________________
સર્ગઃ ૧ ]
વિદ્યારે આનંદથી કહ્યું કે હે રાજેશ્વર ! મારી પાસે વંશપરંપરાથી એક વીંટી ચાલી આવે છે. જે વીંટી મારી આંગળીમાં જ છે. તેને આપ ધારણ કરે, તેના પ્રભાવથી વશીકરણ, અદશ્યપણું, વ્રણ, વિરેપણ, ઝેરનું નિવારણ આદિ તમામ કાર્યો વિના વિદને થઈ શકે છે. અનેક વખત આ વીંટીની પરીક્ષા કરીને આને પ્રભાવ જે છે. આ પ્રમાણે કહી તે વીંટી પાંડુરાજાને આપી, વિશાલાક્ષના ગયા બાદ રાજાએ પોતાની આંગળી ઉપર પહેરી, “કુંતીનું સ્મરણ કરી પાંડુરાજા અદશ્ય થયો, રાજાએ કુંતીને વનમાં વિહાર કરતી જોઈ કુંતી પોતાની ધાવમાતાની સાથે વિશ્વાસપૂર્વક વાત કરી રહી હતી, રાજા પિતે અદશ્ય હતો, કુંતીએ ધાવમાતાને કહ્યું કે હે માતાજી! દિવસ તે જેમ તેમ કરીને પસાર કર્યો, પણ રાત્રી કેમ પસાર થશે ? ચંદન, કપૂર, મુક્તાહાર ઠંડકના બદલે બાળે છે. આ કમળની દાંડીથી પણ કઈ લાભ નથી, કોરકે કહ્યું હતું કે તે રાજા ચંદ્રમાની જેમ શીતલ છે. પરંતુ મને અગ્નિથી પણ અધિક બાળે છે. કામદેવ પણ મને કેમ સતાવે છે? ધાત્રીએ તેણુને ઘણું આશ્વાસન આપ્યું અને કહ્યું કે હું એ ઉપાય શોધી કાઢું છું કે તું તારી સામે જ તારા પ્રિયને જોઈ શકીશ, આ પ્રમાણે કહેવા છતાં તેના હૃદયમાં દુખ ઓછું થયું નહિ. ત્યારે ધાત્રી નવા પાંદડા લેવા માટે ગઈ, તેને સારે સમય મ માનીને કુંતી આસોપાલવના વૃક્ષની નીચે ગઈ. તેની ડાળીની ફાંસી બનાવીને પોતે પ્રાણત્યાગ કરવાને