________________
Shri Mahavir Jain Aradhana Kendra
ષસ્થાન પતિત એટલે ? )
www.kobatirth.org
‘ષસ્થાન-પતિત’ એટલે શું?
પુદ્ગલના રૂપાદિ ગુણોમાં કે આત્માના બોધાદિ ગુણોમાં અધ્યવસાયોમાં તરતમતા જોવી હોય ત્યારે એમ જોવાય, કે પાયામાં અમુક માત્રામાં ગુણ હોય, પછી એ માત્રા કેટલી વધે છે, યા ઘટે છે, એ વધ કે ઘટ જોવાનાં સ્થાન ૬-૬ છે. એ સ્થાનોમાં રહેલ એ ષસ્થાન-પતિત' કહેવાય. વૃદ્ધિમાં સંખ્યાત ભાગ વૃદ્ધિ, અસંખ્ય ભાગ વૃદ્ધિ, અનંત ભાગ વૃદ્ધિ, એમ સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યગુણ વૃદ્ધિ, અનંતગુણ વૃદ્ધિ. એ રીતે હાનિમાં છ પ્રકાર. જૈન શાસ્ત્રોમાં ‘ષસ્થાન-પતિત' શબ્દ (૧) પુદ્ગલના રૂપ-૨સાદિ ગુણોમાં વપરાય છે, (૨) ચૌદ પૂર્વધરોના સૂત્રાર્થના જ્ઞાનમાં એમ બીજી જ્ઞાનાદિલબ્ધિમાં વપરાય છે, (૩) ગુણસ્થાનકની વિશુદ્ધિમાં વપરાય છે... ઇત્યાદિ.
દા.ત. પુદ્ગલ-દ્રવ્યમાં શ્યામવર્ણ હોય એ એકગુણ શ્યામ હોય, દ્વિગુણ શ્યામ... શતગુણ શ્યામ, સહસ્ત્રગુણ શ્યામ, લક્ષગુણ શ્યામ, કોટિગુણ શ્યામ, કોટિકોટિ ગુણ શ્યામ હોય. આ બધી વૃદ્ધિ સંખ્યાતગુણશ્યામ વૃદ્ધિ કહેવાય. પરંતુ ૧, ૨, ૩... થી વૃદ્ધિ થાય ત્યારે સંખ્યાતભાગ વૃદ્ધિ કહેવાય. એમ પછી આગળ યાં સંખ્યાનો આંકડો ન મૂકી શકાય, અર્થાત્ અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા' એ ચાર પ્યાલાના હિસાબથી પ્રાપ્ત સંખ્યા આવે, ત્યારે ‘અસંખ્યાત’ની સંખ્યા શરુ થાય. શ્યામતામાં આવી અસંખ્યગુણથી વૃદ્ધિ થાય. પણ એમાં માત્ર ૧, ૨, ૩ વધે તો અસંખ્યભાગવૃદ્ધિ થઇ કહેવાય. આગળ નવ પ્રકારના અસંખ્ય પાર કરી જતાં અનંતગુણ વૃદ્ધિ અથવા અનંત ભાગ વૃદ્ધિ આવે. પુદ્ગલના શ્યામગુણમાં આમ સંખ્યાતગુણ અસંખ્યાતગુણ – અનંતગુણ વૃદ્ધિ તેમજ સંખ્યાતભાગ -વૃદ્ધિ, અસંખ્યાતભાગ અને અનંતભાગ વૃદ્ધિ થાય. એજ પ્રમાણે ૬ પ્રકારની હાનિ થાય. એ વૃદ્ધિ-હાનિ ૬-૬ સ્થાનમાં પડેલી ગણાય, અર્થાત્ ષસ્થાનપતિત કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૧
ચૌદ પૂર્વધર મહર્ષિઓ સૂત્રાક્ષથી તો બધાય પૂરા ‘ચૌદ પૂર્વ’ નામના શાસ્ત્રોના ભણેલા હોય. પરંતુ એનો અર્થબોધમાં, દરેક્ના જ્ઞાનાવરણાદિ કર્મોના ક્ષયોપશમ વિચિત્ર-જુદા જુદા પ્રકારના હોવાથી, સંખ્યાતગુણવૃદ્ધિ અસંખ્યગુણવૃદ્ધિ સંખ્યાતભાગવૃદ્ધિ અસંખ્યભાગવૃદ્ધિ... વગેરે વૃદ્ધિના તથા હાનિના ષડ્થાન હોય, એ વૃદ્ધિ-હાનિ ષસ્થાનપતિત કહેવાય.
આમ ચિત્તના રાગાદિના સંકલેશ, અને એની સામે ચિત્તમાં સંયમના અધ્યવસાયોની વિશુદ્ધિ, એમાં વૃદ્ધિ-હાનિ ષડ્થાન-પતિત બને. એ સૂચવે છે કે આપણા ચિત્તમાં જો કોઇ ચીજનો રાગ ઊઠયો યા દ્વેષ ઊઠયો, એ ચિત્તને પકડી લે એટલે ચિત્તના સંક્લેશરૂપ બને છે. પછી એ વધતો ચાલે તો કેટલો વધે ? અનંતગુણ વૃદ્ધિ પણ પામે ને ? માટે જ નાના પણ સંક્લેશને મનમાં ધાલતા પહેલાં આ હાઉ નજર સામે રહે કે ‘આ વધશે તો કેટલો વધશે ?’
ચિત્તના પરિણામ યાને ભાવ-અધ્યવસાય બે જાતના (૧) અશુભ અશુદ્ધ સંક્લેશરૂપ, અને (૨) શુભ વિશુદ્ધિરૂપ. રાગ-દ્વેષ-ક્રોધ અભિમાન, અસંયમ વગેરે કષાયના અધ્યવસાય (ભાવ) એ સંક્લેશરૂપ છે, ત્યારે વૈરાગ્ય-ઉપશમ-ક્ષમા-મૃદુતા સંયમ વગેરેના અધ્યવસાય (ભાવ) એ વિશુદ્ધિરૂપ છે. આમાં નિયમ એવો છે કે
સંક્લેશમાં ઓછપ આવતી જાય તેમ વિશુદ્ધિ વધતી ચાલે, અને સંક્લેશ વધતો ચાલે તેમ વિશુદ્ધિ ઘટતી આવે.
For Private and Personal Use Only
વિશુદ્ધિ વધતી ચાલે એટલે ઉપર ઉપરનું ગુણસ્થાનક પ્રાપ્ત થતું જાય. એમાં જો સહેજ પણ સંક્લેશ પેઠો તો વિશુદ્ધિ ઘટવા માંડે, અને સંકલેશ વધતો ચાલે. એટલે ગુણસ્થાનકમાં આગળ આગળ વધતો હોય એ વિશુધ્યમાન ગણાય, અને નીચે ઊતરતો હોય એ સંકિલશ્યમાન ગણાય. એનો અર્થ એ કે એક જ ગુણસ્થાનકે રહેલો હોય એ