________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૦૮–૩૧૧ઃ ૧૯૩ જિજ્ઞાસા: આ વાત આપણે સોનગઢથી કાઢી છે? સમાધાન: એ નિમિત્તથી કથન છે. વાત તો (સનાતન) એવી જ છે!
સંવત ૨૦૧૩ની સાલમાં ત્યાં (ઈશરીમાં) ચર્ચા ઘણી થઈ હતી. તે તો દિગંબર સંપ્રદાયમાં મોટા આબરૂદાર. પણ તેમને આવાત નહોતી મળી. (તેમની માન્યતા એ કેઃ) ક્રમબદ્ધ ખરું. પણ આ પર્યાય પછી આ જ પર્યાય થશે એમ નહીં. (મું) કહ્યું કે નહીં! આ પર્યાય પછી એ જ પર્યાય થશે, એવી “ ક્રમબદ્ધ ' ની વ્યાખ્યા છે.
આહા... હા! અહીં તો કહે છે કે ભગવાનનાં દર્શનથી શુભ ભાવ થયો, એમ નથી. એ સમયે શુભ ભાવ થવાના ક્રમમાં આવવાવાળી પર્યાય છે! ભગવાનનાં દર્શનથી–નિમિત્તથી શુભ ભાવ થયો, એમ નથી. આહા... હા ! આવી વાત !!
જિજ્ઞાસાઃ આ બધું આવું માને (તો) પછી કોઈ (દર્શન) કરશે નહીં?
સમાધાન પણ કરે છે કોણ? માત્ર એની સમજણમાં ફેર છે! બાકી પર્યાય થવાવાળી તો થશે જ.
| જિજ્ઞાસાઃ મેં ભગવાનનાં દર્શન કર્યા તો મને શુભ ભાવ થયો. ઘરે સ્ત્રી પાસે રહે તો શુભ ભાવ કેમ નથી થતો? અહીં હું આવ્યો ને ભગવાનનાં દર્શન કર્યા તો શુભ ભાવ થયો!
સમાધાનઃ જૂઠી વાત છે! સ્ત્રી પાસે હતો ને અશુભ ભાવ થયો, તો તે પણ સ્ત્રીના કારણે થયો, (એમ નથી). નિરપેક્ષપણે અશુભ ભાવ થયો છે. (શુભ-અશુભ બને ભાવમાં) પરની અપેક્ષા છે જ નહીં.
આહા... હા! આવી વાત છે, પ્રભુ! અલૌકિક વાત છે!! આ એક શબ્દમાં તો આખો બાર અંગનો સાર છે! “ક્રમબદ્ધ' ની સિદ્ધિમાં ‘આ’ આવ્યું છે. જ્યારે દરેક દ્રવ્યની પર્યાય તે સમયે ક્રમે થવાવાળી છે, તો એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી ! એમાંથી આ આવ્યું છે:
“કર્તા-કર્મની અન્યનિરપેક્ષપણે” (એટલે કે) પ્રત્યેક પદાર્થમાં જે તે તે સમયમાં જે પર્યાય થાય છે, (તે અનિરપેક્ષપણે થાય છે). અહીંયાં “ક્રમબદ્ધ' માં તો નિર્મળ પર્યાયની વાત છે. તો નિર્મળ પર્યાય જે થાય છે, તો એમાં “કર્તા' આત્મા અને નિર્મળ પર્યાય “કર્મ'. એમાં કર્મનો ક્ષયોપશમ થયો તો સમકિત થયું, એમ નથી. જ્ઞાનમાં ઘટ-વધ થાય છે (એ કર્મના નિમિત્તથી નહીં).
અમે આ વખતે ત્યાં (ઈશરીમાં) કહ્યું હતું અને પહેલાં પણ કહ્યું હતું કે જે સમયમાં પર્યાય થાય છે, એને નિમિત્તની–પરની અપેક્ષા જ નથી! (ત્યાં) વિકારનો પ્રશ્ન થયો હતો. (મેં) કહ્યું કે વિકાર (જે થાય) છે, એમાં કર્મના નિમિત્તની અપેક્ષા છે જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com