________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭ મી પ્રભાષ્ટિની વિશેષતાઓ )
માટે ગુફામાં બેસીને ધ્યાન ધરવાને બદલે વૈશાખ જેઠના ધૂમ તડકામાં ય બપોરે વિહાર ! અને કાયમ ત્રીજા પહોરના વિહાર સિવાય સાત પહોર ખડાખડા કાયોત્સર્ગ ધ્યાનમાં જ રહેવાનું ! કાયાનો રાગ કયાં ઊભો રહે ?
વીતરાગતાની લક્ષ્યશુદ્ધિ પાકી હતી તો ભગવાન જીવન જીતી ગયા. આપણી લક્ષ્ય શુદ્ધિ પાકી નહિ અને કાયાનો રાગ ભારોભાર, તેથી હારી જઇએ છીએ. બે રીતે હારીએ છીએ, (૧) એક તો સાધના કરતાં જરાક કષ્ટ આવ્યું કે આકુલ-વ્યાકુલ થઇ મનને સાધનામાંથી ઉઠાવી કાયાની સુખાકારિતા-અનુકૂળતા વગેરેના રાગમાં જવા દઇએ છીએ; અને (૨) બીજું એ, કે કેટલીય સાધના હાથવેંતમાં છતાં એનાથી આધા જ રહીને જીવન હારીએ છીએ. નહિતર વિચાર આવે કે ‘કાયા-ઈદ્રિયોને તો બહુ મહલાવી, અનંતા ભવ મલાવી, કિંતુ અહીં સાધનાનો અતિ દુર્લભ અને મહા મૂલ્યવાન જનમ મળ્યો એમાં પણ સાધનાથી આધા રહેવાની કાયરતા અને કાયાની આસક્તિ પોષવાની ? આપણા આચાર્યશ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજ સુખી સંસારમાંથી નીકળેલા, પણ ચારિત્ર જીવનમાં આવીને રોજ રાતના અરિહંતાદિ નવે પદના ઊભા ઊભા કાઉસ્સગ્ગ કરતા ! અને ઊભા થઇ થઇને એટલા ખમાસમણા દેતા ! એ સમજતા હતા કે કાયાને પાલિસ-માલિસ કરવાથી કર્મનો ખોડો ન નીકળે, એમાં તો રાગાદિ પોષાવાથી આત્માનો ખોડો નીકળે !
એ તો કાયાને ગમતું કરવાનું છોડો તો એની મમતા તૂટે, રાગ તૂટે, કર્મ તૂટે. પ્રશમસાર સુખમ્ ઃ
પરીસહો સહન કરવાનો ભેખ લેવાય અને તન મનને કસાય, તો સાધનામાં બીજા ત્રીજા વિકલ્પો ન ઊઠે, મન પ્રશાંત પ્રસન્ન રહે. ત્યારે આ સંસારમાં આમ તો સુખ નથી, પરંતુ એક પ્રશાંતભાવ-પ્રશમરસનું સુખ અદ્ભુત હોય છે. એ સુખમાં ઝીલતા મહાવીર પરમાત્માના માથે સંગમ દેવતાએ પર્વતની મોટી ભારેખમ શિલા જેવું કાળચક્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧
ઝીંક્યું ! એના ભયંકર આઘાતથી પ્રભુના પગ જમીન ફાડીને અંદર ઢીંચણ સુધી ઊતરી ગયા. ત્યારે આધાત કેટલો ભયંકર હશે ! છતાં ભગવાન પ્રશમરસમાં નાહી રહ્યા હતા ! શોક્યના અપ્રિય દીકરા પર ઘણી ત્રાસ ગુજારે તો એ ઓરમાન માતાનું કલેજું શાંત રહે છે. કાયાને શોક્યના દીકરા જેવી માન્યા પછી એના પરના ત્રાસમાં આત્માને કલેજે શાંતિ રહે, એમાં નવાઇ નથી. પ્રભાષ્ટિમાં એટલા બધા પ્રશમરસથી અંતઃકરણ છલોછલ ભર્યું ભર્યું હોય છે કે કોઈ જ વિકલ્પ નહિ; ને તે તે સમયની સાધના પણ એવી સહજભાવે ચાલતી હોય કે એના માટે શાસ્ત્રનાં વિધાન યાદ ન કરવા પડે; સમાધિનિષ્ઠ અનુષ્ઠાન ચાલ્યા કરે.
સમાધિનિષ્ઠ અનુષ્ઠાન' એટલે કે જેમાં ચિત્તની વિહળતા અસમાધિ જેવું કાંઇ નથી. પ્રશાંત સાગર પર નાવડી સરળ ચાલી જાય એમ સમાધિ પર અનુષ્ઠાનની શ્રૃંખલા સહજ ચાલી જાય.
પ્ર એમ તો શૂન્ય મનથી રાબેતા મુજબ અનુષ્ઠાન સરળ ચાલ્યા કરે છે, તો એને પણ સમાધિ-નિષ્ટ ન કહેવાય?
ઉ ના, એમાં તો બીજા ત્રીજા વિકલ્પો ડાફોળિયાં વગેરે ચાલતું હોય છે, અને ખાટલે મોટી ખોડ અનુષ્ઠાનમાં ચિત્તનો ઉપયોગ જ નથી.
અહીં સમાધિનિષ્ઠ અનુષ્ઠાન તો એટલું ઉજજવલ અનુષ્ઠાન છે કે અહિંસા ક્ષમાદિ પ્રશમરસનું એવું ધર્મ તેજ પ્રસરે છે કે એના સીમાડામાં આવનાર પ્રાણીઓ ક્રૂરતા ભૂલી જાય છે, જાતિવૈર ભૂલી જાય છે.
અવસ્થ્ય સક્રિયા :
આવા પ્રશમરસભર્યા યોગીઓ શિષ્યવર્ગ પ્રત્યે ઔચિત્યથી વર્તતા હોય છે, અવિનીત પર આકળા ઉતાવળા ન થાય, સારા વિનીત પર ઓવારી ન જાય. આવા મહાયોગીની બધી પ્રવૃત્તિ સત્ ક્રિયારૂપ હોય છે, અને અવ— યાને નિશ્ચિત સફળ હોય છે. એ ગોચરી જાય તો ય સામાને પમાડી આવે એવી એમની
For Private and Personal Use Only