________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘પરાર્થ પ્રવૃત્તિ’ ૨)
ધર્મ-ક્રિયાના અજીર્ણવાળા જીવોમાં ક્રિયાના અભિમાનને લીધે ગંભીરતા ઉદારતા નહિ, તેથી બીજા ભૂલભા કરનારા જીવને એ ભૂલ સુધરાવવા જશે, પરંતુ પહેલાં એને ઉતારી પાડશે, તિરસ્કારશે, એની સૂગ ક૨શે કે ‘આટલું આવડતું નથી ? દુનિયાની વાતનું ડહાપણ તો બહુ છે, અને અહીં ધર્મની વાતમાં જ‘ઢ' જેવા છો ?' આ રીત કૂનેહની ન ગણાય. કૂનેહવાળો તો ભૂલતા જીવને પહેલાં આવકા૨શે કે ‘વાહ ! ભાગ્યશાળી છો તમે, કે દુનિયા જયારે પાપમાં પડી છે, ત્યારે તમે પાપ છોડી અહીં ધર્મ કરવા આવ્યા છો ! હવે જુઓ પુણ્યશાળી ! આ ધર્મક્રિયામાં જરાક આટલી વિધિ સાચવવાની છે. એથી ધર્મક્રિયા લાખ રૂપિયાની બને છે. જાણવા છતાંય વિધિ ભુલાય તો ય ગભરાશો નહિ, અમે ય પહેલાં તમારા જેવા જ ભૂલકણા હતા, બહુ ભૂલતા હતા; પરંતુ ગુરુમહારાજના ને સાધર્મિકના માર્ગદર્શનથી અમારી ભૂલો સુધરી છે.’
આ રીતે સામાને પ્રોત્સાહન આપવું એ કૂનેહ કહેવાય. ગંભીરતા હોય એ સમજી શકે છે કે નવા નવાને જ્ઞાનાવરણાદિ કર્મવશ અજ્ઞાનતા અને મોહને લીધે સહેજે ભૂલ થાય. જૂનાને પણ ચિંધનાર ન મળ્યા હોય તો એ ય સ્ટેજે ભૂલે. સ્થિરાદિ દૃષ્ટિવાળા જીવોની પરાર્થ-પ્રવૃત્તિ આ રીતે કુનેહવાળી હોય, તેથી એ હિતમાર્ગને નહિ સમજનારા, નહિ આદરનાર જીવોને હિતમાર્ગ સમજતા આદરતા કરે છે. એનું નામ ચારિ સંજીવનીના અચરક બળદને એ ચરાવવાના ન્યાય'થી હિતમાં નહિ પ્રવર્તનારા જીવોને પ્રવર્તાવનારા કહેવાય.
ચારિસંજીવની' ન્યાયથી બીજાને હિતમાં પ્રવર્તાવવાનું બે રીતે હોય,
(૧) સ્વહિતની પ્રવૃત્તિ જ એવી કૂનેહભરી કે જે બીજાના પણ લાભમાં ઉતરે;
(૨) બીજાને ચાહીને કૂનેહથી હિતમાં પ્રવર્તાવે.
(૧) આમાં પહેલામાં, દ્દષ્ટાંત તરીકે પત્ની, પર્વ દિવસે વિશેષ ધર્મ કરવાની રુચિવાળી હોય, એને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૭
ત્રણ ટાઇમનું ભઠિયારું ફૂટવાનું ન રહે, એટલા માટે પતિ પોતે એકાસણું આંબેલ ઉપવાસ જેવો તપ કરી લે. પતિનો આ તપ એ સ્વહિતની પ્રવૃત્તિ છે, પણ આડકતરી રીતે એ પત્નીના લાભમાં ઊતરે છે
અથવા, પ્રભુદર્શનમાં ભગવાનની આજ્ઞા છે કે પુરુષે જમણી બાજુ અને સ્ત્રીએ ડાબી બાજુ ઊભા રહી દર્શન કરવા. આ આજ્ઞાથી પોતે જમણી બાજુમાં ઊભો રહી દર્શન કરે એ જિનાજ્ઞાપાલનની સ્વહિતની પ્રવૃત્તિ છે, પરંતુ એમાં બીજા પાછળવાળાને દર્શનનો સહેજે લાભ થઇ જાય છે. જો પોતે બરાબર વચમાં ઊભો રહી દર્શન કરે તો પાછળવાળાને દર્શનનો લાભ
ન થાય.
અથવા, શ્રાવક વેપાર કરે એ સ્વાર્થની પ્રવૃત્તિ છે, પરંતુ એમાં ન્યાયથી અને વ્યાજબી ભાવથી વેપાર કરે એમાં ન્યાયસંપન્નતા અને દયાનો પોતાને લાભ તો ખરો, કિન્તુ એમાં સાથે સાથે પ૨ને-ધરાકને છેતરાવું કે લૂંટાવું ન પડે એ ૫૨ને લાભ થયો. કહો કે,
શ્રાવકની જયણાથી સ્વાર્થ પ્રવૃત્તિ લગભગ પરના લાભમાં જાય.
દા. ત. (૧) ભોજન કરવામાં ઉણોદરી અને ત્યાગવૃત્તિ રાખે એ પોતાને લાભ, છતાં પાછળવાળાને પૂરતું જમવા રહે એ પરને લાભ. એમ પોતાની ધર્મપ્રવૃત્તિ એવી ઉચિત રીતે રાખે, કે કુટુંબીઓને સહેજે ધર્મપ્રવૃત્તિની તક રહે. ઉપાશ્રયમાં પ્રતક્રિમણ કરવા જાય ત્યાં એવી રીતે બેસે, કે બીજાને બેસવાની સારી જગા મળે, એ સ્વહિતની પ્રવૃત્તિમાં સહજ પરાર્થતા.
(૨) બીજામાં ૫૨ને કૂનેહથી હિતમાં પ્રવર્તાવે; દા.ત. બાપ સૌમ્ય અને ઉદાર સ્વભાવ રાખી દીકરાને પહેલાં પોતાના પર ખૂબ સદ્ભાવ-બહુમાનવાળો કરે, પછી એને હિતની વાત કરે, એ દીકરો આનંદથી વધાવી લે. દા.ત. વિલાયતમાં એક યુવાનને બાપથી ખાનગી સીગારેટ પીવાની કુટેવ, તે એકવાર કોઇ પાસેથી સાંભળીને બાપને ખબર પડી ગઈ. એણે કૂનેહ વાપરી. રજાના દિવસે બાપ દીકરો આનંદથી
For Private and Personal Use Only