________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦: પ્રવચન નવનીત ભાગ-૧
જ્યારે ‘ ક્રમબદ્ધ’ નો નિર્ણય કરવા જાય છે ત્યારે, પોતાના સ્વભાવ-સન્મુખ થઈને જે પરિણામ ઊપજ્યાં તે પરિણામ જીવ જ છે. જીવનાં પરિણામ જીવ જ છે. અજીવનાં પરિણામ અજીવ જ છે. –એમ કહીને શું કહ્યું ? કે: અંદર કર્મનો ઉદય છે તે મંદ પડી ગયો અને કંઈક ખસી ગયો તો આ સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી-એમ નથી. કર્મનો ક્ષયોપશમ છે તો પોતાની સમ્યગ્દર્શનની પર્યાય ઉપજી-એવી અપેક્ષા નથી. આહા... હા... હા ! સમજાણું કાંઈ ?
અરે ! ક્યારે (આ ) નિર્ણય કરે? નવરાશ ન મળે. ધંધા આડે નવરાશ નહીં. અમારે તો ( પિતાજી ગુજરી ગયા પછી દુકાન ચલાવવી પડી. ૧૯૬૩ થી ૧૯૬૮ની સાલ. જો ભાગીદાર થડે બેઠા હોય, તો અમે નિવૃત્તિ લઈ લેતા હતા. અમે અંદર દુકાનમાં શાસ્ત્ર વાંચતા. જો ભાગીદાર ન હોય, તો થર્ડ-ધંધે બેસવું પડે.
( અહીં ) એવી રીતે અનેકાંત કર્યું કે ‘પોતાના-જીવનાં પરિણામ જીવ જ છે; અજીવ નહીં.' અર્થાત્ અજીવથી ઊપજ્યાં નથી. અર્થાત્ કર્મનો ક્ષયોપશમ છે તો જીવનાં પરિણામમાં સમ્યગ્દર્શન થયું, એવી અપેક્ષા નથી.
૨૦૧૩ની સાલમાં સમ્મેદશિખરની યાત્રાએ ગયા હતા, ત્યારે ઈશરીમાં મોટી ચર્ચા થઈ હતી. ‘ પંચાસ્તિકાય' ની ૬૨-ગાથામાં એવું લીધું છે કેઃ આત્મામાં જે પુણ્ય-પાપના દયા-દાનના, કામ-ક્રોધના-વિકાર ઊપજે છે, તે ષટ્કારકના પરિણમનથી ઊપજે છે. એ જે પરિણામ થાય છે તે પોતાથી છે; પરથી નહીં; કર્મથી નહીં. (તો) સામે એમ પ્રશ્ન કર્યો: ‘જો કર્મથી વિકાર ન હોય તો સ્વભાવ થઈ જાય ?’ (મેં કહ્યું: ) ‘પણ એ સ્વ-ભાવ જ છે પર્યાયનો '.
(‘સમયસાર ’) ૩૭૨-ગાથામાં પણ છેઃ ખરેખર સ્વ-ભાવ છે-એ પર્યાયમાં વિકૃતપર્યાય થવી એ પણ પર્યાયનો સ્વ-ભાવ છે; દ્રવ્યનો નહીં; ગુણનો નહીં. તો એ પર્યાયમાં વિકાર થવા માટે પ૨ની અપેક્ષા છે? -એમ બિલકુલ નથી. (‘પંચાસ્તિકાય ’) ૬૨-ગાથામાં એવો પાઠ છેઃ કર્મના કારકની અપેક્ષા નથી. કર્મના કારકની અપેક્ષા વિકાર થવામાં નથી; તો પછી, ધર્મની પર્યાયમાં કોઈ પરની અપેક્ષા છે?! (−એવું છે જ નહીં.)
આહા... હા ! નિશ્ચયથી તો એવું જ છે કેઃ જ્યારે એ (પર્યાય ), જીવદ્રવ્યનું અવલંબન લે છે ત્યારે તો તે પર્યાય (પોતાના ) ષટ્કારકથી પરિણમે છે. સમ્યગ્દર્શનની પર્યાય ષટ્કારકથી પરિણમે છે. –એનો અર્થ શું છે? કેઃ પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. આહા... હા... હા! ઝીણું છે થોડું. કર્તા કહેવું અને છતાં પરની અપેક્ષા નહીં! કર્તા પરિણામ સમ્યગ્દર્શન છે, એ ષટ્કારથી પરિમિત થયા છે. ( અર્થાત્ ) કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન-અપાદાનઅધિકરણ-ષટ્કા૨કથી, સમકિતની પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com