________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮: પ્રવચન નવનીત ભાગ-૧ પર્યાયનો વિનાશ થવાથી શુદ્ધપારિણામિકભાવ પણ વિનાશને પ્રાપ્ત થાય. આહા... હા! મોક્ષ થતાં, મોક્ષના માર્ગની પર્યાય (તો) નાશ પામશે. (તો) જો એ પર્યાય દ્રવ્યથી ત્રિકાળ અભિન્ન હોય, તો એ પર્યાયનો નાશ થશે ત્યારે અવિનાશીનો પણ નાશ થાશે, માટે કથંચિત્ ભિન્ન છે. એ (પર્યાયનો) નાશ થાય, (પણ) દ્રવ્ય તો અવિનાશી છે. એનાથી તે (પર્યાય) અભિન્ન નથી, ભિન્ન છે. તેથી એ પર્યાયનો નાશ થયો છતાં, દ્રવ્ય તો ત્રિકાળ એમ ને એમ રહ્યું. અર્થાત એ (મોક્ષમાર્ગનો) પર્યાયનો નાશ થયો, કેવળજ્ઞાન-મોક્ષદશા પ્રાપ્ત થઈ (છતાં), દ્રવ્ય તો એવું ને એવું છે. (મોક્ષમાર્ગની) પર્યાય વખતે પણ (દ્રવ્ય) એવું છે; અને એનો નાશ થઈને (પૂર્ણ) વીતરાગદશા થઈ ત્યારે (પણ) દ્રવ્ય તો એવું ને એવું છે ! આહા... હા... હા !
આવો ઉપદેશ હવે! (પણ) આખો દી પાપ દુનિયાના કરે..! એમાં આ બાયડીનું કરું ને છોકરાનું કરું ને આ ધંધાનું કરું ને આ કરું....! અરે. રે! એને પાપ આડે ક્યારે સમય મળે છે? એ તો એકલાં પાપનાં પોટલાં (છે). (એમાં) ધર્મતો નથી; પણ પુણ્યનાં (ય) ઠેકાણાં ન મળે ! આહા... હા ! અનંત કાળથી આવું જ કર્યું છે. એ ઊંધું કાંઈ નવું નથી.
આહા... હા! (અહીં) શું કહ્યું? કેઃ એ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય છે, એ “શુદ્ધાત્માભિમુખ” એટલે કે શુદ્ધસ્વરૂપ ભગવાન (આત્મા) થી અભિમુખ-સન્મુખ, એ
શુદ્ધોપયોગ’ એ મોક્ષનો માર્ગ; એ ત્રિકાળી શુદ્ધપારિણામિકથી કથંચિત્ ભિન્ન છે. પ્રદેશમાં ભિન્ન છે. એમાં પોતાના પ્રદેશ (ભિન્ન) છે. પણ પર્યાયનો (જે) ભાવ છે એ (પણ) ભિન્ન છે. કારણ કે: (મોક્ષમાર્ગનો) પર્યાયનો નાશ થતાં મોક્ષનો પ્રસંગ આવશે ( અર્થાત્ ) મોક્ષના માર્ગની પર્યાય તો અમુક કાળ રહેશે. મોક્ષ તો થશે, થશે ને થશે જ તો મોક્ષ થતાં, એ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (રૂપ) મોક્ષનોમાર્ગ છે, એ પર્યાયનો નાશ થશે. (તો) જો એ પર્યાય દ્રવ્યથી અભિન્ન હોય, તો (એ) પર્યાયનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થાશે. (પણ) દ્રવ્ય તો અવિનાશી છે. માટે મોક્ષમાર્ગની પર્યાય (કથંચિત્ ભિન્ન છે ). સમજાય છે કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! આ તો! સર્વજ્ઞવીતરાગ ( સિવાય) આવી વાતો ક્યાં છે, ભાઈ ?
એક “ક્રમબદ્ધ' (બેસવી) કઠણ. એક “કારણપર્યાય” કઠણ. અહીંયાં (કહે છેઃ ) મોક્ષના માર્ગની પર્યાય આત્માથી કથંચિત્ ભિન્ન (છે)! એનું કારણ તો કહયું: શા માટે? કે: ભાવનારૂપ છે. એ ત્રિકાળભાવરૂપે, દ્રવ્યરૂપે નથી ! અને તે (મોક્ષમાર્ગ) ભાવનારૂપ છે. મોક્ષ તો થશે જ. તો મોક્ષ થશે ત્યારે (જે આ) ભાવનારૂપ પર્યાય છે એનો તો નાશ થશે. જો (તેને) દ્રવ્યથી અભિન્ન કહો તો (તે) પર્યાયનો નાશ થતાં, દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે (તે પર્યાય) દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે! સમજાય છે કાંઈ ?
આવો ઉપદેશ!! મારગડા, પ્રભુ! (જગતથી જુદા). આહા. હા! એ ચેતન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com