________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૨)
ચર્યા હોય. આમેય સાધુની ચર્યા જૈનેતરોને પણ ભાવ પેદા કરનારી હોય છે; કેમકે સાધુ સચિત્ત કાચું તો કાંઇ લેતા નથી, ઉપરાંત અગ્નિ-પાણી-વનસ્પતિને ન અડેલું હોય એવું જ લે... વગેરે કેટલાય દોષો વિનાનું લે. એ બધી ચર્યા જોઇને જૈનેતરો સ્તબ્ધ થઇ જાય છે.
જૈનેતર બાઇ સાધુચર્યાથી પ્રભાવિત ઃ
કલકત્તા તરફના વિહારમાં એક ગામમાં સાધુ ગોચરી જવા પૂછે છે; ‘અહીં બ્રાહ્મણના ઘર છે ? ભિક્ષા મળશે ?' ગામવાળો કહે,
મહારાજ ! અહીં તો બ્રાહ્મણો પણ મચ્છીખાઉ
છે.'
પણ ચાવલ-ભાતમાં તો મચ્છી ન હોય ને ?’ ‘અરે મહારાજ ! અહીં તો ચાવલમાં ય નાની નાની મચ્છી પકાવે છે.’
ન
સાધુ પૂછે ‘તો કોઇ માંસાહારી ન હોય એવું ઘર જ નથી ?’
‘છે, એક માત્ર સરપંચનું ઘર છે.’
ઘર પૂછતાં પૂછતાં સાધુ ત્યાં ગયા. ડેલીના બારણે ધર્મલાભ' પોકારતાં બાઇ બહાર આવી કહે ‘કોણ છો ? અહીં નહિ, અહીં નહિ.'
સાધુ કહે ‘અમે જૈન સાધુ છીએ, અને માધુકરી ભિક્ષા પદ્ધતિથી ભિક્ષા લેવા આવ્યા છીએ, અમારે તૈયાર પાકી રસોઇમાંની વસ્તુ ખપે.’
બાઇ પૌઆં લઇ આવી. કહે, ‘લો.’
‘અરે બાઇ ! આ શું ? આમાં તો ધનેરા છે. અમારે તો અહિંસાનું મહાવ્રત. અગ્નિ પાણી જેવા સૂક્ષ્મ જીવોની ય હિંસા ન કરીએ એટલા માટે તો અમે રસોઇ વગેરે ય ન કરીએ. અરે ! અમારા માટે એવી હિંસા કરી બીજાએ રસોઇ કરી હોય, તો તે પણ અમારે ન ખપે. અમે તો એક કાચા પાણીને ય ન અડીએ, તો પછી આવા મોટા જંતુની હિંસા તો કેમ જ થાય?'
બાઇ પ્રભાવિત થઇ ગઇ, તરત જ થાળીમાં ઊની રસોઇ લઇ આવી, વહોરાવ્યું, પછી કહે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
‘આટલી ગરમીમાં કયાં જશો, અહીં બાજુમાં રૂમ છે. ભોજન કરી લો.' સાધુ ત્યાં બેઠા ગોચરી કરવા. એમાં ૨-૩ વાર બાઇ પાછી આવી પૂછે- ‘મહારાજ ! બીજું કાંઇ જોઇએ.' સાધુ કહે ‘ખપ નથી,’ અને જયારે ગોચરી પતાવી સાધુઓએ ત્યાંથી જવા માંડ્યું, ત્યારે બાઇ ગદ્ગદ થઇ કહે- ‘અહો ! અહો ! આજ તો મારે ત્યાં ભગવાન પધાર્યા હતા ! હવે જાઓ છો ? બોલતાં બોલતાં રોવા જેવી થઇ ગઇ.
એક સામાન્ય સાધુ આવા પરોપકારી ! અને એમની સત્ ક્રિયા સાધુચર્યા અવંધ્ય ! ત્યારે સાતમી પ્રભાષ્ટિવાળા યોગીની ચર્યા બધીય અવંધ્ય હોવાનું પૂછવું જ શું ?
૮મી પરાદ્દષ્ટિ :
આઠમી પરાષ્ટિમાં ચંદ્ર-જયોત્સ્ના જેવો શીતલ સૌમ્ય બોધ પ્રકાશ, નીતરતો ધ્યાનમય બોધ, નિર્વિકલ્પ અને અત્યન્ત પ્રશમસુખરૂપ ! એટલે એમને પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન નહિ' એમ કહ્યું. કેમકે એ લેશ પણ અતિચાર લગાડતા નથી.
અતિચાર લાગે એનું પ્રતિક્રમણ કરવાનું હોય. અતિચાર-સેવનમાં આત્મા સ્વભાવમાંથી ખસી પરભાવમાં જાય છે. દા.ત. જિનવચન છે ‘આ સંસાર કદી ખાલી થતો નથી,’ એના પર શંકા થાય કે ‘પણ મોક્ષે જવાનું ચાલુ જ છે તો કોક દિ' તો સંસાર ખાલી થાય ને ?’ આ શંકામાં શું કર્યું ? આત્માનો સ્વભાવ સમ્યગ્દર્શન, અર્થાત્ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જેવું દીઠું તેવું કહ્યું તે પ્રમાણેની શ્રદ્ધા એ આત્માનો સ્વભાવ. એના પર હવે શંકા ‘આ સાચું હશે ? શું ખરેખર એવું જ બને છે ?' આવો શંકાનો વિચાર આવે, એ સ્વભાવમાંથી પરભાવમાં ગયો.
પરભાવથી પાછા વળી સ્વભાવમાં આવી રહેવું એનું નામ પ્રતિક્રમણ. છ આવશ્યક કેવી રીતે સ્વભાવમાં લાવે ?ઃ
પ્રતિક્રમણમાં સામાયિક આદિ છ આવશ્યક કરવાના હોય છે. જીવને એ બધાય પરભાવમાંથી સ્વભાવમાં લાવનારા બને છે.
For Private and Personal Use Only