________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦: પ્રવચન નવનીત ભાગ-૧
[પ્રવચનઃ તા. ૬-૮-૭૯ ]
સમયસાર ’ ૩૨૦-ગાથા. જયસેન આચાર્યની ટીકા. અહીં સુધી આવ્યું: આત્મા તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવભાવ છે. એની-ત્રિકાળી જ્ઞાયકભાવની, જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ‘ ભાવના ’, તે શુદ્ધભાવથી કથંચિત્ ભિન્ન છે. આહા... હા ! ૫૨ચીજ તો ક્યાંય ભિન્ન રહી ગઈ. (એની સાથે તો આત્માને ) કંઈ સંબંધ જ નથી. (અહીં ) તો અંદર શુદ્ધ ચૈતન્યઘન, સહજ શુદ્ધપારિણામિકસ્વભાવભાવ, જે દ્રવ્ય એટલે વસ્તુ, એની ‘ભાવના’ અર્થાત્ એની સન્મુખ થઈને (જે) ચૈતન્યનું જ્ઞાન અને ચૈતન્યની શ્રદ્ધા અને ચૈતન્યની રમણતા (રૂપ ) જે ‘ ભાવના (થઈ ), એ ‘ પર્યાય ' છે; તે પર્યાય, ત્રિકાળી સ્વભાવ-ચૈતન્ય પરમાનંદ સ્વભાવથી ભિન્ન છે! કારણકે: (તે) પર્યાયનો નાશ થઈને મોક્ષ થશે ત્યારે તો (તે ) પર્યાય રહેશે નહીં. (તો) જો (તે) પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય તો મોક્ષ થતાં (તે મોક્ષમાર્ગની ) પર્યાયનો નાશ થશે, તે દ્રવ્યનો (પણ ) નાશ થઈ જશે.
આહા.. હા! આવી વાતો લ્યો! સમજાય છે કાંઈ ? (આત્માને) પરની સાથે તો કંઈ સંબંધ જ નથી. અહીં રાગના ભાવની વાત પણ કરી નથી. (અહીં તો કહ્યું કેઃ) ૫૨મ સ્વભાવભાવ ધ્રુવ, નિત્યાનંદ પ્રભુ, ચૈતન્યસાગર, ભગવાન નિત્યાચંદ ધ્રુવ, પરમપારિણામિકસ્વભાવભાવ, જ્ઞાયકભાવ, –એની ભાવના, એ ધર્મ ( છે ).
ભાવના ' શું? કેઃ સ્વરૂપની પ્રતીતિ-અનુભવ કરીને, જ્ઞાનની પર્યાયમાં આખા શેય આત્માનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપ-રમણતા કરવી. એટલે અતીન્દ્રિય આનંદમાં રમવું એ ચારિત્ર-એ ‘ભાવના' છે. આહા... હા! એ (‘ભાવના ’) ત્રિકાળી વસ્તુ નથી. જો એ ‘ભાવના’ ત્રિકાળી વસ્તુની સાથે અભિન્ન હોય તો એ ‘ ભાવના ’ નો નાશ (–વ્યય) થઈને મોક્ષ તો અવશ્ય થશે; (તો ત્રિકાળી વસ્તુનો પણ નાશ થઈ જશે ). એટલે કે, જેને એ ‘ ભાવના' પ્રગટ થઈ, અર્થાત્ (જેને ) ચૈતન્યસ્વભાવની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતા પ્રગટ થઈ, એને તો અલ્પકાળમાં મોક્ષ થવાનો જ છે; તો એ (મોક્ષનો ) પ્રસંગ બનતાં, એ (ભાવનારૂપ ) પર્યાયનો તો નાશ થશે, એટલે મોક્ષમાર્ગરૂપ એ ભાવનાનો તો નાશ થશે; તો જો એ (ભાવના ) શુદ્ધપારિણામિકની સાથે અભિન્ન હોય તો, એનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થાય. ( પણ એમ તો બનતું નથી. તેથી) એ નિશ્ચય મોક્ષનો માર્ગ જે છે તે પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે.! આહા... હા... હા !
શરીર, કર્મ, પૈસા, સ્ત્રી, કુટુંબ-એ બધાં ૫૨ છે, બિલકુલ ૫૨ છે; એને આત્માની સાથે કંઈ સંબંધ નથી, – એ માનવામાં પણ હજી પરસેવો ઊતરે! આહા.. હા ! અહીં રાગની પણ વાત નથી. (અહીં ) તો નિર્મળ પર્યાય જે છે–સચ્ચિદાનંદ પ્રભુ જીવનું જ્ઞાન, એની શ્રદ્ધા અને એની રમણતા (રૂપ ) ( જે ) પવિત્ર પર્યાય- એ પણ પર્યાયવાનથી કથંચિત ભિન્ન છે. (એક કહે છે ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com