________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬ )
પાપસ્થાનક ચોથું વરજીએ.'' વિચારસરણીની હલકાઇ એ રીતની કે (૧૧) મન સામે ગમે તેવા સદ્ગુણી પાત્ર હશે, એમાં ગુણ જોવાને બદલે રૂપલાવણ્ય જોશે ! આત્માની સ્થિતિને બદલે ચામડાની ગોરાશ અને ગાલની ગુલાબી જોયા કરશે ! એમાં પાછું (૧૨) અન્યાન્ય કામ-પાત્રોમાં મુકાબલો કરી ટકા આંકશે ! આગળ વધીને કામની કલ્પનાસૃષ્ટિમાં ચડી ભોગસુખના ઝાંઝવાના નીર જેવા વિકલ્પો કરશે ! વળવાનું કશું જ નહિ, પરંતુ સતત વિચારણા વિષય-ભોગની, વિષયોના સારા-નરસાપણાની ! ત્યારે બ્રહ્મચર્યના મમતાળુને અને અભ્યાસીને એ કોઇ લત નહિ. તેથી શુદ્ધ ગુણદર્શન અને તત્ત્વચિંતનના પવિત્ર ઉચ્ચજીવન જીવે. બ્રહ્મચર્ય ધર્મની ઇચ્છા થાય તે આ પવિત્ર જીવન જીવવા માટે થાય. એ ઇચ્છાથી કરાતો ધર્મ ઇચ્છાયોગનો ધર્મ. અબ્રહ્મના રસમાં એ પણ ખામી છે કે (૧૩) છતાં તારક દેવગુરુને, ને એમની સેવાને મૂકીને કામના પાત્રની ખોટી ગુલામી ઉઠાવવી પડે છે ! એની ખોટી શેહમાં પડવું પડે છે ! તેથી દેવગુરુ અને ધર્મને કાં સરાસર ભૂલાય છે, અગર તો ગૌણ કરાય છે. ત્યાગ, તપસ્યા વગેરેને જતા કરવા પડે છે. આવા આવા તો કેઇ નુકસાનો ખડા થાય છે. અહાહાહા ! પ્રભુશ્રી વીરના ભયંકર વારસદાર થવા છતાંય આવી નુકસાનીઓ વહોરવી પડે તે શા કારણે ? એક અ-બ્રહ્મરસના જ કારણે ને ? વિષયભોગના રસના કારણે ને ! ત્યારે આ એકજ દોષ જો દૂર કર્યો તો કેવી અદ્ભુત કમાણી હાથવેંતમાં છે ! કેવા સુંદર અને સાચા વીરના વારસદાર બનાય છે !
અબ્રહ્મના લીધે કાર્યમાં નિષ્ફળતા પણ ઘણી, નિષ્ફળતા એટલે એ કાર્ય આત્માના લાભમાં ઊતરવાની વાત નહિ; કેમકે પાછળથી નિશ્ચિંતતા, પ્રસન્નતા અને પ્રોત્સાહિતતા નહિ.
આત્માના અસલી નિર્વિકાર અને જ્ઞાનમય સ્વરૂપની સામે લક્ષ રાખવાથી કામવાસના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૅષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
કાબૂમાં આવે છે, સાથે, સુદર્શનશેઠ, સ્થૂલભદ્રસ્વામી વગેરેનાં ચિરત્ર ખૂબ ખૂબ વિચારવા લાભદાયી બને છે. ધર્મક્રિયાની સફળતા શામાં ?
અનંત ઉપકારી શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ ‘યોગદ્દષ્ટિ સમુચ્ચય’ ગ્રંથમાં પરમાત્માને નમસ્કાર કરે છે ઇચ્છાયોગથી.
ઇચ્છાયોગથી નમસ્કાર શા માટે ? એટલા માટે કે શાસ્ત્રયોગ ને સામર્થ્યયોગનો દાવો કરી શકીએ એ સ્થિતિ અત્યારે અમારી નથી. એમ છતાં શુદ્ધ ઇચ્છાયોગથી પણ નમસ્કાર કરવામાં ન આવે તો તે નમસ્કાર નિષ્ફળ જાય.
શુદ્ધ ઇચ્છા માટે શું જોઇએ ? ‘આત્માની શુદ્ધિ, મુકિત અને સમૃદ્ધિ સાધવી છે માટે ધર્મ કરું,’ આ ઉદ્દેશ જોઇએ.
સાધેલો ધર્મ સફળ, જો શુદ્ધિ, મુકિત અને સમૃધ્ધિ :
પ્રાથમિક કક્ષામાં પણ ઇચ્છાયોગના ઘરની ધર્મક્રિયા બનવી જોઇએ; તો જ માની શકીએ કે ધર્મક્રિયાની સફળતા જે મળવી જોઇએ તે મળશે. ધર્મક્રિયાની સફળતા એટલે ? સ્વર્ગીય સુખ મળે તે નહિ, પણ
(૧) આત્મામાં શુદ્ધિ આવતી જાય, ઉપશમ-નિર્મળતાના માર્ગે આત્મા વિકાસ પામતો
જાય,
(૨) મોહનાં બંધન, અસત્ કલ્પનાનાં બંધન, કષાયનાં બંધન અને કર્મનાં બંધનમાંથી મુકત થતો જાય,
(૩) પોતાના અનંતસુખ-સમૃદ્ધિની નજીક પહોંચતો જાય,
તેમાં ધર્મક્રિયાની સફળતા છે.
ત્યારે જો આમાં સાચી સફળતા હોવાનું માનીએ, એટલે તો કોઇ દિવસ એવા નિરાશ થવાની જરૂર ન
For Private and Personal Use Only