________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
$$ )
વાતચીત, ન ભોજન સંબંધી વાતચીત, ન કોઇ દેશ - ગામ-નગર-ઉદ્યાનાદિ સંબંધી, કે ન કોઇ રાજય સંબંધી વાતચીત.
(૧) સ્ત્રીકથામાં ‘કામરુ દેશની સ્ત્રીઓ રૂપાળી હોય છે, મુલાયમ સ્વભાવની હોય છે,' એમ સામાન્યથી સ્ત્રીઓ અંગે વાત આવે; અથવા ‘અમુક સ્ત્રી વિવેકવાળી' યા ‘સારા ભક્તિભાવવાળી.' ‘પ્રેમાળ’ - વગેરે વાતચીત એ સ્ત્રીકથા છે. અરે ! એક જ બોલ, એ ય સ્ત્રીકથા છે, વિકથા છે. એમ, સ્ત્રી સાથે ય વાતોચીતો એ સ્ત્રીકથા ય નહિ કરવાની. મહાતપસ્વી મુનિ નંદીષેણે વેશ્યા સાથે વાતમાં ઊભા રહ્યા તો પતન પામ્યા.
(૨) ભોજનકથામાં ભોજનની એકાદ વસ્તુ અંગે પણ ‘આ ચીજ આમ બને’, ‘આની સાથે આ વસ્તુ મેળવાળી ગણાય,’ દા.ત. ‘ખીચડી સાથે કઢીનો મેળ બરાબર બેસે,' આવો આવો એક પણ બોલ એ ભોજનકથા થઇ. એમ ભોજનની વસ્તુ બનાવવાની રીત અંગે ચર્ચા-વિચારણા-વાતચીત એ ય ભોજનકથા છે;અથવા ભોજનની કોઇ વસ્તુની વિશેષતા અંગેનો બોલ, દા.ત. ‘સુરતી જમણમાં ઘારીની વિશેષતા હોય છે,' આટલો ય ઉદ્ગાર એ ભોજનકથા છે. એમ ભોજનવસ્તુની પ્રશંસા ગુણગાન કે નિંદા, દા.ત. ‘ગરમ ચહાથી તેજી આવે,' ‘આજે લાપસી ખરાબ બની,' કારેલાના શાકના ગુણ સારા,’ આવું કાંઇક પણ બોલાય એ ભોજનકથા છે.
(૩) દેશકથામાં કોઇ ગામ-નગર-વન -ઉદ્યાન -નદી પર્વન વગેરે અંગેની વાત આવે. દા.ત. ‘અમેરિકા બહુ શ્રીમંત દેશ,’.. ‘અમુક ગામમાં કંજૂસ બહુ, '.... મારવાડમાં પાંચ રત્ન,'. કાશ્મિરમાં નૈસર્ગિક સૌંદર્ય ભારે,'. ‘મહાબળેશ્વર સારું હવા ખાવાનું સ્થળ,’ ગંગા નદી ઘણા પ્રદેશને પાણી આપે છે,' ‘સહરાના રણમાં પાણીના ફાંફા' ... આવો એકાદ પણ બોલ એ દેશકથા છે.
(૪) રાજકથા એટલે રાજયતંત્ર સંબંધી કે રાજય કે રાજાની આબાદી વગેરે અંગે વાત, દા.ત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
આજે ભારતની રાજયનીતિ બરાબર નહિ,' ‘રશિયામાં સામ્યવાદી તંત્ર,' ‘ઠાકોર રાજાઓ આપખુદ બની ગયેલા,' વગેરે એક પણ બોલ ઉક્તિ એ રાજકથા-રાજયકથા થઇ.
વિચારો, આપણા જીવનમાં આ ચાર વિક્થામાંના કેટલા બોલ બોલાતા હશે ? લાંબી ચર્ચા જ માત્ર નહિ, કિંતુ એકાદ બોલ પણ વિકથા બને છે. એ ખતરનાક છે; કેમકે એ નકરા રાગદ્વેષને પોષે છે, ને બાહ્ય ભાવને અર્થાત્ બિહિરાત્મભાવને પોષનાર બને છે. શાસ્ત્રયોગમાં આ એક અક્ષરની ય વિકથા ન હોય.
‘કુથલી' એટલે બિનજરૂરી વાતચીત . અરે ! બિનજરૂરી એકાદ બોલ પણ બોલવાનો નહિ. દા.ત. ‘રાતના માંકણ બહુ કરડયા,'.. આ બિનજરૂરી બોલ છે. વળી, ધરાર દેખે છે કે માણસ નાહી રહ્યો છે, છતાં એને પૂછે, ‘કેમ ? સ્નાન કરી રહ્યા છો ?' એ બિનજરૂરી બોલ છે. અથવા ‘બજારે નીકળ્યા હતા, રસ્તામાં ભીંડા સારા આવેલા જોયા, તે લઇ લીધા પણ આજકાલ દગો-ભેળસેલ બહુ, એમાં ચાર ભીંડા સડેલા નીકળ્યા ! ... વેપારીઓ કેવા લુચ્ચા બની ગયા છે !
.આ ફલાણા ભાઇનો દીકરો જુદું જમાવી બેઠો...’ બસ, આ ચાલી કુથલી ! આવી બિનજરૂરી વાતોચીતોથી શું પામવાનું?
કુથલીમાં લાખેણા માનવ-સમયની બરબાદી પામવાની ! માનવ-જનમની લાખેણી એકેક ક્ષણમાં ભાવપૂર્વક કોઇ નવકારસ્મરણ, મહાપુરુષ-ગુણગાન, તત્ત્વચિંતન, } તીર્થયાત્રા-ચિંતનથી લાખેણો એટલે કે અઢળક પાપક્ષય અને પુણ્યાનુબંધી પુણ્યનો લાભ મળે એવો બને એવો હતો;
એ પાપક્ષય-પુણ્યલાભ આ કુથલીમાં હજારો ક્ષણ ગુમાવ્યો.
અને વધારામાં એ કુથલી પાછળ (૧) કેટલાય રાગદ્વેષ કર્યા, (૨) જડની નિંદા-પ્રશંસા કરી જડને મહત્ત્વ આપ્યું, (૩) આર્તધ્યાન અને (૪) અસમાધિ
For Private and Personal Use Only