Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 335
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨: પ્રવચન નવનીત ભાગ-૧ આહા... હા! આવી વાતો ક્યાં? (લોકો) કંઈ સમજે નહીં! અને એવો કોઈ વેગ અત્યારે (દિગંબર સંપ્રદાયમાં) ચાલ્યો છે ને.. બસ! પડિમા લઈ લ્યો. બે પડિમા.. ચાર પડિમાં.. છ પડિમા. અગિયાર પડિમા! પણ હુજી તારા સમ્યગ્દર્શનના કે વ્યવહારનાં પણ ઠેકાણાં નથી ! (તો) એ પડિમા આવી ક્યાંથી? આહા... હા! શેઠિયાઓને ત્યાગ ન હોય એટલે ત્યાગી દેખે એટલે અહો.. હો ! એણે આ ત્યાગ કર્યો. આ ત્યાગ કર્યો ! (હવે, અહીંયાં કહે છે કે“ જે શક્તિરૂપ મોક્ષ છે.” વ્યક્તરૂપ મોક્ષની વાત તો ( આગળ) ચાલી. -શું કહ્યું? લ્યો વખત થઈ ગયો. વિશેષ કહેશે... * * * [ પ્રવચન : તા. ૭ -૮-૭૯] આ આત્મા, પરમાનંદ અને પરમ વીતરાગસ્વરૂપ-મુક્તસ્વરૂપ છે! દ્રવ્ય તો નિત્ય છે. તે મુક્ત (સ્વરૂપ) ની અંતર્મુખ થઈને, પ્રતીતિ-અનુભવ-વેદન કરવું, એ ધર્મની મોક્ષમાર્ગની દશા છે. આહા. હા! ભગવાન પરિપૂર્ણ પ્રભુ (સન્મુખનાં), એ જે મોક્ષમાર્ગનાં પરિણામ છે, એનો તો પૂર્ણ પરમાત્મદશા પ્રાપ્ત થાય ત્યારે તો નાશ થઈ જાય છે તે કારણે, એ મોક્ષમાર્ગનાં પરિણામ, શક્તિરૂપ-મોક્ષસ્વરૂપ ભગવાન આત્માથી ભિન્ન છે! ઝીણી વાત છે, પ્રભુ! આ આત્મા-દ્રવ્ય, એ મુક્તસ્વરૂપ જ છે! એ કહેશે: જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધપારિણામિક છે.” આહા.. હા ! મોક્ષસ્વરૂપ-મુક્તસ્વરૂપ દ્રવ્ય તો મુક્તસ્વરૂપ જ છે! એની શક્તિ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ, એનું ભાવપણું, એ પરિપૂર્ણ જ છે. શુદ્ધ છે. અખંડ છે. એક છે. અવિનાશી છે! એ દ્રવ્યસ્વભાવ જે મુક્ત છે, એવા આત્માની સ્વસમ્મુખ થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર પરિણામ થાય (છે, તે મોક્ષનો માર્ગ છે ). (“સમયસાર') ૧૪, ૧૫મી ગાથામાં તો એમ કહ્યું: પ્રભુ આત્મા “અબદ્ધ ' છે! “બદ્ધ નથી ” કહો કે “મુક્ત” કહો (એકાર્થ છે). “આ આત્મા અબદ્ધ છે” – એને જે કોઈ અનુભવમાં જાણે છે, એણે આખું જિનશાસન જાણું. આહા.. હા ! (આ ગાથામાં) પાંચ બોલ છેઃ અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત, પણ અત્યારે આ એક બોલ (“અબદ્ધ') લીધો. (કેમકે, અહીં) શક્તિરૂપ મોક્ષની વાત ચાલે છે ને..! એ જેવસ્તુ છે, એ “અબદ્ધસ્વરૂપ” જ છે. “રાગ” ભાવબંધ છે, એ પર્યાયમાં છે; વસ્તુમાં એ નથી. આહા... હા! આવી વાત !! એ વસ્તુ પરમાત્મસ્વરૂપ ! એનો અનુભવ-આનંદનું વેદન, એ સમ્યગ્દર્શન, જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357