________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્મકાય – અવસ્થા )
આત્માની કરુણા ચિંતવે એ મુંડ કેવલી થાય છે. ‘મુંડ કેવલી' એટલે માત્ર પોતાના આત્માને તારે એવા કેવળજ્ઞાની, જયારે, પોતાની જ્ઞાતિ-ગામ-દેશ વગેરેના જીવોની કરુણા ચિંતવે એ ગણધર થાય છે ત્યારે, વિશ્વના સમસ્ત જીવોની કરુણા ચિંતવે એ તીર્થંકર થાય છે, અર્થાત્ તીર્થંકરપણાનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જે છે.... આ હિસાબે એ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવામાં સર્વજીવ-ભાવકરુણા પણ કારણભૂત છે, આવશ્યક છે.
પ્ર~ તો પછી અહીં શાસ્ત્રકારે કેમ એનું ગ્રહણ ન કર્યું ? કેમ માત્ર ‘વરબોધિથી સંવલિત અર્હાત્સલ્યથી તીર્થંકર નામકર્મ પ્રાપ્ત થવાનું લખ્યું ?
ઉ જેવી રીતે ‘અર્હાત્સલ્ય' શબ્દ બીજા સ્થાનકોનું સૂચક છે, એમ સર્વ જીવ કરુણાનું પણ સૂચક સમજવાનું છે; કેમકે જયારે ‘પંચસંગ્રહ' અને ‘તત્વાર્થ મહાશાસ્ત્ર’ આને આવશ્યક બતાવે છે, તો પ્રસ્તુત ગ્રંથકારને એ સંમત જ હોય.. અહીં એક પ્રશ્ન થાય,
પ્ર- સર્વજીવ-કરુણા એ જ આત્માઓ ચિંતવી શકે એમ કેમ કહ્યું ? એ તો સૌ કોઇ મોક્ષાર્થી જીવ ચિંતવે; કેમકે ધર્મના પાયામાં જ મૈત્રી કરુણા વગેરે ભાવ જરૂરી માન્યા છે. ત્યાં જો મૈત્રીભાવ યાને સ્નેહ સર્વ જીવ પ્રત્યે રાખવાનો છે, તો કરુણાભાવ પણ સર્વ દુ:ખી પ્રત્યે રાખવાનો હોય જ ? અને એમ જો સૌમાં એ હોય તો પંચસંગ્રહ શાસ્ત્રમાં કેમ તીર્થંકર બનનાર જીવોને જ સર્વજીવ-કરુણા હોવાનું કહ્યું ?
ઉ- કારણ એ છે કે કરુણા એટલે દુઃખીના દુઃખ દૂર થાઓ એવી માત્ર ભાવના નહિ; કેમકે એવી ભાવના તો મૈત્રીની ભાવના છે. મૈત્રી ભાવનામાં જેમ ‘સૌનું ભલું થાઓ, સૌ સુખી થાઓ', - એવી ભાવના આવે, એમ ‘સૌનાં દુઃખ દૂર થાઓ' એવી ભાવના પણ આવે. ‘સૌ સુખી થાઓ', - એ જો મૈત્રી ભાવના છે, તો ‘સૌનાં દુઃખ દૂર થાઓ', - એ કેમ મૈત્રી ભાવના નહિ?
ત્યારે કરુણાભાવના શું છે ? આ, કે ‘દુઃખીના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭
દુઃખ હું દૂર કરું' – એવી ભાવના. ‘પ્રશમરતિ શાસ્ત્ર'
કહે
છેઃ
“રહિતચિન્તા મૈત્રી,
परदुःख - विनाशिनी तथा करुणा । પરંતુવતુષ્ટિનુંવિતા, પરવોષોપેક્ષળમુપેક્ષા ।।''
અર્થાત્ – પરના હિતની ભાવના ‘પરનું હિત થાઓ, ભલું થાઓ' એવી ભાવના એ મૈત્રી છે; ૫૨ના દુઃખનો નાશ કરનારી કરુણા છે; પરના સુખ પ્રત્યે આનંદ એ પ્રમોદભાવ છે; ને ૫૨ના દોષોની ઉપેક્ષા કરવી એના તરફ દ્દષ્ટિ ન લઇ જવી, એ ઉપેક્ષા (માધ્યસ્થ્ય) ભાવ છે, આમાં કરુણાને ૫૨ના દુઃખનો નાશ કરનારી કહી એટલે કે પોતે જાતે પરના દુઃખ દૂર કરે એને કરુણા (દયા) કહી. એટલે એથી કરુણાભાવના ‘હું પરના દુઃખ દૂર કરું' એવી ઇચ્છાએ પ્રાપ્ત થાય છે..
એથી જ શાસ્ત્રવાર્તાની ટીકામાં ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે લખ્યું ‘વડુ: વ प्रहाणेच्छा વળા’ ૫૨ના દુઃખ પોતે દૂર કરવાની ઇચ્છા રાખે’ એ કરુણાભાવના છે; ને એ પોતાની શકિત અનુસાર થઇ શકે. એટલા જ માટે એમણે સકિતના ૬૭ વ્યવહા૨ની સજ્ઝાયમાં સમ્યક્ત્વના પાંચ લક્ષણ પૈકી ‘અનુકંપા' લક્ષણ માટે લખ્યું, “
‘દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા,
ધર્મ-હીનાની રે ભાવ;
ચોથું લક્ષણ અનુકંપા કહી,
For Private and Personal Use Only
નિજ શકતે મન લાવ.
રોગ
અર્થાત્ દુ:ખીના ‘દ્રવ્ય-દુઃખ’, – ભૂખ – તરસ – મારપીટ વગેરે, એ દૂર કરાય એ દ્રવ્યદયા; અને ધર્મહીન આત્માની ભાવદયા અર્થાત્ જીવનાં ‘ભાવ દુ:ખ', -ધર્મહીનતા, અજ્ઞાન, કષાય, દુર્બુદ્ધિ... વગેરે, એ દૂર કરાય, એ ભાવદયા. એને તું તારી શકિત અનુસાર મનમાં લાવ. અર્થાત્ એવી ઇચ્છા રાખ કે જીવોના દ્રવ્ય - દુઃખ, ભાવ-દુ:ખ હું મારી શક્તિ અનુસાર દૂર કરું' આવી ભાવનાને દયા-કરુણા કહી, એટલું જ નહિ પણ એ માટે કોશીશ