________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસર ગાથા-૩ર) : ૨૯૯ તો સની અશાતના થાય છે. ત્રણ લોકના નાથની વાણી સાંભળવા (સમવસરણમાં) ઇન્દ્ર આવે (તે).. આમ ગલૂડિયાની જેમ બેસે. શાંત.. શાંત. બાપુ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી છે. અહીં નિશ્ચયની વાત ચાલે છે, તો વ્યવહાર ભૂલી જવો, એવો ( વિનય-વિવેકરૂપ) વ્યવહાર કરવો જ નહીં, એવું નથી. ભાઈ ! શું કહીએ? આ તો ત્રણ લોકના નાથની વાણી છે! એમ ન સમજવું કે આ પાનું છે. એનો વિનય જોઈએ. બહુમાન જોઈએ. એ છે શુભ વિકલ્પ; પણ એ ન હોય અને અશાતના કરે તો મિથ્યાત્વ લાગે. અહીં આપણે નિશ્ચયથી વાત ચાલે (છે) તો વ્યવહાર બધો ભૂલી જાય, એમ હોય નહીં! પાનું શાસ્ત્ર છે. એને ઘોડી ઉપર રાખવું. ઘોડી ન હોય તો.. આમ હાથ ઉપર રાખો. પણ એના ઉપર હાથ. આમ ન મૂકવો. ટેકો ન દેવો હજી તો જ્યાં વ્યવહારના ઠેકાણાં નથી... ભાઈ ! અહીં તો એ ન ચાલે ! અહીં તો પ્રભુ! નિશ્ચયનો અધિકાર ચાલે છે. એ વિના કલ્યાણ નથી. પણ (એમ હોવા છતાં) વચ્ચે ભગવાનનો વિનય, શાસ્ત્રનો આદર-વિનય ( રૂપ) વ્યવહાર નથી હોતો, એમ નથી. બાપુ! આ માર્ગ કોઈ જુદો છે.
આપણે અહીં સુધી) આવ્યું છે. આહા... હા! આ જે આત્મા (છે), તે શુદ્ધ સ્વરૂપ ભગવાન (પૂર્ણ પ્રભુ છે). એ તો કાલે કહ્યું હતું ને..! “પ્રભુ મેરે ! તેં સબ વાતે પૂરા... પ્રભુ મેરે તું સબ વાતે પૂરા; પરકી આશ કહા કરે પ્રીતમ!”... પારકી આશ કહા કરે પ્રીતમ! .” કે કિણ વાતે અધૂરા.” આહા.. હા! નિશ્ચય વસ્તુ તો આ છે. “પ્રભુ મેરે ! તું સબ વાતે પૂરા.” - ગુણે પૂરો. દ્રવ્ય પૂરો. ખરેખર તો પર્યાય પ્રગટ કરવામાં પણ પૂરી તાકાતવાળો છો. આહા. હા! એવો ભગવાનઆત્મા! “પરકી આશ કહા કરે પ્રીતમ!
તારી ચીજને છોડીને, પરચીજમાંથી મને લાભ થશે-એમ, પ્રીતમ-વ્હાલા નાથ ! તને એ શોભે નહીં. “પરકી આશ કહા કરે પ્રીતમ! એ કિણ વાતે અધૂરા.” પ્રભુ! તમે કઈ વાતે અધૂરા ? કાંઈ જ્ઞાનમાં અધૂરો છે, દર્શનમાં અધૂરો છે, આનંદમાં અધૂરો છે? આહા... હા ! પૂર્ણાનંદ પૂર્ણ પડયો છે !
અહીંયાં બહારની ધૂળ (પૈસા) ની તો વાતેય નથી. પૈસા-ધૂળ ને શરીર ને કુટુંબનું એ તો બધી પરચીજ છે. (પણ) તારી પર્યાયમાં આ (જે) રાગ થાય છે, તે પણ તારી ચીજ નથી. અહીં તો વળી એ વાત લેશે કે જે શુદ્ધ ચૈતન્ય પ્રભુ, પૂર્ણ પરમાત્મસ્વરૂપ (દ્રવ્યથી નિર્મળ પર્યાય પણ કથંચિત ભિન્ન છે). આહા.. હા!
અરે! એવો વખત સાંભળવાનો મળ્યો, પ્રભુ! તો એ (તારી) ચીજ અંદર શું છે? (ક) પૂર્ણાનંદનો નાથ (છે). એની સન્મુખ અભિપ્રાય, એના સન્મુખના પરિણામ, એને શુદ્ધપ્રયોગ' કહે છે. એને મોક્ષનો માર્ગ કહે છે. એને નિર્મળ પર્યાય આદિ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com