Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 338
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૩૨): ૩૨૫ રાગધર્મ' છે. રાગનો સ્વભાવ છે! “જૈનધર્મ” પૂર્ણાનંદનો નાથ; એ તો “જિનસ્વરૂપ” જ છે. સમયસાર નાટક” માંથી ઘણી વાત કહીએ છીએઃ “ ઘટ ઘટ અંતર જિન બસૈ.” આહા.. હા ! શક્તિરૂપ મોક્ષ કહ્યો ને..! એ “જિનસ્વરૂપ છે. અર્થાત્ શક્તિરૂપ જે મોક્ષ કહ્યો તે જિનસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપી છે; અકષાયસ્વરૂપે છે, પૂર્ણાનંદસ્વરૂપી છે! આહા... હા! “ ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન”. એનો અર્થ શો કર્યો? કે: બહારનું છ ખંડનું રાજ હોય, છતાં અંતરમાં જિનસ્વરૂપનો અનુભવ થયો, તો (તે) અંતરમાં જૈનપણું છે! “જૈનપણું' કોઈ બાહ્ય ક્રિયા-કાંડમાં નથી ! બહારમાં (ભલે) છ ખંડનું રાજ્ય, શાંતિનાથ-કુંથુનાથ-અરનાથ- (જેવા) ક્ષાયિક સમકિતી-ચક્રવર્તીને હોય, ૯૬ હજાર સ્ત્રી, ૯૬ કરોળ પાયદળ હોય; (તેમ છતાં એવો અનુભવ નિરંતર વર્તે છે કે:) હું એ નહીં. એ હું નહીં.' એ મારામાં નથી”. “એ (છ ખંડ આદિ) તો મારામાં નથી, પણ જે (અસ્થિરતાનો) રાગ છે તે પણ મારામાંનથી. એ રાગ તો મારામાં નથી, પણ રાગને જાણવાવાળી પર્યાય પણ મારામાં નથી'. આહા.. હા ! આવી વાત છે, ભાઈ ! ઝીણી પડે પણ શું કરીએ, ભાઈ ? પ્રશ્ન: ત્યાગ કરવો.. વ્રત પાળવાં. (એવું) સાધન તો તમે કંઈ બતાવતા નથી! ઉત્તરઃ સાધન “આ” છે! પોતાની પ્રજ્ઞાછીણીથી રાગથી ભિન્ન પડીને, સ્વભાવ અને વચ્ચે, પ્રજ્ઞાછીણી મારવી અને ભેદ કરવો એ સાધન છે! જે દયા-દાન-વ્રતાદિ વિકલ્પ રાગ છે અને ભગવાન આત્મા જે છે, (એ બન્ને) વચ્ચે સાંધો છે, તડ છે, સંધિ છે; એક નથી થયા; અનાદિથી એક નથી. (અજ્ઞાનીએ) ફકત માન્યતા કરી છે કે આ રાગ હું છું” અથવા “પર્યાય જેવડો હું છું' એવી એની માન્યતા મિથ્યા છે. બાકી (ખરેખર) તો રાગ ચાહે તો વ્રત અને તપનો વિકલ્પ હોય; એ રાગ, અને ભગવાન આત્મા બન્ને વચ્ચે સંધિ છે. (એમાં પ્રજ્ઞાછીણી વડે ભેદજ્ઞાન કરવું એ જ સાધન છે ). (જેમ) મોટો પથ્થર હોય એમાં વચ્ચે સંધિ-રગ હોય છે. એ રગમાં સુરંગ નાખે ત્યાં લાખો મણ પથ્થર ઊડી જાય. એટલે નીચેના ભિન્ન રહી જાય અને ઉપરના ભિન્ન. રાજકોટમાં જોયું હતું. એ (પથરા) વચ્ચે સાંધ છે. અને તે બે પથરા પણ એક નથી થયા. આહા. હાહા! કુદરતનો સ્વભાવ તો જુઓ! એ પથરાની નીચેની પાટ અને ઉપરનીય પાટ સીધી હોય છે. અંદર તો બેય સપાટ છે. નીચે પણ સપાટ છે; ઉપર પણ સપાટ છે. ઉપરના પથરા, પછી આડાઅવળા થઈ જાય છે. અંદર તો કુદરતી સપાટ છે. આ જે (પથ્થરની) લાદી છે, એવી લાદી તો અંદરથી નીકળે છે; એને ઘસવી નથી પડતી. એ તો અંદરથી એવી જ નીકળે છે. એવી તો બે પાટ વચ્ચે સંધિ છે. કુદરતનો આ નિયમ છે. આહા... હા.. હા ! (તેમ) આ ભગવાન (આત્મા), ત્રણ લોકનો નાથ-અતીન્દ્રિય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357