________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪)
www.kobatirth.org
સાધુ-દીક્ષા એ સારંભ દ્રવ્ય-સ્તવના ત્યાગપૂર્વક નિરારંભ ભાવસ્તવરૂપ જ્ઞાનયોગનો સ્વીકાર કરવારૂપ છે.
જ્ઞાનયોગ : અહીં દીક્ષા અંગીકાર કરી, એટલે જ્ઞાનયોગ સ્વીકાર્યો, એમ કહ્યું. મોહયોગ સંસારમાં છે, ત્યારે જ્ઞાનયોગ ચારિત્રમાં છે. જ્ઞાનયોગનો ખપ હોય તો જ ચારિત્ર લેવું પ્રમાણ ગણાય. એટલા જ માટે ચારિત્રના અધિકારી તરીકે ભવ-વિરકતને જ અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્ય ધરાવનારને જ ગણ્યો. કેમકે સંસાર પર એકાંત જેને વૈરાગ્ય છે, એ હવે સંસારના મોહાનુસારી જીવનથી કંટાળ્યો છે. એને હવે મોહના ઊભા કરેલા ઇષ્ટાનિષ્ટ વિષયો અને ફોગટિયા સગાઇ-સંબંધો ગમતા નથી; એ દુન્યવી વિષયો ને પરિવાર ખાતર કરવી પડતી સાવઘ પ્રવૃત્તિ પણ એના મનમાં ભારે ખૂંચે છે. આ મોહ-સંબંધો અને એના યોગે કરવી પડતી સાવઘ પ્રવૃત્તિ એ મોહયોગ છે. સાચા વિરાગીને એના પ્રત્યે ભારે નફરત છે, અરુચિ અને દુઃખ છે. એને તો હવે ગમે છે ૫રમાત્મા સાથે
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
સંબંધ, પરમાત્માના શાસન સાથે સંબંધ, અને એ અંગેની જ પ્રવૃત્તિ. આ બધું માત્ર જ્ઞાનમૂલક છે, જરાય મોહપ્રેર્યું નથી; તેથી એ જ્ઞાનયોગ છે. અર્થાત્ જ્ઞાનના લીધે જ થતો ‘યોગ’ છે, સમ્યગ્ બોધથી જ નીપજતી મન-વચન-કાયાની પ્રવૃત્તિ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનયોગનો બીજો અર્થ એમ પણ થાય કે ‘જ્ઞાનમય યોગ' અર્થાત્ સાધ્વાચારો અંગે માનસિક ચિંતનાદિ અને વાચિક બોલ તથા કાયિક ક્રિયાઓ ખુદ જ્ઞાનમય છે, જ્ઞાનગર્ભિત છે, તત્ત્વજ્ઞાનની પરિણતિથી સર્વથા વ્યાપ્ત છે. આવું સાંસારિક દુન્યવી પ્રવૃત્તિમાં નથી, તેથી તે જ્ઞાનયોગ નથી. આમ ચારિત્ર જ્ઞાનયોગ-સ્વરૂપ હોવાથી સંસારથી અને સંસારના ભોગોથી વિરકત બનેલાને જ ચારિત્રનો અધિકારી ગણ્યો. એ વાત ચારિત્રની યોગ્યતા માટે દર્શાવેલ સોળ ગુણો પરથી નકકી થાય છે.
જે સંસારથી વિરકત, ભોગ-વિરકત બન્યો, તે ચારિત્ર માટે યોગ્ય બને છે.
✡✡✡
#
For Private and Personal Use Only