________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬: પ્રવચન નવનીત ભાગ-૧
આ પરિણામ સમજ્યાં ને? –એ તો કારણ કહ્યું હતું (કે) મોક્ષના કારણથી શૂન્ય (છે) પણ અહીં તો કહે છે કે: મોક્ષની પર્યાયથી શૂન્ય (છે). મોક્ષ પણ પરિણામ છે ને! તો એનાથી વસ્તુ જે ત્રિકાળી છે તે રહિત છે. શૂન્ય છે.
આહા... હા... હા... હા! આકરી (ઊંચી) છે ગાથા, બાપુ! આવી વાત સમજવા સાંભળવા ન મળે. ‘ આ' તો પરમાત્માનો પરમ સત્ય પોકાર છે. જિનેશ્વરદેવની સભામાં ઇન્દ્રો આવે છે. ઇન્દ્રાણી આવે છે; એકભવતારી ઇન્દ્ર, એની પટરાણી પણ એકભવતારી-એકભવે મોક્ષ જનારી, ભગવાન પાસે સાંભળવા આવે છે. ( એની ) સમક્ષ ‘આ વાત' ભગવાન ત્યાં (મહાવિદેહ) માં કહે છે.
66
આહા... હા ! “ સર્વવિશુદ્ધ-પારિણામિક” કહ્યું છે; ‘પરિણામિક' એમ નથી કહ્યું પારિણામિક ” કહ્યું. ‘સહજ સ્વભાવ’ કહ્યો. પરમભાવગ્રાહકનયથી જીવ કર્તૃત્વ-ભોકતૃત્વથી અને બંધ-મોક્ષનાં કારણથી રહિત છે. મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એના કર્તા ( પણા ) થી (-કર્તૃત્વથી ) શૂન્ય છે. મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર–એનાથી પણ વસ્તુ શૂન્ય છે. દ્રવ્યાર્થિકનયે-જે દષ્ટિનો વિષય છે તે-મોક્ષના કારણથી શૂન્ય છે. આહા... હા ! સાંભળ્યું નથી કોઈ દી બધું આ.
જિજ્ઞાસાઃ કોઈ દી સંભળાવનારા મળ્યા નહિ તો શું કરે ?
સમાધાનઃ બહારનો વેપાર-ધંધો પૈસા માટે કેમ ચારેકોર ગોતવા જાય છે?
66
( અહીં કહે છે ) અંદરનો ધંધો કરવાવાળો પ્રભુ ‘શુદ્ધજ્ઞાનાનંદ ' સર્વવિશુદ્ધ, પરમસ્વભાવભાવ હું છું' એવો ધંધો કરવાવાળો-બંધ-મોક્ષનાં કારણથી શૂન્ય છે. આહા.. હા! વસ્તુ જે ત્રિકાળ છે, એમાં મોક્ષ-પર્યાયની શૂન્યતા છે. ત્રિકાળી ચીજ જે સમ્યગ્દર્શનનો વિષય છે, એ બંધના કારણ અને મોક્ષના કારણથી શૂન્ય છે. એ તો ઠીક, પણ હવે બંધના પરિણામ અનેમોક્ષના પરિણામથી પણ શૂન્ય છે. આહા.. હા! કર્તૃત્વ-ભોકતૃત્વથી તો શૂન્ય છે, બંધમોક્ષના કારણથી શૂન્ય છે અને બંધ-મોક્ષનાં પરિણામથી (પણ શૂન્ય છે). વર્તમાન મોક્ષનાં પરિણામ-કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય-પુરુષાર્થ, એવાં પરિણામ-થી પણ વસ્તુ તો શૂન્ય છે. દ્રવ્યમાં એ છે જ નહીં; એ તો પર્યાયમાં છે. બંધ-મોક્ષનાં કારણ એ તો પર્યાયમાં છે. મોક્ષ પર્યાયમાં છે. મોક્ષનું કારણ પર્યાયમાં છે. તો મોક્ષ અને મોક્ષનું કારણ-એ પર્યાયથી, દ્રવ્ય શૂન્ય છે. સમ્યગ્દર્શનનો વિષય જે દ્રવ્ય છે એ મોક્ષના પરિણામથી પણ શૂન્ય છે. આહા.. હા ! બેમાં ફેર છે હોં! બંધ-મોક્ષનાં ‘કારણ ’ અને બંધ-મોક્ષનાં ‘ પરિણામ ' –એમ લેવું. પ્રભુ ત્રિકાળી, આનંદનો નાથ, બંધ-મોક્ષનાં કારણથી તો શૂન્ય છે પણબંધ-મોક્ષનાં પરિણામથીય પણ શૂન્ય છે એ પહેલાં કારણ કહ્યું હતું: મોક્ષનાં કારણ અનેબંધનાં કારણથી દ્રવ્યસ્વભાવ શૂન્ય છે. પછી કહ્યું કે: બંધનાં પરિણામ મિથ્યાત્વ આદિ વર્તમાન, અને મોક્ષનાં પરિણામ કેવળજ્ઞાન આદિ-એ પરિણામથી શૂન્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com