________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪)
(યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
પણ આત્મગુણ-વીતરાગતા તને નહિ મળે.'
આ ઘાતકર્મ જ ભયંકર છે. માટે તીર્થંકર ભગવાન જેવા પણ એને તોડવાનો પ્રખર-પ્રબળ પરષાર્થ બાહ્ય અભ્યત્તર તપનો કરે છે. તીર્થકર ભગવાન ગુફામાં બેસીને ધ્યાન નહિ, પણ ખડા ખડા કાયોત્સર્ગ-ધ્યાનમાં કેમ રચ્યાપચ્યા રહે છે? એટલા જ માટે કે, ગુફામાં બેસી રહેવાથી શરીરનો એટલો રાગ-આસક્તિ પોષાય; જયારે ખડા ખડા કાયોત્સર્ગ-ધ્યાન તો શરીરે કષ્ટ વેઠીને જ થાય; તેથી શરીરના મોહ-રાગ-આસક્તિના કૂરચા ઊડે. એમાં પાછા ઉપસર્ગ-પરિસહ આવ્યા તે ય સહર્ષ વેઠવાના રાખ્યા,- એટલે તો વળી જીવને મોટો રાગ શરીરનો, શરીરસુખાકારિતાનો, એ કયાં ઊભો રહી શકે?
અહીં ખૂબી જાઓ, ઉપસર્ગમાં ઘોર અશાતા-વેદનીય નામના અઘાતી કર્મનો ઉદય કામ કરી રહ્યો છે, પરંતુ એ કોઈ વીતરાગતા તરફના પ્રયાણને અટકાવી શકતો નથી ! પ્રયાણ ચાલુ જ છે. રાગ-દ્વેષ-આસક્તિ-મોહ-કામ-ક્રોધાદિ વગેરેના ઘાતી કર્મોને બાહ્ય અભ્યત્તર તપની સાધના દ્વારા તોડવાનું જબરદસ્ત કામ કરાઇ રહ્યું હોવાને લીધે જ વીતરાગતા તરફ પ્રયાણ ધમધોકાર ચાલી રહ્યું છે.
પ્રભુની આ સાધના આપણને એ પ્રેરણા આપે છે, કે શરીરે અશાતા, વ્યવહારમાં ઓછું માન..વગેરેથી ડરો નહિ. એ અઘાતી કર્મનાં ફળ છે; આનાથી શું ડરવાનું - ગભરાવાનું? ડરો અંદરની કામ-ક્રોધ-લોભ-ઈર્ષા, રાગ-દ્વેષ, હરખ-ખેદ, લંપટતા, લાલચૂડાપણું વગેરેની લાગણીઓથી ડરો, એનાથી ગભરાઓ કે,-હાય ! આંતરશત્રુઓ પરભવે મને કયાં ફેંકશે ? કયાં પટકશે ? કેવો મને કંગાળ, પામર અને પાપિષ્ઠ બનાવશે? કેમકે, -
પરભવે મારે એ રાગદ્વેષાદિના જ વારસા ચાલવાના છે, પણ નહિ કે અહીંના અશાતા-અપજશ વગેરેના વારસા.
ત્યારે, જો આપણને આ રાગદ્વેષાદિ આંતર ખરાબીઓનો ભય-ગભરામણ લાગી જાય, તો
મહાવીર પ્રભુએ એના સમૂલનાશ માટે આદરેલ સંવર અને બાહ્ય-આભ્યન્તર તપની પ્રખર સાધનાઓનું જબરદસ્ત આલંબન લઇ, શક્ય એ સાધનાઓને જીવનમાં મહેકાવાય. “સંસારમાં અતિ અતિ દુર્લભ આવા મહાવીર પ્રભુ અને જિનશાસન મળી જવા છતાં જો આ નહિ થાય તો પછી એ વિના કયાં એ સાધનાઓ થવાની?' આ ચિંતા સતત જોઇએ.
ધર્મ સાધનામાં સંતોષ ન વાળવા કે ખુમારી રોકવાની વિચારણા -
ભગવાન તો શાસ્ત્રયોગની કક્ષાની ઊંચી સાધના કરતા હતા, ત્યારે આપણે તો હજી ઈચ્છાયોગના કક્ષાની સાધના કરવાની વાત છે. એમાં સંતોષવાળી બેસવું કે હું દેવદર્શન-પૂજા રોજ કરું છું,’ યા સાધુ સંતોષ વાળે કે “હું સાધુચર્યા અને સ્વાધ્યાય રોજ કરું છું,' એથી શી પ્રગતિ થાય ? શું પ્રભુની મહાકષ્ટમય બાહ્ય તપની સાધનાઓની અપેક્ષાએ આપણે કશું કરીએ છીએ ? શાના પર સંતોષ? અને વળી ખુમારી ? જિનકલ્પિ મહામુનિઓ જેવા પણ ખુમારી કરતા નથી, સંતોષ વાળીને બેસતા નથી કે “અમે ઘણું કરીએ છીએ.” એ તો આગળ આગળ ઉગ્ર સાધના માટે મથે છે, તો તું કોણ માત્ર? – એમ જીવને કહેવું જોઈએ. અલબત્ –
ધર્મસાધનામાં ભાગ્યશાળીપણું કેમ
આપણાથી જે કોઈ સુકૃત સાધના થાય એથી આપણી જાતને ભાગ્યશાળી માનવી જોઈએ, જેથી દુનિયાની બીજી-ત્રીજી વસ્તુનું ભાગ્યશાળીપણું આપણા મનને ન અડે. ખરી હકીકત એ છે કે, દુન્યવી સારા પૈસા-ટકા, ખાન-પાન, કે માન-સન્માન મળ્યાનું ભાગ્યશાળીપણું લાગે છે, એટલે જ દેવાધિદેવ, ગુરુ અને સુકૃત સાધના મળ્યાનું ભાગ્યશાળીપણું સલામત છતાં દુન્યવી આફતમાં રોવા બેસીએ છીએ. પરંતુ આ ફેરવવાની જરૂર છે. સુકૃત અને સાધનાઓ જ સદ્ગતિ અપાવનારી છે. ભાવિ અનંતકાળે એ જ ઉજજવળ કરનારી છે. એટલે
For Private and Personal Use Only