________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નયઃ દ્રવ્યદૃષ્ટિ-પર્યાયષ્ટિ )
ઉ–આમાં દર્શનભેદ નથી, કેમકે પરસ્પર વિરુદ્ધ દેખાતી માન્યતા જુદા જુદા નયને સાપેક્ષ છે. જુદા જુદા નયને અપેક્ષીને તે તે ધર્મ વસ્તુમાં ઘટમાન હોય, ઘટી શકતા હોય, તો તે ધર્મો ત્યાં હોવાનું માનવું જ જોઇએ. દા. ત. રામ પિતા પણ છે, અને પુત્ર પણ છે. તેથી રામમાં પિતૃત્વ આવ્યું અને એથી વિરુદ્ધ પુત્રત્વ પણ આવ્યું હવે હાલમાં આ પિતૃત્વ લવણ અંકુશ નામના બે પુત્રોની અપેક્ષાએ ઘટમાન છે, અને રામમાં પુત્રત્વ પિતા દશરથની અપેક્ષાએ ઘટમાન છે. તો પિતૃત્વ; પુત્રત્વ બંનેમાંથી એકેયનો ઇન્કાર ન થઇ શકે. એટલે જ રામને પિતા ય માન્યા ને પુત્ર પણ માન્યા. એમાં કોઈ માન્યતા-ભેદ થયો કે દર્શનભેદ થયો એમ ન કહેવાય.
એ જ પ્રમાણે આત્મા પર્યાયયુકત એક દ્રવ્ય છે, અને આ દ્રવ્યની અપેક્ષાએ યાને દ્રવ્યની દૃષ્ટિએ આત્મા નિત્ય છે, સનાતન છે, અનાદિ અનંત છે. એટલે કે આત્મા કયારે ય વિશ્વમાં નહોતો અને નવો જ ઉત્પન્ન થયો એવું નથી.એ અનાદિ કાળથી છે છે ને છે. પરંતુ એની દેવત્વ-મનુષ્યત્વ વગેરે યા બાલત્વકુમારત્વ વગેરે અવસ્થાઓ યાને પર્યાયોની અપેક્ષાએ આત્મા અનિત્ય છે, પર્યાય-દ્દષ્ટિએ અનિત્ય છે, પલટાતો છે. આમ વસ્તુ-સ્થિતિની દૃષ્ટિએ નિત્યત્વ, અનિત્યત્વ બંને ધર્મ મનાય એમાં માન્યતાભેદ ન કહેવાય.
આમાં આત્મા દ્રવ્ય તરીકે અનાદિ કાળથી અસ્તિત્વ ધરાવે છે. તેમ આત્મ-દ્રવ્યનો ભવિષ્યમાં કદી ય સમૂળ નાશ પણ થવાનો નથી. ઇતર દર્શનકારો પણ કહે છે,
'नासतो विद्यते भावो,
नाभावो विद्यते सतः !"
છે
અર્થાત્ જે વસ્તુ કયારે ય પણ તદ્દન અસત્ હોય તે નવી ઉત્પન્ન થઇ શકતી નથી; અને જે સત્ તેનો કયારેય પણ તદ્દન અભાવ યાને આમૂલ-ચૂલ (સર્વથા) નાશ થતો નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૧
(૧) દ્રવ્યદૃષ્ટિએ નિત્ય :
એટલે જો આત્મા અનાદિનો ન માનીએ તો અમૂક બહુ પૂર્વના કાળે તેને તદ્દન અસત્, અને પછીથી કયારે ઉત્પન્ન થનાર માનવો પડે. પરંતું આવુ મનાય નહિ કે તદ્દન અસત્ પણ ઉત્પન્ન થઇ શકે', કેમકે એવું થઈ શકતું હોય તો તો આકાશ-પુષ્પ, ગર્દભ-શ્રુંગ વગેરે તદ્દન અસત્ પણ કયારેક ઉત્પન્ન થવા જોઇએ, પરંતુ ઉત્પન્ન થતા નથી. માટે કહો કે ‘‘સર્વથા અસત્ની કદી ઉત્પત્તિ ને અસત્નો કદી સદ્ભાવ ન થાય'';ને આત્માનો સદ્ભાવ તો છે જ, એ સૂચવે છે કે, આત્મા અનાદિ સત્ છે.....
એમ સત્ આત્મા અવિનાશી શાશ્વત પણ છે. કયારેય એનો સમૂલ સર્વથા નાશ નહિ થવાનો; કેમ કે જો સત્નો સર્વથા નાશ થઇ શકતો હોય તો તો અનાદિ કાળ એટલે તો પાર વિનાનો ભૂતકાળ; એ અપાર કાળ વહી ગયો એમાં એનો અને બીજા બધા જ સત્ દ્રવ્યોનો કયારેક ને કયારેક સર્વથા નાશ થઇ ગયો હોત ! તો આજે જે સત્ જગત્ આપણી નજર સામે ઉપલબ્ધ થાય છે તે ઉપલબ્ધ થાત જ નહિ. કાળની કોઇ આદિ નથી, અર્થાત્ પહેલા કાળ હતો જ નહિ, પછી કાળ શરુ થયો એવું નથી. કાળ અનાદિ છે આદિ વિનાનો પ્રારંભ વિનાનો છે. એવા અનાદિ અપાર કાળમાં આત્મા અને બીજા સત્ દ્રવ્યોનો સર્વથા નાશ થવાનું ન બન્યું ‘તે હવે અમુક ગણતરીના કાળ પછી સર્વથા નાશ પામશે,' એમ અનાદિ-સિદ્ઘ દ્રવ્યો માટે માનવું નિર્યુકિતક છે, તર્કશૂન્ય છે.
(૨) પર્યાયષ્ટિએ અનિત્ય ઃ
For Private and Personal Use Only
સારાંશ, આત્મ-દ્રવ્ય શાશ્વત છે, સદા રહેનારુ છે. અલબત્ત, એમાં પર્યાયો અર્થાત્ અવસ્થાઓ ફરે છે, એટલે કે એમાં જુના પર્યાયો જાય, ને નવા પર્યાયો આવે, એવું બને છે. દા. ત. એજ આત્મા કયારેક મનુષ્ય છે, તો પછી મરીને દેવ થાય; એમાં દેવ થયો ત્યારે મનુષ્યપણાનો પર્યાય નષ્ટ થયો, અને દેવપણાનો પર્યાય ઉત્પન્ન થયો. પર્યાયની દૃષ્ટિએ