________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮: પ્રવચન નવનીત ભાગ-૧ છો” એમ અનુભવ કર! બાકી બધાં થોથાં છે. એ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા-એ બધા શુભ રાગ; એ બંધ અને સંસાર છે. એ સંસાર પરિભ્રમણથી (જો) રહિત થવું હોય તો, ભગવાન (આત્મા) (જે) જન્મ-મરણથી રહિત છે, બંધ-મોક્ષની પર્યાય રહિત છે; એનું શરણ લે! એનો આશ્રય લે ! એની ઓથ લે! એ મોટો ભગવાન પરમાત્મા (અંદર) બિરાજે છે ત્યાં જા! તારી પર્યાયને પરમાત્મા તરફ ઝુકાવી દે, (તો) ભગવાન! તારું કલ્યાણ થશે! આહા.. હા! (૮) કલ્યાણ સ્વરૂપ તો છે; પણ (ત-તરફ પર્યાયના ઝુકવાથી પર્યાયમાં તાર કલ્યાણ થશે! આહા.. હા! ભગવાન (આત્મા) તો ત્રિકાળ કલ્યાણ સ્વરૂપ જ છે; પણ “કલ્યાણસ્વરૂપ” નો અનુભવ કરવો, દષ્ટિ કરવી, વેદન કરવું-એનાથી તારી પર્યાયમાં પણ મોક્ષ થશે એટલે કલ્યાણ થશે! મોક્ષ એટલે પૂર્ણ કલ્યાણ.
(અહીંયાં) “વળી, તે સ્પષ્ટતા કરવામાં આવે છે:- વિવક્ષિત (અર્થાત્ કહેવામાં આવ્યો એવો) – એકદેશશુદ્ધનયાશ્રિત આ ભાવના” (એટલે કે) એકદેશશુદ્ધનયાશ્રિત જે “મોક્ષનો માર્ગ' - જે ભગવાન પૂર્ણાનંદના નાથ ઉપર ઝુકાવ કરીને, એકદેશ “શુદ્ધનય” પ્રગટયો છે; (પણ) હજી પૂર્ણ પ્રગટયો નથી. “શુદ્ધનય' તો ધ્રુવ છે, પણ એવો એ પર્યાયમાં પૂર્ણ આવ્યો (-પ્રગટયો) નથી; ત્યાં સુધી “શુદ્ધનય' નો એકદેશ આવ્યો છે. (અર્થાત્ ) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રમાં “શુદ્ધનય” નો અંશ આવ્યો છે. આહા.. હા !
_“આ ભાવના” (અર્થાત્ કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ) નિર્વિકારસ્વસંવેદન લક્ષણ”—એને મોહના અભાવની અપેક્ષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (પર્યાય) કહી (છે). (અર્થાત) મોહના અભાવની અપેક્ષાથી “મોક્ષમાર્ગ' ને ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક (ભાવે) કહ્યો. પણ એને “જ્ઞાન” થી શું કહેવું? ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથ ઉપર દષ્ટિ લગાવવાથી જ્યારે અનુભવ થયો હતો, તે જ અનુભવને દૃષ્ટિની (અપેક્ષાથી) અનેમોહના અભાવની અપેક્ષાથી ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ કહેવામાં આવે છે. પણ એ ત્રણે જ્ઞાનની અપેક્ષાથી શું છે? સમજાણું કાંઈ?
આવી વાત છે, બાપુ ! વીતરાગનો માર્ગ (અલૌકિક છે)! અને અત્યારે તો લોકોએ આ બહારની ધામધૂમ (કરીને એમાં માર્ગ માને છે !) અત્યારે ભાવ વિનાની ધામધૂમ ચાલી, એમાં જ્ઞાનમાર્ગ દૂર રહ્યો. લોકો બહારમાં ઘમઘમ કરે છે. આ કર્યું ને આમ કર્યું ને અપવાસ કર્યા ને દાન કર્યા ને મંદિર બનાવ્યું! (પણ) અહીં કહે છે કે, એ બધી બહારની ક્રિયા તો બનવાના સમયમાં બનશે ! એમાં તને શું લાભ થયો? આહા. હા! આ ઘમાઘમ... એમાં કદાચિત શુભરાગ હોય, તોપણ તે પુણ્યબંધનું કારણ છે; મોક્ષનું કારણ નહીં. સમજાણું કાંઈ ?
(અહીં) નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ જે મોક્ષમાર્ગ; એને ઉપશમ, ક્ષયોપશમ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com