________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮)
ભાવ પણ સમાયેલો છે, અને પછીના ચાર મહાવ્રતનો ભાવ પણ સમાયેલો છે. એટલે, કહો કે પાંચ મહાવ્રતનો આશય એ ચારિત્ર, એમ સકલસત્ત્વ-હિતાશય એ પણ ચારિત્ર જ છે, ને એ મોક્ષનું કારણ છે.
આમ જયારે જીવોના હિતનો આશય એ શુદ્ધ આશય હોઇ પરંપરાએ મોક્ષનું કારણ બને છે, તો પછી પ્રસ્તુત ‘યોગદ્દષ્ટિ-સમુચ્ચય' શાસ્ત્ર રચવાની પ્રવૃત્તિમાં પણ જીવોના આત્મહિતનું સંપાદન કરવાનો આશય હોઇને, એ આશય પણ પરંપરાએ મોક્ષનું નિશ્ચિત કારણ બને, અમોધ યાને સફળ કારણ બને, એમાં નવાઇ નથી. તેથી ગ્રંથ-રચનાનું પરંપરાએ પ્રયોજન મોક્ષ કહ્યું.
(૩) હવે ગ્રંથ-પ્રારંભે નિર્દેશાતા અનુબંધ ચતુષ્ટય પૈકી મંગળ અને પ્રયોજનનો નિર્દેશ કર્યા પછી અભિધેયનો નિર્દેશ કરે છે,- ‘અભિધેય' એટલે ગ્રંથમાં અભિધાન-કથન-નિરૂપણ કરવા યોગ્ય વિષય. તો આ ગ્રંથમાં અભિધેય વિષય તરીકે યોગ છે. ‘વર્ષે... યોગં' કહીને યોગને જ બતાવ્યો. તાત્પર્ય, આ ગ્રંથમાં ‘યોગ' વિષય પર વિવેચન કરવામાં આવશે એ સૂચવ્યું.
(૪) અનુબંધ ચતુષ્ટયમાં ચોથો છે સંબંધ. ગ્રંથ-પ્રારંભે એ બતાવવું જોઇએ કે, ઉચ્ચ માનવભવનું સાધ્ય જે મોક્ષ, એની સાથે ગ્રંથ અને ગ્રંથ-વિષયનો શો સંબંધ છે ? આ સંબંધ પણ જાણવો એટલા માટે જરૂરી છે કે, ગ્રંથ ગમે તેવો વિદ્વતાપૂર્ણ હોય પરંતુ જો જીવન સાધ્ય સાથે એને કશો સંબંધ ન હોય તો સાધ્ય-લક્ષ્મી ભવી જીવ આ ગ્રંથમાં પ્રવૃત્તિ ન કરે. તેથી અહીં સંબંધ તરીકે સાધ્ય-સાધન-સંબંધ બતાવે છે, આ સંબંધ બતાવવાનો માર્ગ બધા ધર્મશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પ્રસ્તુત ગ્રંથમાં સાધ્ય-સાધન સંબંધ આ રીતે લાગુ થાય છે, પ્રસ્તુત ગ્રંથ યોગ’ વિષયનો છે, અને ‘મોક્ષેન યોગનાર્યો:' મોક્ષ સાથે આત્માને જે જોડી આપે તેનું નામ ‘યોગ’. તેથી યોગ એ મોક્ષરૂપી સાધ્યનું કારણ થયું, સાધન થયું, એટલે ગ્રંથ અને ગ્રંથવિષય-‘યોગ’ને મોક્ષરૂપી સાધ્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( યોગદૃષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો
સાથે સાધ્ય–સાધન સંબંધ થયો.
પ્ર– મોક્ષ સાથે યોગને તો સંબંધ કહેવાય. પરંતુ ગ્રંથને સંબંધ શી રીતે ?
ઉ– ગ્રંથ એ ‘યોગ'નો પ્રતિપાદક' છે. આવા ગ્રંથ વિના ‘યોગ’નું ભાન જ શી રીતે થાય ? તેથી જો મોક્ષ માટે યોગ જરૂરી છે, તો યોગ-પ્રતિપાદક શાસ્ત્ર પણ જરૂરી છે, માટે ગ્રંથને પણ મોક્ષ સાથે પરંપરાંએ સાધ્ય-સાધન સંબંધ છે.
શ્રોતાનું પ્રયોજન
અહીં શાસ્ત્રકાર ગ્રંથ રચનામાં પોતાનું પ્રયોજન બતાવ્યા પછી હવે ગ્રંથના શ્રોતાનું પણ પ્રયોજન બતાવે છે.
For Private and Personal Use Only
શ્રોતાને આ ગ્રંથ સાંભળવાનું સાક્ષાત્ પ્રયોજન ‘યોગદ્દષ્ટિ' પ્રકરણના પદાર્થનો વ્યાપક બોધ છે; કેમકે પ્રયોજન એટલે ફળ, તે શ્રોતા આ શાસ્ત્ર સાંભળે તો એને એ ફળ સિદ્ધ થાય છે. ત્યારે શ્રોતાનું પણ પરંપરાએ ફળ યાને પ્રયોજન મોક્ષ છે. એનું કારણ એ કે શ્રોતાઓને આ યોગદ્દષ્ટિ' પ્રકરણના પદાર્થોનું લક્ષણ સ્વરૂપ, કર્તવ્ય વગેરે સંકલનાબદ્ધ જ્ઞાત થવાથી સહેજે એ યોગદ્દષ્ટિઓની સાધનામાં જ ઔચિત્યપૂર્વક પ્રવૃત્ત થવાનો; તેથી ક્રમશઃ પરાકાષ્ઠાએ પહોંચતા એ વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષરૂપી અંતિમ મહા ફળ
પામી જવાનો; કેમકે યોગદ્દષ્ટિમાં ઔચિત્યપૂર્વકની પ્રવૃતિ એ મોક્ષનું ‘અમોઘ' યાને નિષ્ફળ ન જ જાય એવું બીજ છે, યાને સાધન છે. ભવાભિનંદી જીવોની દુર્દશા ઃ
પ્ર- અહીં શ્રોતા માટે જે આ કહેવાય છે તે શું ભવાભિનંદી સંસારરસિક જીવો પણ એ પ્રમાણે બોધ ગ્રહણ કરીને પ્રવૃતિ કરે જ ?
ઉ- ભવાભિનંદી જીવો ઓઘદ્દષ્ટિમાં રમનારા હોય છે. એમને બસ સંસારનો જ રસ હોય છે. એમાં ‘મારા આત્માનું શું થશે ?' એવો કોઇ ભય કે વિચાર પણ હોતો નથી. આવા આત્મ વિમૂખ જીવોને યોગદૃષ્ટિ શાસ્ત્ર સાંભળવાની કોઇ રૂચી કે ઇચ્છા થાય નહી. એવાને તો મન બસ પૈસાટકા-ખાનપાન-સત્તા