________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨: પ્રવચન નવનીત ભાગ-૧ વાણી !! (બીજે) ક્યાંય નથી. એને સમજવા-પોતાનો પક્ષ છોડીને, પોતાના માનેલા અભિપ્રાયને છોડીને, વસ્તુના સ્વરૂપની મર્યાદા શું છે-એનો અભિપ્રાય બનાવવો. એ કોઈ અલૌકિક વાત છે (ક) જે અભિપ્રાયમાં ભગવાન આત્મા આવે છે. આહા... હા! એ વિના, અભિપ્રાયનો વિષય દ્રવ્ય થતું નથી.
અહીં કહે છે: “જીવ જ (છે)”. –એકાંત કહી દીધું. એ પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે. એ પરિણામથી ઊપજતા થકા એ પરિણામ જીવ જ છે. પરિણામ જીવ જ છે. સંસ્કૃત પાઠની લીટી એ છેઃ “નવ વ”જીવ જ છે. અરે પ્રભુ! “પરિણામ જીવ જ છે?!' “જીવ તો દ્રવ્ય છે અને આ પરિણામ તો એક સમયની પર્યાય છે!' અહીં જ તો દ્રવ્ય જે સમયે પરિણમે છે તેવું લઈને, “દ્રવ્ય પોતાનાં પરિણામોથી ઊપજતો થકો” –એમાં (એ કહ્યું કે એ) પરિણામ પરનાં નથી-આત્મા (પોતા) સિવાય, પરનાં પરિણામ ઉપજાવતો નથી. શરીર-વાણી-મનની આ બધી અવસ્થા (જ) થાય છે, એ આત્માથી બિલકુલ (થતી) નથી. આહા. હા! આત્મા પોતાના પરિણામ સિવાય, બીજાની પર્યાય-પરિણામને ત્રણ કાળમાં-ક્યારે ય કરી શકતો જ નથી. પગ ચાલે છે... તો એ ક્રિયાનો કર્તા આત્મા નથી. પગ ચાલે છે (પણ) એ પગ જમીનને સ્પર્શતા નથી અને પગ ચાલે છે. કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ક્યારે ય સ્પર્શતું નથી. આહા... હા... હા. હા! ઝીણું પડે! પણ પ્રભુ! માર્ગ આ છે. (પરમ સત્ય) વાત આ છે! આ એને કરવું (-સમજવું) પડશે.
અહો... હો ! ત્રણ લોકના નાથ સર્વજ્ઞ અનુસારી દિગંબર સંતો-કેવળીના કડાયતોકેવળજ્ઞાનીની કેડીએ ચાલનારા અને અલ્પ કાળમાં કેવળજ્ઞાન લેનારા....! આહા.... હા.... હા! (આ એમની વાણી!!)
પહેલાં કહ્યું ને...! કે પોતાના દ્રવ્યના આશ્રયથી જ્યારે મતિ-શ્રુતજ્ઞાન થયું ત્યારે તે મતિજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. – “પખંડાગમ” માં છે. આવો... આવો.. અલ્પકાળમાં કેવળજ્ઞાન આવો! હવે મારું કેવળજ્ઞાન દૂર કાળ નહીં રહે. આહા.... હા... હા !
એક માણસ જતો હોય ને... ભાઈ ! અહીં આવ, અહીં આવ, અહીંથી જવાનું છે, આ રસ્તો છે-સિદ્ધપુર જવાનો. પ્રભુ! (તું જે રસ્તે જાય છો) તે વાડે ઊતરે છે (-ખોટો રસ્તો છે). ત્યાંથી જવુ છે કે ખુલ્લા (સાચા) રસ્તે જવું છે? ગાડારસ્તા તો બેઉ છે (પણ એમાં એક ખોટો છે). ભાઈ ! સિદ્ધપુર જવાનો (હોય તો) અહીં આવ.... અહીં આવ! એમ અહીં કેવળજ્ઞાનને કહે છે કે આવો.. પ્રભુ! નજીક નજીક આવો! હવે તમે દૂર નહીં રહી શકો. આહા.... હા... હા! બીજ ઊગી છે તે પૂનમ થશે જ થશે. બીજ ઊગે તો પૂનમ થશે જ થશે.
એમ આ “ક્રમબદ્ધ' નો નિર્ણય કરવાવાળો સમકિતી અલ્પ કાળમાં કેવળજ્ઞાન લેવા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com