________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધવચન ક્રમાંક ૧૦૮–૧૧૭: ૮૧ કોલસો ઘૂંટીને (ન) નીકળે? પણ હોય નહીં તો ક્યાંથી નીકળે? એમ આ સ્વદ્રવ્યમાં પૂર્ણ આનંદ અને પૂર્ણ જ્ઞાન ભર્યું છે, એમાં આ રક્ષા કરો. એની રક્ષા કરી લીન થા તો તને ત્વરાથી કેવળજ્ઞાન - પરમાત્મદશા થઈ જશે. આહા.... હા ! તું તો પરમાત્મસ્વરૂપ જ છે. જો પરમાત્મસ્વરૂપ ન હોય તો પરમાત્મા પર્યાયમાં એનલાજી ( પ્રગટ) ક્યાંથી થશે? જે પર્યાયમાં પરમાત્મા થાય છે, તે શું બહારથી આવે છે? – શક્તિમાંથી વ્યકિત થાય છે.
એ શક્તિરૂપ જે સ્વદ્રવ્ય ભગવાન પૂર્ણ છે, એની રક્ષા કરવામાં ત્વરા કરો. એકદમ કરો, ત્વરાથી કરોઃ પ્રભુ! પ્રમાદ ન રાખો. પરમાં પોતાપણાની માન્યતા છોડી દે. તારી ચીજ અંદર ભગવાનસ્વરૂપ બિરાજમાન છે. નાથ! બધા પ્રભુ છે ને...! શરીરને અને આ (રાગને) ન દેખે તો અંદર આત્મા પ્રભુ જ છે! શકકરિયાની છાલ ન દેખો, તો એ સકરકંદ સાકરનો કંદ – સાકરનો પિંડ જ છે. એમ શરીર, વાણી મન, પુણ્ય-પાપના ભાવ ન દેઓ તો અંદરમાં ત્વરાથી રક્ષા કરવાથી વીતરાગદશા ઉત્પન્ન થાય છે. એ વીતરાગદશા અંતરના સ્વભાવમાંથી આવે છે. આહા.... હા! વાત ઝીણી છે, પ્રભુ! શું થાય? મારગ તો “આ”. – “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ".
આહા... હા! ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવ, વીતરાગ સર્વજ્ઞ અનંત તીર્થકર થયા. ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનહારનો વિરહ ન હોય. શું કહ્યું? - ત્રણ કાળમાં ત્રણ કાળને જાણવાવાળાનો કદી વિરહ ન હોય. , સર્વજ્ઞ (તીર્થંકર) અનાદિથી છે. એક (મોક્ષ) જાય તો બીજા દેખે. સર્વજ્ઞ તો હમણાં છે, અનાદિથી હુતા, અનંતકાળ રહેશે, ત્રણ કાળ ત્રણ લોકને જાણવાવાળા ભગવાનનો વિરહ જગતમાં ન હોય. વિરહ હોય જ નહી. મહા વિદેહમાં તો સર્વજ્ઞા કાયમ રહે છે.
આહા... હા! એ ભગવાનની વાણીમાં આવું આવ્યું છે. દિવ્યધ્વનિ, એ આવી (છદ્મસ્થ જેવી) વાણી ન હોય! ભગવાનનો ૐ ધ્વનિ - કંઠ હવે નહીં, હોણ હલે નહીં, આખા શરીરમાંથી ૩ૐ કાર (નાદ ઊઠે). “મુખ ૩ૐ કાર ધ્વનિ સુનિ અર્થ ગણધર વિચારે રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે”. – (આ “બનારસીવિલાસ' માં બનારસી દાસનું વચન છે. ભગવાનની વાણીમાંથી આગમની રચના થઈ. આગમ દ્વારા ભવિકજીવ લાયક પ્રાણી - મિથ્યાત્વને – સંશયને નિવારે.
આ સિવાય તો બીજી વાણી જ ક્યાંય છે નહિ. આવો મારગ જ ક્યાંય (બીજ) નથી. વેદાંતમાં તો વાત કરી (ક) આત્મા આવો ને તેવો... (સર્વ) વ્યાપક છે. શ્વેતાંબરમાં પણ ધણી ગરબડ છે. સર્વજ્ઞ એક સમયે જ્ઞાન (વડ) જાણે અને (બીજા) એક સમયે દર્શન (વડ) જાણે (–દેખે), એમ કહે છે. – આ વાત જૂઠી છે. ભગવાનને શરીરમાં રોગ થાય છે અને સ્ત્રી (પર્યામાં પણ) ભગવાન થાય છે. (મલ્લિનાથ). – એ બધી વાત જૂઠી છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com