________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર : ૩૧૧ આહા.. હા ! એ (મોક્ષમાર્ગરૂપ) ભાવનાનો નાશ (-વ્યય) થઈને મોક્ષ તો થશે જ. (એ) નાશ પામશે (છતાં), પરિણામિકભાવનો તો નાશ થશે નહીં, કારણ કે એ તો અવિનાશી તત્ત્વ છે. ભલે ને અંદર રાગ હોય કે રાગનો અભાવ હોય કે મોક્ષના માર્ગની પર્યાયનો અભાવ હોય; પણ એ (પારિણામિકભાવ) તો અવિનાશી તત્ત્વ છે.
જો એ (મોક્ષમાર્ગરૂપ) પરિણામ, પારિણામિકસ્વભાવથી અભિન્ન હોય, તો તે પરિણામનો (મોક્ષપ્રસંગમાં) નાશ થવાથી, આત્માનો નાશ થાય. (પણ એમ તો બનતું નથી.) માટે આમ (ઠર્યું-) સિદ્ધ થયું અર્થાત એવો નિશ્ચય થયો કેઃ શુદ્ધપારિણામિકભાવ વિષયક અર્થાત્ શુદ્ધપારિણામિક (ભાવ) ને અવલંબનારી આ જે ભાવના એટલે સમ્યગ્દર્શન-એના વિના, જેટલાં બાહ્ય ત્યાગ લઈને અભિમાન કરવાં, એ બધો મિથ્યાત્વભાવ છે. સમજાણું કાંઈ?
નિયમસાર” શ્લોક-૨૧૦, પરમ સમાધિ અધિકારમાં છેઃ “સ્વધર્મત્યાગ” નો અર્થ મિથ્યાત્વભાવ.' મિથ્યાત્વભાવ-મોહભાવ (એ) “સ્વધર્મ” નો ત્યાગ છે, જેણે પરનો ત્યાગ કરીને પોતે અભિમાન સેવ્યું કે “અમે ત્યાગી છીએ' , પણ મિથ્યાત્વનો ત્યાગ તો થયો નહીં તો તે “સ્વધર્મ' નો ત્યાગી છે. “પરનો ત્યાગી નહીં; (પણ) “સ્વધર્મ' નો ત્યાગી છે! અંદર ચીજ (આત્મા) છે; એની તો ખબર નથી, પ્રતીત નથી, આદર નથી; અને પરનો ત્યાગ કરીને (માને કે ) “અમે ત્યાગી છીએ. અમે સાધુ છીએ. પડિમાધારી છીએ”. (તો તે “સ્વધર્મ નો ત્યાગી છે.) આહા... હા ! આકરી વાત, ભાઈ ! નિયમસાર' માં છેઃ જેણે પ્રગટ થયો છે સહજ તેજ: પેજ (તે) વડે જેને આનંદનો નાથ અનુભવમાં આવ્યો, એણે સ્વધર્મત્યાગરૂપ-મોહરૂપ અતિપ્રબળ તિમિરસમૂહને દૂર કર્યો છે. સ્વધર્મના ત્યાગરૂપ મોહ એટલે મિથ્યાત્વ. આહા. હા! સહજ પ્રગટ થયેલા તેજ:પુંજ વડે, (અર્થાત ) આ “ભાવના' (દ્વારા). અંદરમાં જ્ઞાનાનંદસ્વભાવની દષ્ટિ, જ્ઞાન અને નિર્વિકલ્પ આનંદનો સ્વાદ આવ્યો. એના દ્વારા સ્વધર્મત્યાગરૂપ જે મોહ, એનો નાશ કર્યો. (પણ) જેણે બહારનો ત્યાગ કર્યો (છતાં,) એને અંદર મિથ્યાત્વનો ત્યાગ નથી, તો તે
સ્વધર્મત્યાગરૂપી મોહમાં પડયો છે. આહા. હા! ઝીણી વાત છે, બાપુ ! આ ભગવાન પૂર્ણાનંદનો આનંદ જેને આવ્યો નહીં, અને એ સિવાય બહારના ત્યાગથી ( એમ માને કે )
અમે ત્યાગ કર્યો અને અમે ત્યાગી છીએ,' તો એ તો સ્વધર્મત્યાગરૂપ મિથ્યાત્વભાવ છે. ગજબ વાત છે, ભાઈ !
અહીં એ કહે છે કે જે ભાવના છે, એ શુદ્ધપારિણામિકભાવવિષયક એટલે શુદ્ધ (સ્વરૂપ) ને અવલંબનારી દશા છે. જેમાં મોહનો ત્યાગ છે. મોહ અર્થાત્ મિથ્યાત્વનો ત્યાગ છે. જેણે શુદ્ધ દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને, આદર કરી, અવલંબન લેનારી દશા પ્રયટ કરી, એણે તો સ્વધર્મત્યાગરૂપ મિથ્યાત્વનો ત્યાગ કર્યો ! આહા... હા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com