________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૮)
વિચારસરણીવાળું આરાધવાનું. દા.ત. સામાન્ય માણસ પ્રભુદર્શન કરે એ સામાન્ય ભાવથી ‘અહો ! કેવા જગઉપકારી ભગવાન ! વાહ રે વાહ પ્રભુ ! ધન્ય તમારું જીવન !' એટલું જ, પરંતુ આ ગંભીર ઉદાર આશય સાથે દેવદર્શન કરનારો વીતરાગના દર્શનમાં પોતાની વીતરાગતા સુધીનું મહાઉત્થાન દેખે; જેમ હરિભદ્ર પુરોહિતે અને શયંભવ બ્રાહ્મણે કર્યું. વળી આ દર્શન આત્મસિદ્ધ યાને ચિરસ્થાયી કેમ બને એવી પદ્ધતિ અપનાવે, જેથી એના પર પછીથી અવનવી શુભ ભાવનાઓ અને શુભ અધ્યવસાયો ચાલે.
(૭) પ્રભાદ્દષ્ટિ
(टीका) प्रभायां पुनरर्कभासमानो बोधः, स ध्यानहेतुरेव सर्वदा, नेह प्रायो विकलल्पावसरः, प्रशमसारं सुखमिह । अकिंचित्कराण्यात्रान्याशास्त्राणि, समाधिनिष्ठमनुष्ठानं, तत्संनिधौ વૈરાવિનાશ:, परानुग्रहकर्तृता, औचित्ययोगो विनेयेषु तथाऽवन्ध्या सत्क्रियेति ।
અર્થ :- પ્રભા નામની ૭મી દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ-પ્રકાશ હોય છે. એ સર્વદા ધ્યાનનું જ કારણ બને છે. અહીં પ્રાયઃ વિકલ્પનો અવસર નથી. અહીં તો ઉપશમભર્યું સુખ હોય છે. બીજા શાસ્ત્રો તો અહીં અકિંચિત્કર (નિરુપયોગી) બની જાય છે. અનુષ્ઠાન સમાધિનિષ્ઠસ્વસ્થચિત્તમાં રહેનારું બને છે. પ્રભાષ્ટિવાળાના સંનિધાનમાં (બીજા જીવોના) વૈર આદિનો નાશ થાય છે. આ દૃષ્ટિવાળામાં ઉચ્ચકોટિની ઉપકારકારિતા આવે છે, શિષ્યો પ્રત્યે (પૂર્ણ) ઔચિત્યનો યોગ રહે છે, તેમજ સમ્યક્ ક્રિયા અહીં અવન્ધ્ય અર્થાત્ નિષ્ફળ ન જ જાય એવી બને છે.
વિવેચન :
છઠ્ઠી 'કાન્તા' દ્દષ્ટિમાં તારા જેવો બોધપ્રકાશ હતો, ત્યારે, સાતમી ‘પ્રભા' નામની દૃષ્ટિમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ-પ્રકાશ હોય છે. એમાં એવી ઉચ્ચ કોટિની બોધ-રમણતા જ્ઞાન-રમણતા હોય છે, કે
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
વારે ને વારે એમાં એકાગ્ર-તન્મયતા આવી આવીને એ ધ્યાનરૂપ બની જાય છે. ધ્યાન શું છે ? જૈન શાસનનું ધ્યાન ઃ
અહીં ધ્યાન અંગે જૈન શાસનની એક વિશેષતા સમજવા મળે છે. તે એ છે કે, ધ્યાન એ માત્ર ખૂણે બેસી કોઇ એક વિષય પર એકાગ્ર ચિંતન કરવા સ્વરૂપ જ નથી, કિન્તુ ક્રિયા-અનુષ્ઠાનના એકેક અંગ પર એકાગ્ર લક્ષવાળા બનો તો તે પણ ધ્યાન જ છે. એ હિસાબે આ પ્રભા-દૃષ્ટિવાળાને માત્ર જ્ઞાનની રમણતામાં કયાંક એકાગ્રતા થાય એટલું જ ધ્યાન નથી, પરંતુ યોગદ્દષ્ટિના બોધ-પ્રકાશથી ભાવિત એમનાં ક્રિયા–અનુષ્ઠાનના પ્રત્યેક અંગોમાં પણ એકાગ્રતા થાય, તે પણ ધ્યાન જ છે. પ્રશ્ન થાય કે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર પણ આ ધ્યાન તો અનુષ્ઠાનથી પ્રેરિત બન્યું ને ? એટલે કે અહીં ધ્યાનમાં કારણભૂત તો અનુષ્ઠાન બન્યું ને ? બોધ-પ્રકાશ ક્યાં બન્યો ? ગ્રંથમાં તો આ લખ્યું છે કે,- આ પ્રભા-દૃષ્ટિનો બોધપ્રકાશ સર્વદા ધ્યાનહેતુ બને છે.
ઉ અનુષ્ઠાન એકલું કોરું હોય તો એ ધ્યાનહેતુ નથી બનતું; પરંતુ બોધ-પ્રકાશથી રંગાયેલુ-ભાવિત થયેલું અનુષ્ઠાન ધ્યાનહેતુ બને છે, એમાં બોધપ્રકાશની મુખ્યતા રહી; એટલે કહેવાય કે અનુષ્ઠાન દ્વારા પણ બોધ-પ્રકાશ જ ધ્યાન-હેતુ બન્યો.
વિકલ્પરહિતતા :
વળી આ બોધપ્રકાશ કેવો છે ? તો કે અહીં વિકલ્પોને અવસર નથી હોતો. અર્થાત્ આ બોધ-પ્રકાશ એવો ભવ્ય કોટિનો હોય છે કે અહીં બીજા-ત્રીજા વિકલ્પો ન ઊઠવા દે.
પ્ર← અહીંના બોધ-પ્રકાશનો જીવને એવો સ્વાદ લાગી ગયો હોય છે કે, મુફલીસ વિકલ્પો વિચારોમાં હવે એને કોઇ રસ, કોઇ સ્વાદ જ રહ્યો નથી.પછી જેનો રસ જ નહિ એ વિકલ્પો શાના ઊઠે ?
બીજી વાત એ છે કે પ્રભા-ષ્ટિમાં આવેલો જ્ઞાન-ક્રિયા બંનેમાં એટલો બધો
આત્મા
For Private and Personal Use Only