________________
સર્ચ ૧લે છે ,
૩૩ પ્રકાશને વેરવા લાગ્યા હતા. કુંતીએ ગર્ભ ધારણ કર્યો, ધાત્રીએ તેણીને છુપાવી સખી, ગર્ભના પ્રભાવથી ઈન્દ્રના સામ્રાજ્યને પણ કુંતી તુચ્છ માનવા લાગી, નવ મહિના બાદ તેણીએ પુત્રને જન્મ આપે, તેના લક્ષણે જોઈને બંને જણું ખૂબ જ મેહિત બની ગયા, પરંતુ ઉપાય શું? તે બંને જાએ એક પિટી મંગાવી, મણિકુંડલવિભૂષિત તે પુત્રને તેમાં સુવાડી ગંગામાં તે પેટીને તરતી મૂકાવી દીધી. કુંતી મનમાં ખૂબ જ ખેદ કરવા લાગી. ખરેખર આવા પુત્રરત્નના વિયેગથી તેનું ચિત્ત દુખ અનુભવતું નથી ?
એક દિવસ સુભદ્રાએ એકાંતમાં ધાત્રીને કુન્તીના દુઃખને માટે કહ્યું ત્યારે ધાત્રીએ બનેલી તમામ હકીકત કહી સંભળાવી, સુભદ્રાએ રાજાને વાત કરી, રાજાએ કહ્યું કે હવે આ પુત્રી બીજાને આપવી ઉચિત નથી, ત્યારબાદ રાજાએ પિતાના પુત્ર ધરણને કુંતીની સાથે હસ્તિનાપુર મેકલ્યા, ત્યાં જઈને ભીષ્મની આજ્ઞા લઈ ધરણે પાંડુરાજાની સાથે કુંતીના વિધિપૂર્વક લગ્ન કરાવ્યા, હસ્તમેળાપના સમયે એકસો હાથી, એક હજાર ઘેડા, વરરાજાને આપ્યાં, વિવાહકાર્ય પત્યા બાદ રાજાએ પણ ધરણને ખૂબ જ સત્કાર કર્યો, અને ધરણુ પિતાના નગરમાં પાછા આવ્યા.
ત્યારબાદ દેવકરાજાની પુત્રી કુમુદ વતીની સાથે વિદુરજીના લગ્ન થયા, રાજ્યવૃદ્ધિનિમિત્ત પાંડુરાજાએ પણ