________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર૦: ૨૨૧ બાલિકા પછી લગ્ન પણ કરે; પણ એ (જે) અંદર વિકલ્પ આવ્યો, તેનો (શુદ્ધ ઉપાદાનરૂપે) કર્તા - ભોકતો, તે ( બાલિકા) નથી. આહા. હા! આવી વાત કોને બેસે? વાત (તો) એવી છે, પ્રભુ!
પોતે શુદ્ધ ઉપાદાનરૂપે” – જે પહેલાં દ્રવ્યસ્વભાવ-ત્રિકાળી શુદ્ધ જ્ઞાન કહ્યું એના ઉપર પોતાની દૃષ્ટિ પડી અને પર્યાયમાં અનુભવ થયો તો નિર્વિકલ્પ અનુભવ હોવાથી, સ્વયં શુદ્ધ ઉપાદાનથી - પર્યાયમાં શુદ્ધ ઉપાદાનથી –અશુદ્ધ ઉપાદાનનો કર્તા – ભોકતા નથી.
પ્રશ્નઃ એમ કેમ કહ્યું?
સમાધાનઃ અંદર શુદ્ધ ઉપાદાનથી “કર્તા નથી. અને અશુદ્ધ ઉપાદાન “પર્યાય” માં થાય છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને પણ અશુદ્ધ ઉપાદાનમાં રાગાદિ થાય છે. પણ એ (જ્ઞાની) શુદ્ધ ઉપાદાનના જોરથી એનો (રાગાદિનો ) કર્તા-ભોકતા નથી. આહા... હા ! એક એક શબ્દ શબ્દમાં (ઘણી ગંભીરતા)!! “પોતે શુદ્ધ ઉપાદાન” – પોતે – કોઈની અપેક્ષા વિના (જે) સમ્યગ્દર્શન- જ્ઞાન થયું; પોતાની નિર્મળ પરિણતિ (થઈ ); તે પોતાના શુદ્ધ ઉપાદાનથી (થઈ ).
એ જે વ્રત ને તપના વિકલ્પ ઊઠે છે, એ તો રાગ છે. ઉપવાસ કરવો ને બહારના (વ્યવહારના) એ બધા વિકલ્પ, તે પણ રાગ છે. (એ તો) અનંત વાર કર્યું છે. “મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો; પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાયૌ”. આતમજ્ઞાન વિના, એ પાંચ મહાવ્રતનાં પરિણામ, એ દુઃખ અને આસ્રવ છે. અરેરે.. રે! અહીં અત્યારે તો (લોકો ) પંચ મહાવ્રતને ધર્મ માને છે! (પણ) અહીં કહે છે કે – અનંત વાર મુનિવ્રત ધારણ કર્યું (છતાં) આત્મજ્ઞાન વિના જરા પણ સુખ પામ્યો નહીં. એ મહાવ્રતનાં પરિણામ પણ રાગ છે અને દુઃખ છે. કારણ કે, ત્યાં “લક્ષ” પર તરફ છે. પોતાના ત્રિકાળી સ્વરૂપ તરફ “દષ્ટિ' નથી. આહા... હા! સમજાય છે કાંઈ ?
પોતે શુદ્ધ ઉપાદાનરૂપે (રાગાદિને) કરતો નથી અને વેદતો નથી.” ધર્મી જ્યારે થાય છે; ધર્મનું પહેલું પગથિયું – સમ્યગ્દર્શન થાય છે, ત્યારથી શુદ્ધ પરિણતિના કારણે, અથવા શુદ્ધ ઉપાદાનના કારણે, એ રાગનો કર્તા-ભોકતા નથી.
જિજ્ઞાસા: (શું આ વાત ક્ષણિક ઉપાદાનની છે?
સમાધાનઃ પર્યાયની વાત કરી ને...! આ વાત પરિણતિની ચાલે છે ને..! “શુદ્ધ જ્ઞાનપરિણત જીવ પણ” એમ કહ્યું ને...! પહેલાં બેચાર વાર કહેવાઈ ગયું કેઃ “શુદ્ધજ્ઞાનપરિણત જીવ' - પર્યાયમાં શુદ્ધપણે પરિણત થયેલો જીવ, એ પણ પોતે શુદ્ધ ઉપાદાનરૂપે ( રાગાદિને) કરતો નથી. દ્રવ્યસ્વભાવથી તો રાગ-દ્વેષનો કર્તા નથી, પણ શુદ્ધ પરિણતિથી પણ રાગ-દ્વેષનો કર્તા નથી.
આહા... હા! શું થાય? પ્રભુનો (અહીં) વિરહ પડયો. પરમાત્મા રહ્યા નહીં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com