________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪: પ્રવચન નવનીત ભાગ-૧
દ્રવ્ય તો બંધ-મોક્ષની પર્યાયથી રહિત છે. સમજાય છે કાંઈ ? આહા.. હા! આવી વાત!! બંધમોક્ષ પર્યાય પરિણતિ રહિત છે.
66
પરંતુ દશપ્રાણરૂપ ‘અશુદ્ધ પારિણામિક ભાવ-એ પર્યાય ( છે ). પહેલાં દ્રવ્યાર્થિકનયનો વિષય બતાવ્યો. હવે પર્યાયાર્થિક-વર્તમાન વ્યવહારનયનો વિષય બતાવે છે: દશ પ્રાણરૂપ જીવત્વ ”- આ પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ અને આયુષ્ય-એ દશ પ્રાણ, એ અશુદ્ધ પ્રાણ અંદર યોગ્યતા-આ શરીર નહીં, અંદર પર્યાયમાં દશ પ્રાણની યોગ્યતા-એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા ! શું કહ્યું ? આ શરીર તો જડ-માટી; એ દશ પ્રાણ નહીં. પર્યાયમાં જે પાંચ ઇન્દ્રિય યોગ્યતા-ક્ષયોપશમ આદિ, અને મન-વચનકાયાની યોગસંપન્નતારૂપ તથા શ્વાસ અને આયુષ્યની યોગ્યતા-એ દશ પ્રાણ જે છે, તે અશુદ્ધ ભાવપ્રાણ છે; અશુદ્ધ પારિણામિક ભાવ છે; એ આશ્રય કરવા લાયક નથી. મન, વચન અને કાયાદિ પ્રાણ છે તેનો આશ્રય કરવા લાયક નથી; એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. આહા.. હા! ગજબ વાત છે!! શરીર-વાણી-મન (એ) ચીજ તો બહાર રહી ગઈ. દેવ-ગુરુ-શાસ્ત્ર પણ બહાર રહી ગયાં. અંદરમાં જે અશુદ્ધ પારિણામિક ભાવ-દશ પ્રાણ, એ દશ પ્રાણ પણ અશુદ્ધપારિણામિક ભાવ-છે, (એ પણ આશ્રય કરવા લાયક નથી.) (અહીં ) પારિણામિકની વ્યાખ્યા ચાલે છે; નહીંતર તો એ છે તો અંદર ઉદયભાવ. એને અહીંયાં અશુદ્ઘ પારિણામિક ભાવમાં નાખ્યા. પાંચ ઇન્દ્રિયનો ક્ષયોપશમ આદિ છે, એ ભલે ક્ષયોપશમ છે; તેમ છતાં એ બધા ઉદયભાવમાં ગણવામાં આવે છે. (એ ) આત્મિક સ્વભાવ નથી. અને એને અહીંયાં અશુદ્ધ પારિણામિક કહેવામાં આવે છે. એ પણ આશ્રય કરવા લાયક નથી.
આહા.. હા ! જેને પ્રથમમાં પ્રથમ ધર્મ (અર્થાત્ ) સમ્યગ્દર્શન (પામવું હોય તેની એ વાત છે ). ચારિત્રની તો (વાત) પછીની (છે). એ તો ક્યાંય રહી ગયું. એ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે!! મુનિને તો એમાં જેમ સમુદ્રમાં ભરતી આવે છે તેમ, અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. સમ્યગ્દર્શન થવાથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. (જ્યારે ) સાચા મુનિ જે સાચા સંત છે; એને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદની છોળમછોળ ભરતી આવે છે. (હોય છે ). એનું નામ મુનિપણું છે. આહા.. હા! ઝીણી વાત, બાપુ ! વર્તમાન (સંપ્રદાયોમાં ચાલતી સ્થિતિ ) ની સાથે મેળવતાં આકરી લાગે. પણ વસ્તુ (સ્થિતિ ) તો આ છે!
=
આહા.. હા! (જે) દશ પ્રાણરૂપ જીવત્વ ‘અશુદ્ધ પારિણામિક' છે તે શુદ્ધ પારિણામિક એટલે દષ્ટિ ( શ્રદ્ધા ) નો વિષય નથી. એ દશ પ્રાણનો-જીવનો (જીવત્વનો) આશ્રય કરવા લાયક નથી. મન, વચન અને કાયની યોગ્યતા, એ પણ આશ્રય કરવા લાયક નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com