ થતો જાય છે, તેમ તેમ એનામાં બોધપ્રકાશ વધતો આવે છે. તે વધીને ચોથી ‘દીપ્રા' યોગદ્દષ્ટિમાં દીવાના પ્રકાશ જેવો બોધ બને છે; ત્યારે પાંચમી સ્થિરા દૃષ્ટિમાં અંધારામાં અજવાળું કરે એવા ઝગમગતા ‘રત્નની પ્રભા’ -રત્નના પ્રકાશ જેવો બોધપ્રકાશ હોય છે. દીપક અને રત્ન વચ્ચે કેવો ફરક ? દીપકને તેલ જોઇએ, વાટ જોઇએ, બહુ પવન ઝપાટા ન જોઇએ, તેલ ખૂટે તો દીપક ઓલવાઇ જાય, ત્યારે રત્નને એ તેલ-વાટની કશી જરૂર નહિ; છતાં એનો નિત્ય પ્રકાશ ! પવન-ઝપાટા એને કશું કરી શકે નહિ, એનો પ્રકાશ બંધ ન પડે. માટે એ અપ્રતિપાતિ’
For Private and Personal Use Only