________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪)
ચાલુ રહે છે. તેથી સિદ્ધ અવસ્થાની તત્ત્વકાય-અવસ્થાને પરમજ્ઞાન સુખ સ્વરૂપ કહે છે. આવી જવલંત અત્યન્ત શુદ્ધ અવસ્થા વખતે એ યોગ્યતા શી?
વરબોધિ જુદું કેમ ? :
=
તીર્થંકરનો આત્મા પાક પર ચડેલા આ વિશિષ્ટ તથાભવ્યત્વના પ્રભાવે બીજા અતીર્થંકર સિદ્ધ થવાવાળા જીવોનાં સમ્યક્ત્વ-બોધિ કરતાં ઉત્તમ બોધિ યાને વરબોધિ પ્રાપ્ત કરે છે. એ વરબોધિ એટલા માટે છે કે એમાંથી અનેરી અરિહંત-વાત્સલ્ય વગેરે સાધના પ્રગટ થાય છે, જેના બળ ઉપર એમને જ તીર્થંકર-નામકર્મ આદિનાં ઉત્કૃષ્ટ પુણ્ય ઊભા થાય છે. તીર્થંકર બન્યા વિના મોક્ષ પામનાર જીવોએ મોક્ષસાધનામાં સામાન્યથી સમ્યક્ત્વ, અરિહંત-વાત્સલ્ય,.... વગેરેની સાધના કરી તો હોય છે, પરંતુ એનાથી એમની તીર્થંકર નામકર્મની પુણ્યાઇ ઊભી થઇ હોતી નથી, અને તીર્થંકરના જીવને તો આ પુણ્યાઇ પ્રાપ્ત થઇ હોય છે. એ સૂચવે છે કે આમના સમ્યક્ત્વ યાને બોધિ એ વરબોધિ હોવાથી, તથા અર્હદ્-વાત્સલ્યાદિ સાધનાઓ વિશિષ્ટ કોટિની હોવાથી એના બળે તીર્થંકર નામકર્મ વગેરે ઉત્કૃષ્ટ પુણ્ય ઊભા થાય છે.. રાજા શ્રેણિક, સુલસા શ્રાવિકા, વગેરેને આ વરબોધિ, અર્હદ્-ભક્તિ વગેરે વિશિષ્ટ કોટિના હતા, તો એમણે તીર્થંકર નામકર્મ ઉપાજર્યું. ત્યારે ચંદનબાળા વગેરેને મૂળમાં જ અનાદિ વિશિષ્ટ તથાભવ્યત્વ નહિ, તેથી વરબોધિ વગેરેની પ્રાપ્તિ નહિ; એટલે તીર્થંકર નામકર્મ ઉપાજર્યા વિના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મોક્ષ-માર્ગની ઉત્તમ સાધના કરી સીધા જ કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયા. અહીં સવાલ થાય,
પ્ર~ તીર્થંકર થવા ન થવામાં તથાભવ્યત્વનો ફરક કારણભૂત કહો, સામાન્ય જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ નહિ તેથી તીર્થંકર નામકર્મ ન ઉપાર્જે અને તીર્થંકર થનાર જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય તેથી એ એ પુણ્ય ઉપાર્જે, પરંતુ સમ્યક્ત્વ-બોધિમાં ફરક કારણભૂત કેમ કહો છો ? ‘બીજા જીવોને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
સામાન્ય બોધિ અને તીર્થંકર થનાર જીવોને વરબોધિ', એમ ફરક પાડવાનું શું કારણ ?
ઉ આ ફરક પાડવાનું કારણ એ કે તીર્થંકર થવામાં સીધું વિશિષ્ટ તથાભવ્યત્વ કારણ નથી, કિન્તુ એના બળ ઉપર ઊભો થનાર તીર્થંકર-નામકર્મ આદિનો ઉત્કૃષ્ટ પુણ્ય-સમૂહ કારણભૂત છે. એ ઉત્કૃષ્ટ પુણ્ય સમૂહ પણ સીધો જ વિશિષ્ટ તથાભવ્યત્વના બળ ઉપર ઊભો નથી થતો, કિન્તુ વિશિષ્ટ બોધિ-સમ્યક્ત્વ આદિ દ્વારા ઊભો થાય છે. તીર્થંકર નામકર્મ આદિનો પુણ્ય-સમૂહ એ કર્મ છે ને ? તો કર્મને ઊભા થવા આશ્રવ જોઇએ. એટલે આ નિયમ છે કે, શુભાશુભ મનોયોગ અને શુભાશુભ ભાવથી શુભાશુભ કર્મ ઊભા થાય. એટલે તીર્થંકર-નામકર્મ રૂપી શુભકર્મ ઊભું કરનાર શુભ ભાવ, શુભ અધ્યવસાય જોઇએ. વિશિષ્ટ તથાભવ્યત્વ એ કાંઇ મનોયોગરૂપ-અધ્યવસાયરૂપ નથી, પણ સમ્યક્ત્વબોધિ આદિ એ શુભ અધ્યવસાયરૂપ છે. હવે સમ્યક્ત્વાદિ તો બીજા જીવો ય ઉપાર્જે, પરંતુ એથી કાંઇ એમને તીર્થંકર-નામકર્મ નથી ઊભું થતું, અને તીર્થંકર જીવના સમ્યક્ત્વાદિથી એ પુણ્ય ઊભું થાય છે. એ સૂચવે છે કે, એમનું સમ્યક્ત્વ યાને બોધિ વિશિષ્ટ કોટિનું હોય છે, સામાન્ય બોધિ નહિ, એ વરબોધિ છે. માટે જ એના બળ ઉપર એવા વિશિષ્ટ અર્હદ્-વાત્સલ્ય વગેરે ઊભા થાય છે કે જેના પ્રભાવે તીર્થંકર નામકર્મ ઊભું થાય છે. આમ તથાભવ્યત્વના ફરક ઉપરાંત બોધિમાં પણ ફરક માનવો જ પડે....
એટલે જ એવા વરબોધિ યાને વિશિષ્ટકોટિના સમ્યક્ત્વના હિસાબે જ એમના અર્હદ્ વાત્સલ્ય વગેરે પણ એવા અનેરા ઊભા થાય છે, કે એ બધાના બળે તીર્થંકર નામકર્મ આદિની પુણ્યાઇ જન્મ પામે છે... એક સવાલ થાય,
પ્ર૦- તીર્થંકર નામકર્મને ઊભું કરનાર બોધિ એ વરબોધિ કહેવાય છે તો એમના ચારિત્રને વરચારિત્ર કેમ નથી કહેવાતું ? ઉ– એના ત્રણ કારણ છે,
For Private and Personal Use Only