________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO: પ્રવચન નવનીત ભાગ-૧
આહા.... હા! ભાઈ ! અહીં તો મોક્ષના માર્ગની વાત છે, નાથ? આ કોઈ (શુભભાવથી) લાભ થાયને... એનાથી સ્વર્ગ મળશે અને પછી એમ મળશે ને.. ધૂળ મળશે (એની વાત નથી).
આહા... હા! અહીં તો કહે છે કેઃ “શુદ્ધાત્માભિમુખ પરિણામ ” અર્થાત્ પ્રભુ પૂર્ણ શુદ્ધ વસ્તુ, પરમાત્મસ્વરૂપઅભિમુખ પરિણામ: અભિસન્મુખ થઈને થનારાં પરિણામ; એને નિર્મળ પર્યાય, અર્થાત્ મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. દયા, દાન, વ્રત આદિનાં પરિણામ, ભક્તિ, પૂજા, મંદિર બનાવવું-એ બધા શુભ ભાવ છે; બંધનું કારણ છે; ઝેર છે. અને આ તો અમૃતના પ્યાલા પીધા છે, અર્થાત્ જેને શુદ્ધાત્માભિમુખ પરિણામ કર્યા એટલે કે જેણે નિર્વિકલ્પ ચૈતન્યઘન ભગવાન-સન્મુખ પરિણામ કર્યા તેણે તો નિર્વિકલ્પ અમૃત પીધું. આહા... હા! એ નિર્વિકલ્પ અમૃતને અહીં “શુદ્ધોપયોગ” કહે છે. ભગવાન (આત્મા) પૂર્ણાનંદથી ભર્યો છે. એની આગળ કોઈ ચીજની કિંમત નથી. આની (નિજપરમાત્માની) આગળ, (આશ્રય અપેક્ષાએ), સાક્ષાત્ ત્રિલોકનાથની પણ કિંમત નથી. એમની કિંમત એમની પાસે રહી; કારણ કે એ તો વ્યવહારપદ્રવ્ય છે.
અહીં કહે છે કે આત્મા મહા પ્રભુ, ચૈતન્ય ચમત્કારની શક્તિથી ભર્યો પડ્યો પ્રભુ (છે). એની સન્મુખ પરિણામ કરવા અને નિમિત્ત ને રાગથી વિમુખ થઈને, પર્યાયનો ઝુકાવ જે પર તરફ છે તેને સ્વ-તરફ કરવો; એ પરિણામ મોક્ષનો માર્ગ છે; એ ધર્મ છે; એ પર્યાય છે. અર્થાત્ શુદ્ધદ્રવ્ય જે ત્રિકાળી છે; એની સન્મુખનાં પરિણામ એ પર્યાય છે; એ દ્રવ્ય નથી; એ પર નથી; (એ) સ્વની પર્યાય છે. તે પર્યાય” એમ કહ્યું ને..કઈ
પર્યાય'? (કે.) જે ભગવાન પૂર્ણાનંદના નાથની સન્મુખદશા “તે પર્યાય.” એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર. જ્યારે ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ પરિણામ (થયાં, તો) એનું નામ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર, શુદ્ધોપયોગ અને શુદ્ધાત્માભિમુખ પરિણામ (કહેવામાં આવે છે).
આહા.... હા! ભગવંત! તારી ચીજનો શું મહિમા !! આહા. હા! અલૌકિક ચૈતન્ય હીરો અંદર પડ્યો છે. જેમાં અનંત ગુણના પાસા-પહેલ પડ્યા છે. જેમ હીરાના પાસા-પહેલ હોય છે તેમ ભગવાન આત્મામાં અનંત પહેલ-અનંતજ્ઞાન આદિ અનંત પહેલ-પડ્યા છે. એવો ચૈતન્ય ભગવાન! એનો આદર કરવો, શ્રદ્ધામાં સ્વીકાર કરવો, જ્ઞાનમાં શેય તરીકે જાણવો, પછી ચારિત્રમાં સ્થિર કરવો.
આહા.... હા ! આવું (વસ્તુ-સ્વરૂપ) છે, પ્રભુ! શું થાય? અરે. રે! અહીં તો (લોકો) થોડું જ્યાં લૂગડાં ફેરવે, એકાદ-બે પાંચદશ પડિમા ધારે, ત્યાં જાણે અમે ત્યાગી થઈ ગયા! અરે પ્રભુ! ત્રણ લોકનો નાથ (ભગવાનઆત્મા); એની સામે જોઈને જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ કર્યું નહીં ત્યાં સુધી (આ) બધું જુઠું છે, બધો સંસાર છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com