________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર: પ્રવચન નવનીત ભાગ-૧
બીજી વાતઃ એમાં (આત્મામાં) ક્રમવૃત્તિ (રૂપ) અને અક્રમવૃત્તિ (રૂપ) ગુણ છે. તો એની પર્યાય કમસર-ક્રમબદ્ધ જ થશે. એ ગુણને ધરવાવાળો ગુણી પ્રભુ- એ ગુણીની દૃષ્ટિ જયારે થાય છે, તો ગુણમાં જે પર્યાય ક્રમબદ્ધ આવવાવાળી છે (તે) ક્રમવૃત્તિગુણના કારણે તે જ થશે. સમજાય છે કાંઈ? થોડું ઝીણું પડે, પણ ધીમેથી પચાવવું, ભાઈ !
અહીં પછી બીજી વાત કેઃ “પરિણામોથી ઊપજતો થકો” એટલે કે “એક પરિણામ નહીં'. આજે સવારમાં કોઈ ભાઈએ પ્રશ્ન કર્યો હતો કે એક સમયમાં એક જ પર્યાય ઉત્પન્ન થાય છે? તો કીધું છે. એક ગુણની એક. (એમ) અનંતા (પર્યાયો એક સમયમાં). “ પરિણામો” લીધાં છે ને...? અનંત ગુણનાં પરિણામ એક સમયમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્યમાં અનંત ગુણ છે. જ્યારે દ્રવ્યની દૃષ્ટિ થઈ તો અનંત ગુણ જેટલી સંખ્યામાં છે, (એ – બધાં ગુણની નિર્મળ પર્યાય પ્રતિસમયે ઊપજે છે ).
આકાશના પ્રદેશનો અંત નથી. અલોકનો અંત કયાં આવશે? – કયાંય અંત નથી. લોકનો અંત છે, પણ અલોકનો અંત કયાં? દશે દિશાઓ આકાશ.. કયાં પૂરું થાય છે? – ક્યાંય પણ અંત નથી. આ (અનંત. અનંત.... પછી) શું છે? આહા.. હા ! એકવાર નાસ્તિથી વિચાર કરે તો પણ આ અસ્તિત્વની શ્રદ્ધા થઈ જાય (તમ) છે કે – આકાશ પછી શું આવશે?
ધુવારણ ગામમાં ૧૯૯૧માં બે ભાઈઓને આમ કહ્યું કે ભાઈ ! એટલો (પહેલા) વિચાર કરો, બીજું પછી રાખો કે આ (આકાશ) ચીજ છે, તો આ કયાં સુધી છે? અનંત અનંત અનંત અનંત યોજનમાં આ ચીજ છે. આ ચીજ (તો) અનંત અનંત યોજનમાં (પૂરી થતી) નથી; તો ત્યારે (એના) પછી શું? અને પછી છે; તો એનો અંત ક્યાં? આહાહા! અંદરથી માથું ફરી જાય એવું છે!! માથું એટલે દષ્ટિ. આકાશના પ્રદેશનો અંત શું? આકાશનો છેલ્લો પ્રદેશ ક્યાં? અલોકની વાત છે. એનો છેડો જ નથી. એટલો પ્રદેશ (આકાશના) છે. – એનાથી અનંતગુણા ગુણ તો એક આત્મામાં છે. આહા... હા... હા !
અહીં એમ કહ્યું: અનંત ગુણનાં પરિણામોથી ઊપજતો થકો. એક ગુણની પર્યાય, એમ નહીં; શ્રદ્ધાની પર્યાય ઉત્પન્ન થાય છે, આનંદની પર્યાય થાય છે; અરે! જેટલા અનંત ગુણ છે, એ બધાનાં પરિણામ વ્યક્ત-પ્રગટ – ઉત્પન્ન થાય છે. આહા.. હા! દ્રવ્ય ઉપર દષ્ટિ જવાથી, એ સંસ્થામાં જેટલા ગુણ છે, એ બધા ગુણનો એક અંશ વ્યક્ત-પ્રગટ થાય છે. સમ્યગ્દર્શના એકલું સમ્યગ્દર્શન થાય છે, એમ નથી; સમ્યગ્દર્શનની પર્યાયમાં આનંદનો અંશ, વીર્યનો અંશ (સાથે છે).
આત્મામાં વીર્ય-પુરુષાર્થ નામનો ગુણ છે. એ વીર્યગુણનું કાર્ય એ છે કે સ્વરૂપની રચના કરવી; એમ સુડતાલીસ શક્તિમાં આવે છે. શુભ અને અશુભ રાગની રચના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com