________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬ : પ્રવચન નવનીત ભાગ-૧ -દીપચંદજી કાશલીવાલ. આહાહા ! પર્યાયનું કારણ પર તો નહીં, પણ પર્યાયનું કારણ સ્વદ્રવ્ય પણ નહી. આહા...હા ! થોડું આ આવ્યું! (કેઃ ) પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાય જ છે – એમ લીધું છે. –એકાંત? હા ! પણ સમ્યક એકાંત. (કારણ કેઃ) “અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિવપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.” (-શ્રીમદ્ રાજચંદ/પત્રાંક-૭૦૨). સમ્યક એકાંત અંદર છે ધ્રુવ. એ કથંચિત્ ધ્રુવ અને કથંચિત્ અધ્રુવ છે, એમ નથી. ધ્રુવ એ સર્વથા ધ્રુવ છે. અને અનિત્ય એ સર્વથા અનિત્ય છે. બે છે : પર્યાય અનિત્ય છે, દ્રવ્ય ધ્રુવ છે. અનિત્ય સર્વથા અનિત્ય છે. એ કથંચિત્ નિત્ય છે ? (–એમ નથી!) ત્યાં સર્વથા (નિત્ય ) લઈ લીધું. (છતાં) આખા (પ્રમાણના) દ્રવ્યની અપેક્ષાએ કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય (છે). પણ એક નિત્યને લો અને એક અનિત્યને લો; તો દ્રવ્યાર્થિક (નયે ) નિત્ય છે અને પર્યાયાર્થિક (નયે) પર્યાય સર્વથા અનિત્ય છે. આહા...હા !
વળી, એક યાદ આવી ગયું. લ્યો! “કારણ પર્યાય.” (અહીંયાં) આ પર્યાય તો વ્યક્તની – ઉત્પાદવ્યય પર્યાયની વાત ચાલે છે. ઉત્પાદ-વ્યયની પર્યાય, પર્યાયથી ઉત્પન્ન થશે. અને જે કારણપર્યાય છે તે, જે ત્રિકાળી ધ્રુવ છે એમાં ઉપર-ઉપર (છે), પણ છે ધ્રુવ. સામાન્યનો વિશેષ. પણ છે ધ્રુવ. (એનો) ઉત્પાદ-વ્યય નથી. એવી કારણપર્યાય ધ્રુવ છે. એ આત્મામાં અનાદિ-અનંત છે. એ કારણ પર્યાયને તો દ્રવ્ય સ્પર્શે છે. એ દ્રવ્યથી અભિન્ન છે. કારણપર્યાય છે.
અરે....રે! કોઈ દી સાંભળ્યું ન હોય. “ક્રમબદ્ધપર્યાય” અને “કારણપર્યાય' – (એ) બે અહીંથી, હિન્દુસ્તાનમાં (પ્રચલિત) નહોતી – એવી વાત, નીકળી હતી. “ક્રમબદ્ધપર્યાય' – જે સમયે જે થવાની (હશે તે) થશે. કોઈની આઘીપાછી નહીં થાય. અને કારણ પર્યાય' – જે આત્મા ત્રિકાળી ધ્રુવ છે, એની પર્યાય જે કારણ (છે તે) ધ્રુવ (છે). એમાં ઉત્પાદ-વ્યય નથી. (અહીં) આ “મોક્ષમાર્ગની પર્યાય (ની વાત છે) ચાલે છે, એ તો ઉત્પાદ-વ્યયવાળી છે. (એને) કથંચિત્ ભિન્ન કહી. એ તો ઉત્પાદ-વ્યયવાળીને કહી. પણ એ જે “કારણ પર્યાય છે, એ કથંચિત્ ભિન્ન નથી, સર્વથા અભિન્ન છે. અરેરે! આજનો વિષય જરી સૂક્ષ્મ આવ્યો છે.... લોકો સાંભળે તો ખરા !
જિજ્ઞાસા: કાર્ય થવાની ત્રિકાળ યોગ્યતા (કેવી રીતે ?)
સમાધાન : કહ્યું ને...! પોતાની પર્યાયથી પર્યાય થાય છે. કાર્ય કહો કે પર્યાય. પર્યાય પોતાનાથી જ થાય છે. દ્રવ્યથી નહીં. ગુણથી નહીં. અને પરથી નહીં. સમજાય છે કાંઈ ? “કારણ પર્યાય” એ ઉત્પાદ-વ્યયવાળી નથી. એ ધ્રુવ છે, એ પર્યાય ધ્રુવ છે!
જિજ્ઞાસા: પર્યાય ધ્રુવ? સમાધાન : ધ્રુવ. ઉત્પાદ-વ્યય વિનાની (એ કારણપર્યાય ધ્રુવ ). અહીં તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com