________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સદ્ગુધ્ધિ એટલે ? )
સમજી શકે કે ન એની ધારણા કરી શકે. ઝોકાં કેમ આવે છે ? શ્રવણનો કે વ્યાખ્યાનના વિષયનો રસ નથી માટે ઝોકાં આવે છે. ઝોકાં ન આવે એ માટે રસ ઊભો ક૨વો જોઇએ. જીવને સમજાવી દેવું કે,
‘દુનિયાનું પાપનું તો ઘણું ય સાંભળ્યું ને હજી ય સાંભળી રહ્યો છે. અરે ! નકામી કુથલી ય કેટલી સાંભળી રહ્યો છે ? પણ એમાં તારું શું ભલું થયું ? કે થશે ? કેટલા બધા ઊંચા પુણ્યે શ્રોત્રેન્દ્રિય સહિત પંચેન્દ્રિયપણું મળ્યું ! એમાં ય મનુષ્યપણું ! એમાં ય આર્યપણું ! એમાં ય જૈનપણું ! કેટકેટલા અનંત અનંત પુણ્યના ઉદય થવા પર આ બધું મળ્યું ! તો
આ જૈન દેહની મહાર્કિંમતી શ્રોત્રેન્દ્રિયનો અહીં આ ધર્મ-શ્રવણમાં સદુપયોગ નહીં કરે, તો એ કેવી વેડફાઇ જશે ?
જગતમાં બધું મળે છે, જૈન ધર્મનું શ્રવણ કયાં મળે છે ? કેવાં મારાં અહોભાગ્ય કે આ શ્રવણ-રસાયણ મળ્યું છે કે જે આત્માની કાયાપલટ કરી નાખે !
ખુદ ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ એ મહાવીર પ્રભુ પાસે શ્રવણ-રસાયણથી પલ્ટો પામી પ્રભુના પહેલા શિષ્ય મુનિ બની ગયા ! ૯૯ ક્રોડ સોનૈયાના માલિક જંબૂકુમા૨ સુધર્મા-ગણધર પાસે શ્રવણ-રસાયણ પામી સંસારથી વિરક્ત બની ગયા ! આજે આઠ અપ્સરાશી કન્યાઓ પરણી કાલે મુનિ બની ગયા ! શ્રોત્રેન્દ્રિયના સદુપયોગથી પ્રભવચોર જંબૂની વાણી સાંભળી, બૂઝી, ૫૦૦ ચોરો સાથે સાધુ થઇ ગયા ! અકબર બાદશાહ મહા ઘાતકી-ક્રૂર-નિર્દય છતાં હીરસૂરિજી મહારાજ પાસે શ્રવણ-રસાયણ પામી મહાન દયાળુ બની ગયો !' આ બધું વિચારી શ્રવણનો રસ ઊભો થાય.
એમ વકતા જે વિષય છણી રહ્યા હોય, એનો રસ ઊભો કરવા પણ આ વિચારાય કે ‘અહો ! આ વિષયો કેવા અદ્ભુત ! અરે ભાઇ ! ખુદ ભગવાન પોતે અદ્ભુત હતા, એમનું જીવન અદ્ભુત હતું, તો એ જે તત્ત્વ સંભળાવે એ પણ કેમ અદ્ભુત ન હોય ? શ્રવણમાં એવા અદ્ભુત તત્ત્વો મને મળે, એ મારાં કેવાં અહોભાગ્ય !’– એમ વિચારી શ્રવણરસ જગાવાય તો નિદ્રા-ઝોકાં ન આવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩
(૧૦) શ્રોતાનો છેલ્લો ૧૦મો ગુણ : ‘સદ્ગુદ્ધિ’ છે. સદ્ગુદ્ધિમાં અનેક ભાવ છે,
(ક) વકતા પ્રત્યે કોઇ પૂર્વગ્રહ યુદ્ગહ વગેરે ન રાખતાં શ્રવણથી વસ્તુને સીધા રૂપે લે; સરળપણે તત્ત્વ ગ્રહણ કરે. આ માટે,
(ખ) વકતાના આશયને સમજે,–
(ગ) પ્રવચનના પદાર્થોમાં પૂર્વાપરનો સંબંધ ખ્યાલમાં રાખે; અથવા,
(ઘ) પોતે સારી બુદ્ધિ અર્થાત્ તત્ત્વ પામવાના, સજ્ઞાન બનવાના, અને કર્મક્ષય કરવાના નિર્મળ આશયથી સાંભળે. આ જો શુભ આશયરૂપ સત્બુદ્ધિ હોય તો સાંભળતાં સાંભળતાં પાપ કર્મનો અદ્ભુત ક્ષય કરતો જાય. આ જો સદ્બુદ્ધિ નહિ હોય, તો ગમે તેવા સારામાં સારા વકતા પાસે પણ ઊંચા તત્ત્વ સાંભળવા મળવા છતાં હિત નહિ સાધી શકે.
(ક) દા.ત. પૂર્વગ્રહ હશે તો મનમાં માનશે કે ‘આ વકતાને તો હું ઓળખું છું. એ તો પોતાનો જ કક્કો ઘુંટનારા છે,... માયાવી છે' આ પૂર્વગ્રહ છે. એવા પૂર્વગ્રહવશ તીર્થંકર ભગવાનના સમવસરણમાં ૩૬૩ પાખંડી આવું માનતા કે ‘આ તો ઇન્દ્રજાળિયા છે. પોતાનું વકતવ્ય એવી સીફતથી કહેનારા કે શ્રોતા એમની માયાજાળથી અંજાઇ ગયેલા તે એમનું કહેલું કબૂલ જ કરી લે !' હવે એ પાખંડીઓ પહેલેથી જ આવો ગ્રહ પૂર્વગ્રહ લઇને આવ્યા હોય, તે તીર્થંકર ભગવાન જેવાની વાણીના શ્રવણમાંથી ય શું પામી જાય ? કશું જ નહિ.' સારામાં સારું કહેવાયેલું તત્ત્વ ઇન્દ્રજાળમાં જ લઇ જાય ! એટલે પછી કેમ ? તો કે પોતે એ વાસ્તવિક સત્ય, વાસ્તવિક હિત માનવાનું જ નહિ; ઉપરથી બીજા આગળ એ ઇન્દ્રજાળ તરીકે બતાવી એની નિંદા જ કરવાનો ! શ્રોતા બન્યો પણ પૂર્વગ્રહ છે, સર્બુદ્ધિ નથી, એના આ અનર્થ છે.
એમ, વ્યુદ્ગહ હોય અર્થાત્ કોઇના તરફ રાગાંધ હોય, અને એણે ખોટું પકડાવી દીધું હોય, તો એની અસર નીચે આ વકતાનું કથન એને રુચશે જ નહિ. દા.ત., પત્નીમાં રાગાંધને પત્નીએ પકડાવી દીધું
For Private and Personal Use Only