________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૬ }
www.kobatirth.org
શાસ્ત્રયોગીનું ૨ જું લક્ષણ (૨) શ્રદ્ધા : (સંપ્રત્યયાત્મક શ્રદ્ધા)
વાત આ હતી કે ઇચ્છાયોગનો ધર્મ એ (૧) શુદ્ધ ધર્મની ઇચ્છાથી અને (૨) કષ્ટ-તકલીફ-અગવડભર્યો પણ સેવાતો રહે, તો એથી આત્મામાં સત્ત્વ વધે; અને એના પર અપ્રમાદ-ભાવ વધે; તો એથી શાસ્ત્રયોગની ભૂમિકા ઊભી થાય. આવું સાત્ત્વિક ધર્મસેવન વિશિષ્ટ શ્રદ્ધાબળ પર આવે છે. તેથી અહીં કહે છે, –
શાસ્ત્રયોગીનું બીજું લક્ષણ, - ‘શ્રાદ્ધ’, એટલે કે એ વિશિષ્ટ શ્રદ્ધાવાન હોય, અર્થાત્ તેવા પ્રકારના મોહના નાશથી સંપ્રત્યયસ્વરૂપ શ્રદ્ધાવાન હોય.
સામાન્ય રીતે શ્રદ્ધા મિથ્યાત્વમોહના સામાન્ય ક્ષયોપશમ (નાશ) થી ઊભી થાય છે. એમાં મિથ્યામતના શાસ્ત્રની શ્રદ્ધા ઊઠી જઇને જિનમતના યાને વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવાનનાં વચનના શાસ્ત્રની શ્રદ્ધા ઊભી થાય છે. એથી હવે કોઇ પણ હેય પદાર્થના ત્યાગની અને ઉપાદેય પદાર્થના આદરની વાત આવે ત્યાં મનને એમ થાય કે ‘જિનવચન-જિનાજ્ઞા-જૈનશાસ્ત્રો આ ત્યાગ અને આદર કરવાનું કહે છે માટે એ કરવાના.' દા.ત. ઉપાદેયના આદરમાં સવાલ આવે કે ‘ભાઇ ! કેમ આ સવારે ઊઠીને દેરાસર ચાલ્યા ?' તો એનો જવાબ આ કે ‘જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે માટે...શ્રાવકે ત્રિકાળ જિનભકિત કરવાની; એમાં પહેલી ભકિત પ્રભાતે કરવાની. એટલે જિનભકિત કરવા માટે દેરાસર જાઉં છું...’
‘કેમ રખડતા ભિખારીને દાન કરો છો ?’ તો કે ‘ભગવાનની આજ્ઞા છે કે શ્રાવકે અનુકંપાદાન કરવું જોઇએ, માટે ભિખારીને આપવાનું.'
આમ બધી ય ઉપાદેય ધર્મપ્રવૃત્તિમાં ‘જિનાજ્ઞા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
છે માટે ધર્મપ્રવૃત્તિ કરવાની' – એવી શ્રદ્ધા હોય.
એમ હેયના ત્યાગમાં સવાલ આવ્યો કે ‘બટાકા કેમ ખાતા નથી ? રાત્રે કેમ જમતા નથી ?' તો આ જ જવાબ કે ‘ભગવાનની જ્ઞા છે કે રાત્રિભોજન-કંદમૂળ આદિ ૨૨ અભક્ષ્ય ન ખવાય. એથી આ અભક્ષ્ય નથી ખાતા !'
એમ ‘પિકચર- ટી.વી. કેમ જોતાં કયાં ?' તો આ જ જવાબ કે ‘ભગવાનની આજ્ઞા છે કે ‘શ્રાવકે અનર્થદંડ સેવવાનો ત્યાગ રાખવો જોઇએ. નાટક, પેખણાં, સિનેમા, સરકસ, લડાઇ, તમાશા.. વગેરે ન જોવાય.' માટે અમે પિકચર-ટી.વી.નથી જોતાં.''
આમ જિનવચનની શ્રદ્ધાથી પ્રેર્યા ધર્મ સધાય, એ સામાન્ય શ્રદ્ધામાંથી સંપ્રત્યયાત્મક શ્રદ્ધા પર જવાનું છે. ત્યાં જે ધર્મ કરાય તે ‘શાસ્ત્ર કહે છે માટે ધર્મ કરું’ એમ નહિ, પરંતુ પોતાના અંતરમાં ધર્મનો એવો ‘સંપ્રત્યય’ અર્થાત્ એવી સમ્યક્ પ્રતીતિ થઇ ગઇ હોય કે ધર્મ સહજભાવે જ રુચે. દા. ત. ‘શાસ્ત્ર હિંસાને પાપ કહ્યું છે માટે મારે હિંસાત્યાગ.' આ હિંસાથી નરકનાં દુઃખ મળે માટે હિંસાત્યાગ,' - એમ નહીં, કિન્તુ આંતરવૃત્તિ જ એવી થઇ ગઇ હોય કે સામો જીવ છે, તો એને મરાય જ નહીં.' હૈયાને હિંસા સહેજે અજાગતી જ લાગે. સહજભાવે દિલમાં અહિંસા જ ઊઠે, જેમકે શિકારી પ્રાણીને દિલમાં સહેજે હિંસા ઊઠે છે ને ? બસ સંપ્રત્યયાત્મક શ્રદ્ધાવાળાને દિલમાં સહેજે સહેજે અહિંસા જ ઊઠે, હિંસા ઊઠે જ નહીં.
For Private and Personal Use Only
આવી સંપ્રત્યયાત્મક અર્થાત્ સહજભાવની શ્રદ્ધા શી રીતે ઊભી થાય ? તો કે તેવા પ્રકારના મોહના નાશથી ઊભી થાય. એમાં –