________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ : પ્રવચન નવનીત ભાગ-૧ પણ એ રાગાદિ–દયા-દાન, વ્રતના પરિણામ, એનો ભોકતા નથી. આહા... હાં. હા! એ અતીન્દ્રિય આનંદમય પ્રભુ! (એને) તો અતીન્દ્રિય આનંદનો ભોકતા કહેવો, એ પણ કર્તાકર્મનો ઉપચાર છે. તો રાગનો ભોકતા (તો ઉપચારથી પણ નથી). વ્રતાદિનાં-તપાદિનાં વિકલ્પ આદિ આવે છે... પણ એનો ભોકતા આત્મા છે (-એમ નથી).
પ્રશ્ન:- અહીં તો દાળ-ભાત-રોટલી હંમેશા ખાઈએ છીએ ને?
સમાધાનઃ ખાતાં નથી. એ ક્રિયા તો જડની થાય છે. અહીં તો એ વાત જ નથી. એ ખાવા-પીવાની ક્રિયા, રોટલી-દાળ-ભાત-શાકની ક્રિયા જે થાય છે, એ તો જડની જડમાં થાય છે. આત્માથી નહીં. આત્મા તો અજ્ઞાનભાવમાં રાગ-દ્વેષનો ભોકતા કહેવામાં આવે છે: ' પરનો ભોકતા તો છે જ નહીં. સ્ત્રીના શરીરનો ભોકતા આત્મા, એ ત્રણ કાળમાં નથી. અજ્ઞાની, સ્ત્રી ઉપર લક્ષ કરીને રાગ અને પ્રેમ જે ઉઠાવે છે, (એ) રાગ અને પ્રેમનો એ ભોકતા અજ્ઞાની છે. આત્મા એનો ભોકતા પણ નથી.
જેને અંતરમાં દષ્ટિ અને પ્રતીતિમાં પરમાત્મસ્વરૂપ આત્મા આવ્યો; એને-સમકિતીને પણ જે વ્રતાદિના (ભાવ), પરમાત્માની ભક્તિ, પ્રતિમા–જિનબિંબ-જિનભવન (પ્રત્યે) વંદન આદરના ભાવ આવે છે. પણ તે ભોકતા તરીકે નહીં; કર્તા તરીકે નહીં, (પણ પુરુષાર્થની) નબળાઈથી આવે છે; એને બંધનું કારણ જાણે છે. (વ્રત-ભક્તિ-વંદનના ભાવ) આવ્યા વિના રહે નહિ અને (તેને) બંધનું કારણ જાણવા? તો કહે છે કેઃ ભોકતૃત્વનો અભાવ બતાવ્યો. પહેલી વાર ગાથાઓમાં શુદ્ધ નિશ્ચયથી પરમાત્મા, કર્તા (-કર્તુત્વ) ભોકતા (-ભોકતૃત્વ) અભાવરૂપ (અર્થાત ) રાગનો કર્તા અને રાગનો ભોકતા-એના અભાવસ્વરૂપ (છે). એ ચીજ જ એવી છે! આહા... હા! દુનિયાથી નિરાળી છે, પ્રભુ! એ ચીજ એવી છે.
અનંત કાળમાં એક સેકંડ પણ (એ ચીજને, સમજ્યો નહીં અને ચાર ગતિમાં રખડતાંરખડતાં અનંત કાળ ગયો. આહા. હા! “અનંતકાળથી આથો વિના ભાન ભગવાન” – ( નિજ સ્વરૂપના) ભાન વિના અનંત કાળથી (જીવ) પરિભ્રમણ કરે છે. હું શું ચીજ છું? ' એ સમજ્યા વિના એના અજ્ઞાનથી-ચાર ગતિમાં રખડ છે.
કહે છે કે: ( રાગના) કર્તા-ભોકતાથી રહિત (છે). એ તો ઠીક, આગળ એ આકરી વાત આવે છે: “બંધ-મોક્ષનાં કારણ”-બંધનું કારણ જે મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય, યોગએનાથી પણ આત્મા રહિત છે. આત્મા એ બંધના કારણનો કર્તા નથી. આહા. હા! ઝીણી વાત છે, ભાઈ ! ૩૨૦-ગાથા ! એ (આત્મા) બંધના કારણનો કર્તા તો નહીં, પણ મોક્ષના કારણનો પણ કર્તા નહીં. આહા... હા ! એવી ચીજ અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યદળ, વીતરાગમૂર્તિ આત્મા અંદર છે. આહા... હા ! આત્મા વીતરાગ ચૈતન્યપ્રતિમા છે. એ ચીજ બંધના કારણનો પણ કર્તા નથી. અને મોક્ષનાં કારણ જે “સદ્ન જ્ઞાનવારિત્રાળ મોક્ષમા:” એ પર્યાયનો પણ કર્તા એ વસ્તુ નથી. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com