________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦: પ્રવચન નવનીત ભાગ-૧
ત્રિલોકનાથની અસંખ્ય (અકૃત્રિમ શાશ્વત) જિનપ્રતિમાઓ છે, જિનમંદિરો છે. (ત્યાં ) સમકિતી ક્ષાયિક (સમકિતી ઇન્દ્રો પણ દર્શન કરે છે. એવો વિકલ્પ આવે છે, તો ત્યાં લક્ષ જાય છે. એવી વસ્તુની સ્થિતિ છે! આહા... હા! એક બાજું કહેવું કેઃ ભગવાનની પ્રતિમા આદિની પણ, અરે! દેવ-ગુરુની વાણી, જે સાચી છે એની પણ અપેક્ષા (સમ્યગ્દર્શનની) પર્યાયમાં નથી, પોતાનું સમ્યગ્દર્શન પોતાથી થયું. અને બીજી બાજુ એમ કહેવું કેઃ શાશ્વત જિનપ્રતિમાના દર્શન ક્ષાયિક સમકિતી કરે છે. (ભાઈ!) એ વિકલ્પના કાળે વિકલ્પ આવે છે. (પણ) એક વિકલ્પ એનાથી (–સમ્યગ્દર્શનથી ) થયો, એમ નથી.
એવું સિદ્ધાંતમાં છે કેઃ શાસ્ત્રનો એક અક્ષર પણ ફેરફાર થઈ જાય, તો દષ્ટિ વિપરીત થઈ જાય છે. શાસ્ત્રમાં એક પણ અક્ષરથી ન્યાયમાં ફેરફાર કરવો, (તે) દષ્ટિ વિપરીત છે.
એકાવતારી સમ્યગ્દષ્ટિ ઇન્દ્ર, જ્યારે જન્મે છે તો પ્રથમ ભગવાનની પ્રતિમા પાસે દર્શન કરવા જાય છે. એવો પાઠ સિદ્ધાંતમાં છે. જન્મે છે અર્થાત્ એને કાંઈ માતા છે, (એમ ) નથી. (સ્વર્ગ) માં ફૂલની એક શય્યા છે, તેમાં એકદમ ઉત્પન્ન થઇ જાય છે. અંતર્મુહૂર્તમાં જુવાન જેવું શરીર ઉત્પન્ન થઈ જાય છે. એવો જીવ ક્ષાયિક સમકિતી (ઇન્દ્ર) હોય તોપણ તરત કહે છે: “ તૈયારી કરો.. ભગવાનના મંદિરમાં દર્શને જવું છે!' દેવો ઐરાવત હાથીનું રૂપ ધારણ કરે. ઇન્દ્ર, ઉ૫૨ બેસે, ભગવાનનાં દર્શન કરવા કરોડો દેવોને સાથે લઇ જાય છે! હવે એ આમ છે તોપણ, એ ભાવ આવ્યો... એ પુણ્યબંધનું કારણ છે. (જો કે) એ ભાવ આવ્યા વિના રહે નહીં. (છતાં ) એ ધર્મસ્વરૂપ નથી !
( ચક્રવર્તીપણું અને ) ક્ષાયિક સમક્તિ અને ત્રણ જ્ઞાન લઇને કેટલાક તીર્થંકર (શ્રી શાન્તિનાથ આદિ) આવે છે. ૯૬ હજાર (સ્ત્રીઓ) સાથે લગ્ન કરે છે. દ૨૨ોજ એક એક દિવસમાં સેંકડો રાણી સાથે લગ્ન કરે છે! - એ ચારિત્રનો દોષ છે. જ્યાં સુધી (પૂર્ણ) વીતરાગ ન થાય ત્યાં સુધી આવો રાગ આવે છે.. પણ આવે છે.. એ ધર્મ છે, એમ નથી.
અહીં તો જ્યાં ભગવાનની ભક્તિ કરીને સ્તુતિ કરી, (તો) ધર્મ થઈ ગયો...! પણ એમાં ધૂળમાં ય ધર્મ નથી. (ધીરજથી) સાંભળ ને...! ધૂળમાં નહીં એટલે એ પુણ્યાનુ બંધી પુણ્ય પણ નથી. એ તો પાપાનુબંધી પુણ્ય છે. અને સમકિતીના પૂજા-ભક્તિના રાગ, એ પુણ્યાનુબંધી પુણ્ય છે. આટલો બધો ફેર છે! સમજાય છે કાંઈ ?
અહીંયાં કહેવામાં આવ્યું છે. “ ( સ્વદ્રવ્યમાં જ ) સિદ્ધિ હોવાથી, જીવને અજીવને કર્તાપણું સિદ્ધ થતું નથી. માટે જીવ અકર્તા ઠરે છે”. જીવને પોતાના સિવાય પરનું કર્તૃત્વ-કરવું, પરને રાખવું – એવું સિદ્ધ થતું નથી. એટલા માટે જીવ ‘અકર્તા’ સિદ્ધ થાય છે. સરવાળો: આ કારણથી ‘ક્રમબદ્ધ' માં અકર્તા સિદ્ધ થાય છે. (પર્યાય ) ક્રમસર થાય છે, એમાં પરની (કાંઈ ) અપેક્ષા નથી; એ કારણે ક્રમબદ્ધમાં
આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
-