________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩ર): ૨૫૫ જુઓ! જે દશ પ્રાણરૂપ જીવત્વ અને અભવ્યત્વ તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી એ ત્રણ ભેદ અવસ્થાની દષ્ટિએ કહેવામાં આવે છે. એવો અશુદ્ધ પારિણામિક ભાવ પર્યાયમાં છે ખરો. ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્યાયાર્થિક નયાશ્રિત છે. ત્રણે ભેદ પર્યાયના આશ્રયે છે. અભેદ-ત્રિકાળી ભગવાનના સ્વાશ્રયથી તો શુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા ! આ પર્યાયાર્થિક ત્રણ ભાવ-દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ –આશ્રય કરવા લાયક નથી. - એમ કહે છે. પોતાની પર્યાયમાં ભવ્યત્વ-મોક્ષ થવાની લાયકાત-છે એ પર્યાયનો પણ આશ્રય કરવા લાયક નથી.
આહા.... હા! આ શ્લોક ઊંચો બહુ! જરા સાંભળો તો ખરા. અહીંયાં ૪૫મું ચોમાસું છે. આ શિક્ષણશિબિર ૩ર વર્ષથી ચાલે છે. પહેલાં છોકરાઓ આવતા હતા. પછી મોટા (પણ) આવવા લાગ્યા. એમાં આ વાત (મૂકી) છે, પ્રભુ ! ભણવામાં આ ભણવું કેઃ મારી ચીજ છે ત્રિકાળી. (એ) ચીજ આશ્રય કરવા લાયક છે. અને જે દશ પ્રાણરૂપ જીવત્વભવ્યત્વ (-અભવ્યત્વ) –એ અશુદ્ધ પારિણામિક ભાવ, પર્યાયાર્થિકનયાશ્રિત છે (તે આશ્રય કરવા લાયક નથી. શુદ્ધ પારિણામિકભાવ, ત્રિકાળ દ્રવ્યાશ્રિત છે; દ્રવ્યાર્થિનયનો વિષય છે; અર્થાત ત્રિકાળી શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યાર્થિકનય” નો વિષય છે. અને દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ-એ “પર્યાયનય” નો વર્તમાન વિષય છે, માટે તે હેય છે. પર્યાયનયનો વિષય છે. “છે” (ખરો ); પણ જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય, એને એનું લક્ષ છોડવું પડશે !
આહા.. હા! આવી વાત છે, બાપુ! શું થાય? બહારની પ્રવૃત્તિ અને ક્રિયાકાંડમાં (લોકો ) ઘેરાઈ ગયા અને એને માને (ધર્મ)! –એમાં ‘આ’ વાત !! આહા.. હા ! આગળ આવશે હજી: પ્રભુ તો નિષ્ક્રિય છે. મોક્ષના પરિણામની ક્રિયાથી રહિત છે” આગળ આવશે, યોગીન્દ્રદેવની ગાથાઃ “મોક્ષનો માર્ગ અને મોક્ષની પર્યાયથી પ્રભુ તો નિષ્ક્રિય છે. એ પરિણામની ક્રિયા એમાં નથી, એવો દ્રવ્યસ્વભાવ છે; આહા.. હા! આકરી વાત છે, ભાઈ !
“(જે દશ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ-અભવ્યત્વદ્ધય) તે પર્યાયાર્થિકનયાશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિકભાવ સંજ્ઞાવાળાં (છે)'. જુઓ! પહેલાં એ કહ્યું હતું કે સંજ્ઞાવાળું જાણવું. એનું નામ શુદ્ધ પારિણામિક ત્રિકાળ નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળું જાણવું. એનું નામ શુદ્ધ પારિણામિક (ભાવ) (છે). (હવે કહ્યું કે:) આ દશ પ્રાણ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ અશુદ્ધ પારિણામિક નામવાળાં છે. પર્યાયાર્થિકનયના ત્રણ ભેદ, એ અશુદ્ધ પારિભામિક ભાવ નામવાળા છે.
આવો માર્ગ!! કોઈ દી સાંભળ્યો ન હોય. આ ચીજ શું કહે છે, બાપુ? આ તો જયસેનાચાર્યદેવની ટીકા હજાર વર્ષ પહેલાની છે. દિગંબર મુનિ જયસેનાચાર્ય, જગત પાસે જાહેર કરે છે. પ્રભુનો ઢંઢેરો એવો છે કે પ્રભુ! દ્રવ્યાર્થિકનયનો વિષય જે શુદ્ધ પારિણામિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com