Book Title: Pravachana Navneet 1
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 333
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦: પ્રવચન નવનીત ભાગ-૧ બતાવ્યું છે ને! ત્રણ ભાવને મોક્ષનાં કારણ બતાવવાં છે. એ ત્રણ ભાવ, એ કોઈ દ્રવ્ય નથી, એ બતાવવું છે. નહીંતર તો ત્રિકાળી કારણપરમાત્મા, એ કેવળજ્ઞાનકાર્યનું કારણ છે. ‘નિયમસાર ’ગાથા-૧૦ માં આવે છે: કાર્યપરમાત્મા ' અર્થાત્ કેવળજ્ઞાન. -એનું કારણ કારણ ૫૨માત્મા ’. ‘ ત્રિકાળી દ્રવ્ય' કારણપરમાત્મ. અને ‘કેવળજ્ઞાન ’કાર્યપ૨માત્મા. એ વાત બીજી અપેક્ષાએ છે. 6 અહીં તો શુદ્ધપારિણામિકભાવ-ત્રિકાળી, એ પર્યાયમાં આવતો નથી. પર્યાય છે તે વર્તમાન-પલટતી દશા (છે). ત્રિકાળી દ્રવ્યના અવલંબનથી તો એ પલટતી દશા શુદ્ધ થઈ. અર્થાત્ ત્રિકાળી ભગવાનના અવલંબનથી જે શુદ્ધ પરિણતિ થઈ, એ સમસ્ત રાગાદિ રહિત, ત્રણ ભાવ સ્વરૂપ મોક્ષનું કારણ છે. ત્રણ ભાવસ્વરૂપ શુદ્ધ ઉપાદાનભૂત મોક્ષનું કારણ છે. . ' આહા... હા ! એકવાર એમ કહે છે કેઃ આ ‘કારણપરમાત્મા ’, કાર્યપરમાત્માનું ‘કારણ (છે). કેવળજ્ઞાન–પરમાત્મદશા એ કાર્ય છે. કાર્ય અર્થાત્ પર્યાય છે. તો એ કાર્યપ૨માત્માનું " ' કારણ ', દ્રવ્ય છે! અહીં તો પૂર્ણ (–મોક્ષ ) પર્યાયનું ‘ કારણ ’, (મોક્ષમાર્ગ– ) પર્યાય છે - એ બતાવવું છે! એ ‘પર્યાય ’ દ્રવ્યના અવલંબનથી, ત્રિકાળી ભગવાન પરમાત્માના ધ્યેયથી ઉત્પન્ન થઈ છે. પણ ઉત્પન્ન થઈ, એ પર્યાય છે; અને (એ ) પર્યાય ત્રણ ભાવસ્વરૂપ છે. સમજાય છે કાંઈ ? આહા... હા! આવો ઉપદેશ! કલાકમાં આવું આવે! કેટલી વાત યાદ રહે? (લોકો ) રૂપિયામાં–ધૂળમાં રોકાઈ ગયા ! આમાં (તત્ત્વ–) નિર્ણય કરવાનો વખતે ય ન મળે. , , કારણ એક બાજુ ( ‘નિયમસાર' માં) કહે કે: કાર્યપ૨માત્મા (-મોક્ષ કેવળજ્ઞાન ); એનું કારણપરમાત્મા દ્રવ્ય છે. અને અહીંયાં મોક્ષનો માર્ગ-પર્યાય છે; એ ‘ પર્યાય ', મોક્ષનું કારણ છે. અર્થાત કેવળજ્ઞાન-મોક્ષનું કારણ ‘પર્યાય' છે; મોક્ષનું કા૨ણ પરમાત્મ (–દ્રવ્ય ) નહીં. કારણ કે, (અહીં ) પર્યાયને દ્રવ્યથી ભિન્ન બતાવવી છે. આહા... હા! મોક્ષનું કારણ શુદ્ધપારિણામિક (ભાવ) નથી! (ઔપશમિકાદિ ) પર્યાયને મોક્ષનું કા૨ણ બતાવવું છે. (તેથી એમ કહ્યું કેઃ ) શુદ્ધપારિણામિક ( મોક્ષનું કારણ ) નથી. અને તે પર્યાયને શુદ્ધપારિણામિકભાવથી કથંચિત્ ભિન્ન બતાવવી છે. ત્રિકાળી શુદ્ધપારિણામિકભાવ ‘ધ્રુવ ’ છે. ખરેખર તો કેવળજ્ઞાન-કાર્યપરમાત્મા; એનું ‘કારણ’ કારણપ૨માત્મા છે. પણ અહીંયાં (તો) પર્યાયને, દ્રવ્યથી કથંચિત્ ભિન્ન અને મોક્ષનો માર્ગ-એ મોક્ષનું ‘કારણ ’ છે, એમ બતાવવા માટે ( કહ્યું કેઃ ) એ શુદ્ધપારિણામિકભાવ મોક્ષનું ‘કારણ ’ નથી ! સમજાય છે કાંઈ ? આહા... હા! આમાં કલાકમાં વાત કેવી આવે! એ કાંઈ ચોપડામાં દેખાય (એવી નથી ). અને વાડામાં જાય તો ( આ વાત) સાંભળવા મળતી નથી. ' જિજ્ઞાસા: પર્યાય પર્યાયનું ‘ કારણ ’ થયું ? Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357