________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪)
વિચારે છે, ‘હવે ઊંઘીને શું મળવાનું ? લાવ, ધર્મધ્યાનમાં બેસું; એ પણ નિયમ લઇને બેસું; તેથી ધ્યાનના શુભ યોગની જેમ પાપની વિરતિના શુભ યોગનો પણ લાભ મળે.’ એમ કરીને એ પલંગ પરથી ઊતરી નીચે પ્રતિજ્ઞા કરીને બેસી ગયા કે ‘આ ગોખલામાં દીવો બળે ત્યાં સુધી મારે દેશાવકાશિક અને અરિહંત પંચપરમેષ્ઠીનું ધ્યાન રાખવાનું.
‘દેશાવકાશિક' એટલે અમુક મર્યાદિત દેશનો અર્થાત્ જગાનો જ અવકાશ, યાર્ને નિશ્ચિત પરિમાણ, છૂટ; બાંકીની બધી જગા ત્યાગ.
દા.ત. અહીં રાજાએ જે કટાસન પર બેઠા એટલી જ જગાની છૂટ રાખીને બહારની બધી જ જગાનો ત્યાગ, ત્યાં હરવા-ફરવાનું બંધ, ને એ જગાની વસ્તુ સાથે બધો વ્યવહાર બંધ !' બસ, આ નિયમ કરીને એમાં પરમેષ્ઠીનું ધ્યાન લગાવ્યું. હવે દીવામાં તેલ ખૂટવા આવી ગયેલું, એટલામાં દાસી આવીને તેલ પૂરે છે ! પરંતુ રાજા બોલતા નથી. દાસીને રોકવા એક ઊંકારો ય નથી કરતા, કેમકે એ દાસી પોતાના નિયમની બહારની જગામાં છે, તેથી એની સાથે કશો વ્યવહાર ન થાય. અરે ! મનમાં પણ દાસી પર દ્વેષ નથી લાવતા કે તને કોણે દોઢડાહી કરી કે તેલ પૂરે છે ? કેમકે કષ્ટ વેઠીને પણ નિયમ પાળવો છે, ને તેમાં સત્ત્વ કેળવવું છે.
અહીં દાસી પર ગુસ્સો ન આવે ? ના, હમણાં
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
જો આ નિયમ ન હોત અને અંધારે ઊઠયા હોત, ને કયાંક ભીંતે ભટકયા હોત, તો તો ત્યાં દાસી પર એમ થાત ને કે ‘ભાન નહોતું કે દીવામાં તેલ પૂરવું જોઇએ!' જો ત્યાં તેલ પૂરવામાં દાસી ડાહી લાગે, તો અહીં શા માટે એ દોઢડાહી લાગવી જોઇએ ? દાસીને થોડી જ રાજાના મનની વાતની અર્થાત્ મનના નિયમની ખબર પડે ? રાજા ચંદ્રાવતંક સમજદાર છે, નિયમમાં દ્દઢ છે, અને તે પણ ખૂબ પ્રસન્નતાથી પાલન કરનારા છે; કેમકે બીજા પણ કેટલાય રાજાઓની જેમ એ ધાર્મિક હૃદયવાળા હતા, તેથી હાલતાં ને ચાલતાં વ્રત અને પચ્ચક્ખાણ કરનારા ! તેમજ ઉદાર અને સહિષ્ણુ તથા સદ્ગુરુઓની પ્રેરણાથી આત્મહિત સાધનારા છે. એટલે એના અભ્યાસથી અત્યારે આ દેશાવકાશિક વ્રતવાળા બન્યા છે, અને કસોટી આવી તો એમાં પાર ઊતારનારા છે. કારણ કે એ સમજે છે કે,
કષ્ટ વેઠી ધર્મ ન સાધીએ તો ધર્મ સાથે સગાઇ કેમ થાય ?
કેમકે ધર્મ વખતે કષ્ટથી ભાગવામાં ધર્મ કરતાં સુખશીલપણું સગું કર્યું.
For Private and Personal Use Only
܀
Acharya Shri Kailassagarsuri Gyanmandir
܀
܀